નવા નિયમ અનુસાર ટ્રેનમાં રાતે 11 વાગ્યા બાદ નહીં મળે આ સર્વિસ, તૈયારી સાથે નીકળો

વેસ્ટર્ન રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીના અનુસાર હવે ટ્રેનની મુસાફરીમાં મોબાઈલ કે લેપટોપ ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઈન્ટ રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે. આવી સ્થિતિમાં ઓવર ચાર્જિંગને કારણે મોબાઈલ કે લેપટોપની બેટરીમાં બ્લાસ્ટ થવાનું જોખમ રહેલું છે. આ સાથે જ મોબાઈલ – લેપટોપ ચોરીનો ભય પણ રહે છે. આ નિર્દેશ દેશના દરેક રેલ્વે ઝોનમાં લાગૂ રહેશે. જાણો શું છે આ માટેનું કારણ.

नहीं चलेंगे चार्जिंग पॉइंट
image source

રેલ્વે તરફથી મળતી માહિતી અનુસાર રાતના સમયે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. આ કારણે લોકો રાતે લેપટોપ કે મોબાઈલ ચાર્જ પર લગાવીને મૂકી રાખવા કે તેમના ઓવરહીટ થવું પણ કારણ છે.

लंबी दूरी की ट्रेनों में आग की घटनाएं
image source

રેલ્વેના અધિકારીએ કહ્યું છે કે 13 માર્ચે દિલ્હી- દહેરાદૂન શતાબ્દિ એક્સપ્રેસમાં આગ લાગ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. આ દિવસે આગ એક કોચથી શરૂ થઈ અને અનેક કોચમાં ફેલાઈ ગઈ. ઘટનાથી રેલ્વેતંત્ર સતર્ક થઈ ગયું છે, ત્યારબાદ હવે રેલ્વેતંત્ર આગની ઘટનાઓ રોકવા કડક પગલા લઇ રહ્યું છે.

रखें पावरबैंक और फुल चार्ज करके चलें फोन वगैरह
image source

રેલ્વે તરફથી કહેવામાં આવ્યું છે કે ટ્રેન મુસાફરોની સલામતી તેમની પ્રાથમિકતા છે. આ સંદર્ભમાં રેલ્વેએ પ્રવાસને આરામદાયક અને સલામત બનાવવા માટે આ મોટા પગલા ભર્યા છે.

दिल्ली-देहरादून शताब्दी में भी लगी आग
image source

આ સિવાય રેલ્વેએ નો સ્મોકિંગ અભિયાન પર પણ ભાર મૂકવાનું વિચાર્યું છે. આ રેલ કોચમાં ધૂમ્રપાન કરનારા પર કડકાઈ લવાશે અને સાથે નિયમનું ઉલ્લંઘન કરનારાને માટે સજાની પણ જોગવાઈ છે. આ માટે 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

No Smoking का करें पालन, बढ़ सकता है जुर्माना
image source

સેન્ટ્રલ રેલ્વેના અધિકારીએ કહ્યું કે ટ્રેનમાં કામ કરનારા દરેક એમ્પલોઈ, સ્ટોક હોલ્ડર્સને વિશે જાગરૂક કરવા માટે અભિયાન ચલાવાશે. આ સિવાય રેલ્વેના એમ્પલોઈ અને એસી કોચમાં રહેતા એસી મિકેનિકને રાતે ચાર્જિંગ પોઈન્ટ બંધ કરવાનું એલર્ટ અપાયું છે.

एम्प्लॉई, AC मैकेनिकों को चौकन्ना रहने के निर्देश
image source

હવે આ અસુવિધાથી બચવા માટે યોગ્ય છે કે તમે તમારા ફોન અને લેપટોપને ઘરેથી ચાર્જ કરીને નીકળો અને ટ્રેનમાં રાતે 11 વાગ્યા પહેલા ચાર્જ કરી લો. જો જરૂર પડે તેમ લાગતું હોય તો પાવર બેંકને સાથે રાખીને નીકળો.

0 Response to "નવા નિયમ અનુસાર ટ્રેનમાં રાતે 11 વાગ્યા બાદ નહીં મળે આ સર્વિસ, તૈયારી સાથે નીકળો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel