આ છે ભાભીજી ઘર પર હૈં ! માં જોવા મળતા સ્ટાર કાસ્ટના રિયલ લાઈફ પાર્ટનર, જુઓ તેની સુંદર તસવીરો…

Spread the love

આ દિવસોમાં ઘણા કોમેડી શો ટીવી પર પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે અને તેમાંથી એક છે ‘ભાભીજી ઘર પર હૈં!’ અને આ શો આ દિવસોમાં લોકોની વચ્ચે ખૂબ જ પ્રખ્યાત થઈ ચુક્યો છે અને આ શો તમામ કેટેગરીના લોકો જુવે છે.

અને આ શોમાં જોવા મળતા દરેક પાત્ર પણ લોકોની વચ્ચે ખૂબ જ પ્રખ્યાત થઈ ચુક્યા છે અને આ પાત્રોમાં પછી ભલે, ‘અનિતા ભાભી’ હોય કે ‘મનમોહન તિવારી’, આ બધા પાત્રો તેમની સુંદર કોમેડીથી લોકોને હસાવવામાં કોઈ કસર છોડતા નથી. દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે.

આજની આ પોસ્ટમાં અમે તમને ભાભીજી ઘર પર હૈં! માં જોવા મળતા કેટલાક સ્ટાર કાસ્ટના રિયલ લાઈફ પાર્ટનર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ.

કોણ છે ગોરી મેમ ઉર્ફ સૌમ્યા ટંડનના પતિ:

શો ‘ભાભીજી ઘર પર હૈં!’માં ‘અનીતા ભાભી’ એટલે કે ગોરી મેમનું પાત્ર ટીવીની પ્રખ્યાત અભિનેત્રી સૌમ્યા ટંડન નિભાવી રહી છે અને શોમાં સૌમ્યા ટંડનની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ આવે છે અને તે ખૂબ જ પ્રખ્યાત થઈ ચુકી છે અને વાત કરીએ સૌમ્યા ટંડનના પતિ વિશે તો તેના રિયલ લાઈફ પતિનું નામ છે

સૌરભ દેવેન્દ્ર સિંહ, જે વ્યવસાયે બેન્કર છે અને બંનેએ 10 વર્ષ સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી 2016 માં લગ્ન કર્યા હતા અને આજે આ કપલને એક પુત્ર પણ છે જેનું નામ મિરાન છે. અને તેના પુત્રને સૌમ્યા ટંડને 2019 માં જન્મ આપ્યો અને જણાવી દઈએ કે સૌમ્યા ટંડન પોતાના પતિ અને પુત્રને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે.

કોણ છે ‘વિભૂતિ’ ઉર્ફ આસિફ શેખની પત્ની:

‘ભાભીજી ઘર પર હૈ’ શોમાં ‘વિભૂતિ નારાયણ મિશ્રા’ નું પાત્ર નિભાવનાર અભિનેતા આસિફ શેખની મેરિડ લાઈફ વિશે વાત કરીએ તો, તેમની પત્નીનું નામ જેબા શેખ છે જે એક હાઉસવાઈફ છે અને તેમણે વર્ષ 1992 માં ઝેબા શેખ સાથે લગ્ન કર્યા હતા.

આજે જેબા શેખ અને આસિફ શેખને બે બાળકો છે, જેમાંથી તેમની પુત્રીનું નામ મરિયમ છે અને પુત્રનું નામ અલીજાહ છે અને તેમના બંને બાળકો મોટા થઈ ચુક્યા છે અને જ્યાં તેમની પુત્રી મરિયમ ટેલેન્ટ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે તેમનો પુત્ર ડાયરેક્શનના ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવી રહ્યો છે અને તે પોતાના પરિવાર સાથે ખુશીથી લાઈફ જીવી રહ્યા છે.

શું કરે છે ‘અંગુરી ભાભી’ ઉર્ફ શુભાંગી અત્રેના પતિ:

શો ‘ભાભીજી ઘર પર હૈં’માં અંગૂરી ભાભીના પાત્રમાં જોવા મળતી અભિનેત્રી શુભાંગી અત્રે આ શોને કારણે ખૂબ જ લોકપ્રિય થઈ ચુકી છે અને શુભાંગી અત્રેના પતિનું નામ પિયુષ છે જે વ્યવસાયે બિઝનેસમેન છે અને આ કપલની આજે એક પુત્રી પણ છે જેનું નામ આશી છે. જે લૂકમાં પોતાની માતાની જેમ ખૂબ જ સુંદર છે.

કોણ છે ‘મનમોહન તિવારી’ ઉર્ફ્ રોહિતાશ ગૌરની પત્ની:

શો ‘ભાબીજી ઘર પર હૈ’ માં ‘મનમોહન તિવારી’ ની ભુમિકા નિભાવનારા અભિનેતા રોહિતાશ ગૌરની પત્નીની વાત કરીએ તો તેની પત્નીનું નામ રેખા ગૌર છે અને રેખા કેન્સર રિસર્ચ માટે કામ કરે છે અને રેખા પોતાને લાઈમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે પરંતુ કેટલીકવાર રેખા ખાસ પ્રસંગો પર પતિ રોહિતાશ ગૌર સાથે જોવા મળે છે.

જણાવી દઈએ કે આ કપલને બે પુત્રીઓ પણ છે, જેમાંથી એકનું નામ ગીતી ગૌર છે અને બીજી સંજીતી ગૌર છે

0 Response to "આ છે ભાભીજી ઘર પર હૈં ! માં જોવા મળતા સ્ટાર કાસ્ટના રિયલ લાઈફ પાર્ટનર, જુઓ તેની સુંદર તસવીરો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel