બેશરમ! ઘરની બહાર સુકાતા યુવતીના અંડરગારમેન્ટ ચોરીને ભાગી ગયા યુવકો, ઘટના CCTVમાં કેદ
ઉત્તર પ્રદેશના મેરઠથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સ્કૂટીમાં સવાર બે યુવકો યુવતીના અન્ડરગાર્મેન્ટ ચોરીને ભાગી ગયા હતા. આ સમગ્ર મામલો નજીકના સીસીટીવીમાં કેદ થયો હતો. મહિલાના અંડરગારમેન્ટ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને આપવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે યુવકો સફેદ રંગની સ્કૂટીમાં આવે છે. એક વ્યક્તિ સ્કૂટીથી નીચે ઉતરીને આગળની તરફ ચાલ્યો જાય છે અને બીજો એક સ્કૂટર લઇને ઘરની સામે ઉભો રહે છે, પછી સ્કૂટીની ડેકી ખોલીને આગળ વધીને તાર પર સુકાતા યુવતીના અન્ડરગાર્મેન્ટ ઉતારીને ફરાર થઈ ગયો હતો.

પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ
મેરઠ પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો એવી ફરિયાદ લઈને પહોંચ્યા કે જેને શાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. લોકોનો આક્ષેપ છે કે સ્કૂટીમાં સવાર બે યુવકો ઘરની બહાર સૂકાતા કપડામાથી યુવતીના અંડરગારમેન્ટ ચોરીને લઈ ગયા હતા, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, આ વિસ્તારના લોકોએ પોલીસને સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હતા, જેમાં તે ચોર સ્પષ્ટ જોઈ શકાય છે. આ વિસ્તારના લોકોએ જણાવ્યું કે આ કોઈ તંત્ર મંત્રનો ભાગ હોઈ શકે છે.

અંડરગારમેન્ટ ચોરીને ભાગી ગયા
હકીકતમાં, રવિવારે કેટલાક લોકો સદર બજાર પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી કે બે સ્કૂટી સવાર આવ્યા હતા, તેમાંથી એક યુવક આગળ ગયો હતો અને એક યુવકે યુવતીના અંડરગારમેન્ટ જે ઘરની બહાર સૂકાતા હતા તે ચોરીને ભાગી ગયા હતા. પોલીસ મથકે પહોંચેલા લોકોએ પોલીસને જણાવ્યું હતું કે તંત્ર વિદ્યા માટે તેમના ઘરની પુત્રીઓના કપડાની ચોરી તો નથી કરવામાં આવી રહી ને.
આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ

આ ઘટના અંગે મેરઠના સદર બજારના પ્રમુખ સુનિલ દુઆ કહે છે કે આ ઘટના તંત્ર મંત્ર તરફ ઇશારો કરી રહી છે. સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે સંકળાયેલા આ લોકોએ પોલીસ ફરિયાદ કરી આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી છે. લોકોએ કહ્યું કે ઘરની નજીક એક ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકો આવે છે અને તેમાંથી કેટલાક લોકોએ તે કર્યું હોવું જોઈએ. આ કેસમાં મેરઠના સુરજ રાય એએસપી સદર કહે છે કે એક પરિવારે પોલીસ સ્ટેશન સદર બજારમાં જાણ કરી છે કે મહિલાઓના કપડા બે યુવકોએ ચોરી ગયા છે, આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને બન્ને યુવકોની પોલીસ તપાસ કરી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "બેશરમ! ઘરની બહાર સુકાતા યુવતીના અંડરગારમેન્ટ ચોરીને ભાગી ગયા યુવકો, ઘટના CCTVમાં કેદ"
ટિપ્પણી પોસ્ટ કરો