કોરોના કાળમાં સાયકલ પર કાઢી દુલ્હાની જાન, અને આપ્યો કંઈક આવો સંદેશ, જાણો તો ખરા…
લો બોલો, કોરોના કાળમાં આ મહાશય સાયકલ પર જાન લઈને નીકળ્યા, આપ્યો કંઈક આવો સંદેશો.
કોરોના વાયરસની બીજી લહેરખીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોરોના વાયરસને કાબુમાં લેવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. રાત્રી કરફ્યુની સાથે સાથે રાજ્ય સરકારે કોરોના વાયરસને લઈને લગ્ન જેવા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે ઘણા લોકોને પોતાના લગ્નની તારીખો પાછળ ઠેલવાની ફરજ પડી છે. પણ એમાંથી કેટલાક લોકો એવા પણ છે જેમને રાજ્ય સરકારે લાદેલ નિયમોનું પાલન કરીને નક્કી કરેલા સમય અને તારીખ પર જ લગ્ન કરી રહ્યાં છે.
કોરોના વાયરસને કારણે લોકો બને એટલા સાદાઈથી લગ્ન કરી રહ્યા છે એવામાં કોરોનાના કારણે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં એક દુલ્હો પોતાની જાન સાયકલ પર લઈને નિકળ્યો હતો. એટલું જ નહીં આ દુલ્હાએ પોતાની દુલ્હનની વિદાય પણ સાયકલ પર જ કરાવી હતી. અને આ અનોખી જાનના કારણે આ કિસ્સો આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે.

તમને જણાવી દઈએ કે કોરોનાના કારણે એક દુલ્હાએ પોતાના લગ્નની જાન સાયકલ પર કાઢી હતી. અરે એટલુ જ નહીં લગ્નમાં સામેલ થનાર જાનૈયાઓ પણ સાયકલ પર દુલ્હન લેવા પહોંચ્યા હતા. સાયકલ વાળા આ લગ્ન દ્વારા દુલ્હાના લગ્નમાં ખોટા ખર્ચો અને પર્યાવપણ સંરક્ષણનો એક મોટો સંદેશ આપવા પ્રયત્ન પણ કર્યો હતો. આ સમગ્ર કિસ્સા બાદ આ સાઇકલ વાળા દુલ્હાના વખાણ કરવામાં આવી રહ્યાં છે.
સાઇકલ વાળી આ જાન શુક્રવારે સાંજે માન્ધાતાના બોઝી ગામથી નીકળી હતી. દુલ્હો વિનય પ્રજાપતિની જાન નગર કોતવાલીના રાજગઢ બેની પ્રસાદ પ્રજાપતિના ઘરે ગઈ હતી.

તમને જણાવી દઈએ કે જાન લઈ ગયા પછી દુલ્હા વિનય પ્રજાપતિએ ગાડીના બદલે સાયકલ પર જાન કાઢવાનું પસંદ કર્યું હતું અને સાંજે 4 વાગ્યે જાન લઈને નીકળ્યા હતા. પોતાના કેટલાક સંબંધીઓ પણ લગ્નના કારણે પ્રસાદ પ્રજાપતિના ઘરે પહોંચ્યા હતા. અહિંયા ખુબ સાદગી સાથે લગ્ન યોજાયા હતા. આ પ્રદુષણ મુક્ત લગ્ન દરેક માટે નવાઈનું કેન્દ્ર બનીને રહ્યું હતું.
આ ઉપરાંત આ લગ્નમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને વિનયની જાનમાં ફક્ત 10 12 લોકો જ સામેલ થયા હતા અને બધાને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે કહ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોના વાયરસના કારણે યુપી સરકારે લગ્ન માટે ફક્ત 50 લોકોને જ અનુમતિ આપી હતી. અને આ લગ્નમાં આ નિયમનું પાલન સારી રીતે કરવામાં આવ્યું હતું. અને કોવિડ-19ના નિયમોનું પાલન કરવા માટે સંદેશ પણ આપ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કોરોના કાળમાં સાયકલ પર કાઢી દુલ્હાની જાન, અને આપ્યો કંઈક આવો સંદેશ, જાણો તો ખરા…"
ટિપ્પણી પોસ્ટ કરો