ફિલ્મો જ નહીં સાઉથના સુપર હિટ ગીતોની પણ નકલ કરી ચુક્યું છે બોલિવૂડ

બોલિવૂડમાં બીજી ભાષામાંથી ફિલ્મોની નકલ કરવાનો સિલલીલો બહુ જૂનો છે. જેમા સલમાન ખાનની વોન્ટેડથી લઈને અક્ષય કુમારની હોલીડે સુધીની … બોલીવુડમાં આવી સેંકડો ફિલ્મો છે જે સાઉથની ફિલ્મોની નકલો છે. જો તમે તેની યાદી બનાવવા માટે બેસશો તો તે ખૂબ લાંબું લીસ્ટ થઈ જશે. સાઉથની ઘણી હિટ ફિલ્મોમી બોલિવૂડમાં નકલ કરવામાં આવી છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડના લોકોએ માત્ર ફિલ્મો જ નહીં, ગીતોની પણ નકલ કરી છે. તેમાંના મોટા ભાગના સુપરહિટ બોલિવૂડ ગીતો છે. તો ચાલો આજે તમને તે જ કોપી કરેલા ગીતો વિશે જણાવીએ.

રહેના હૈ તેરે દિલમે (જરા જરા)

image source

વર્ષ 2001 માં રિલીઝ થયેલી દિયા મિર્ઝા અને આર માધવનની પહેલી હિન્દી ફિલ્મ રહેના હૈ તેરે દિલ મેંનાં બધાં ગીતો હિટ રહ્યા હતાં. પરંતુ આ ફિલ્મનું જરા જરા સુપર હિટ ગીત આજે પણ હિટ ગીતમાં સામેલ છે. પરંતુ આ ગીત દક્ષિણની મીનાલે ફિલ્મના વસિગરાની બેઠી નકલ છે. મૂળ ગીત જણાવીએ.

સાથિયા (ઓ હમદમ સોનીયો રે)

image source

વર્ષ 2002 માં રિલીઝ થયેલી સાથિયા લવ મેરેજ પર બનેલી ખૂબ જ સુંદર ફિલ્મ છે. જેમાં વિવેક ઓબેરોય અને રાની મુખર્જીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ દક્ષિણની હિટ ફિલ્મની રીમેક હતી, તેના ઘણા ગીતો પણ આ જ ફિલ્મમાંથી કોપી કરવામાં આવ્યા હતા. આવુ એક ગીત ઓ હમદમ સોનીયો રે હતું જે દક્ષિણના Endrendrum Punnagai ગીતની નકલ હતી. દક્ષિણની આ ફિલ્મમાં આર માધવને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

રેડી (ઢિંકા ચિકા)

image source

સલમાન ખાન અને અસિનની ફિલ્મ રેડીનું ગીત ઢિંકા ચિકા ખૂબ જ લોકપ્રિય હતું અને આજે પણ ઘણું સાંભળવામાં આવે છે પરંતુ આ ગીતને સાઉથની ફિલ્મ આર્ય 2 માંથી કોપી કરવામાં આવ્યું છે જેમાં અલ્લુ અર્જુન જોવા મળ્યો હતો.

યસ બોસ (સુનિયે તો રુકિએ તો)

image source

શાહરૂખ ખાન અને જુહી ચાવલાની ફિલ્મનું આ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું અને આ ગીત પણ દક્ષિણની ફિલ્મ ઉલ્લથાભાઇ ઉલિથા માંથી કોપી કરવામાં આવ્યું હતું. અસલ ગીતનું શીર્ષક અઝહાગીયા લૈલા હતું.

નાયક (ચાલો ચલે મીતવા)

image source

અનિલ કપૂર અને રાની મુખર્જીની ફિલ્મ નાયકનું ગીત ચલો ચૈલ મીતવા હિટ સોંગ છે અને સુંદર પણ છે. આ ગીત 1999માં રજૂ થયેલી નેલુરી નેરાજણાની સંપૂર્ણ નકલ છે. જેમાં અર્જુન સરજા અને મનીષા કોઈરાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Related Posts

0 Response to "ફિલ્મો જ નહીં સાઉથના સુપર હિટ ગીતોની પણ નકલ કરી ચુક્યું છે બોલિવૂડ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel