કોરોનાનો સૌથી કરુણ કિસ્સો, તમારે દીકરો થયો છે આટલું સાંભળીને કોરોનાથી પીડિત માતાએ દુનિયાને અલવિદા કહી દીધું

હજુ તો ગઈ કાલે જ કોરોનાને લઈ એક રાહતના સમાચાર સામે આવ્યા હતા કે દેશમાં કોરોના દર્દીઓની રિકવરીની ગતિ એક દિવસમાં 111.20% વધી છે. શુક્રવારે 24 કલાકની અંદર રેકોર્ડ 2 લાખ 20 હજાર 382 લોકો સાજા થયા છે. અત્યારસુધીમાં એક દિવસમાં સ્વસ્થ થતાં દર્દીઓની દુનિયામાં આ સૌથી મોટો આંક છે. આ પહેલાં ગુરુવારે એક દિવસમાં રેકોર્ડ 1 લાખ 98 હજાર 180 લોકો સાજા થયા હતા. બુધવારે 1.92 લાખ લોકો સાજા થયા હતા. ત્યારે આ સાથે જ હવે એક કરુણ કિસ્સો સામે આવી રહ્યો છે. આ કિસ્સો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામનો છે.

image source

હાલમાં આ ગામની વતની અને રાજસ્થાનના હડમતિયા ગામે પરણાવેલી સરોજકુંવર કૃપાલસિંહ દેવડા સગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિત થયાં હતાં. પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનો કોરોના પોઝિટિવ આવતાં ધારપુર સિવિલ ખસેડાઈ હતી, જ્યાં બેહોશ હાલતમાં દીકરાને જન્મ આપ્યો હતો. ભાનમાં આવ્યા બાદ દીકરો જન્મ્યો છે આટલું સાંભળી સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધા હતા.

image source

માતાના નસીબ પણ કેવા કે માત્ર આટલું જ સાંભળવા મળ્યું કે દીકરો જનમ્યો છે. જન્મતાની સાથે જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી અને અરેરાટી છુટી ગઈ હતી.

image source

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગુરુવારે મૃતદેહ તેમના વાલીવારસોને સોંપાયો હતો. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને ગામ આખું હિબકે ચડ્યું હતું. મેડિકલ કોલેજ ધારપુરમાં ઓબીજીવાય વિભાગમાં ફરજ બજાવતા પ્રો. ડો. માધુરી અલવાની કહે છે કે બાળકને ધારપુર મેડિકલ કોલેજમાં બેબીકેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું છે. ડો.હિરેન અને ડો.તેજશ દ્વારા સિઝેરિયન કરાયું હતું. બાળક કેર સેન્ટરમાં છે, તેનો કોરોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ એક-બે દિવસમાં આવ્યા બાદ વાલીવારસોને સોંપાશે. જો કે હાલમાં આ ઘટના ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકોમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

image source

કોરોનાની સ્થિતિની રાજ્યમાં વાત કરવામાં આવે તો શુક્રવારે રાજ્યમાં 13,105 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 5010 લોકો સાજા થયા અને 137 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 4 લાખ 53 હજાર 836 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 3 લાખ 55 હજાર 875 લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 5877 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 92,084 દર્દી સારવાર લઈ રહ્યા છે.

0 Response to "કોરોનાનો સૌથી કરુણ કિસ્સો, તમારે દીકરો થયો છે આટલું સાંભળીને કોરોનાથી પીડિત માતાએ દુનિયાને અલવિદા કહી દીધું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel