પ્રિયંકા ચોપડાથી લઈને રાધિકા આપ્ટે સુધીની, બોલિવૂડની આ હીરોઇનોના પતિ છે વિદેશી…
પ્રિયંકા ચોપડાએ ડેટ કર્યા પછી 2018 માં અમેરિકન ગાયક અને અભિનેતા નિક જોનાસ સાથે લગ્ન કર્યા.રાજસ્થાનમાં બંનેએ શાહી શૈલીમાં લગ્ન કર્યા હતા.પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ સાથેના તેના સંબંધો અંગે જાહેર મંચ પર ઘણી વાર વાત કરી છે.

એક સમયે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં રહેતી પ્રીતિ ઝિન્ટાએ 29 ફેબ્રુઆરી 2016 ના રોજ જીન ગુડિનફ સાથે લગ્ન કર્યાં હતાં.લગ્ન પછી તે લોસ એન્જલસમાં રહેવા ગઈ.તે સમયાંતરે ભારત આવતી રહે છે.

કારકિર્દીની શરૂઆતમા રાધિકા આપ્ટેએ 2012 માં યુકેના સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા.એવું કહેવામાં આવે છે કે રાધિકા લંડન કન્ટેમ્પરરી ડાન્સ શીખવા ગઈ હતી જ્યાં તેના લગ્ન બેનેડિક્ટ સાથે થયા હતા.

મિસ ઈન્ડિયા રહી ચૂકેલી સેલિના જેટલીએ બોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં નો એન્ટ્રી અપના સપના મની-મની જેવી ફિલ્મ્સનો સમાવેશ છે.સેલિનાએ 2012 માં ઑસ્ટ્રિયન ઉદ્યોગપતિ પીટર હોગ સાથે લગ્ન કર્યા હતા.

દક્ષિણ સિનેમાનું મોટું નામ શ્રિયા સરન બોલિવૂડમાં દ્ર્શ્યમ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.શ્રીયાએ 12 માર્ચ 2018 ના રોજ રશિયન બોયફ્રેન્ડ આન્દ્રે કોસચીવ સાથે લગ્ન કર્યા હતા.શ્રીયાના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર હતા.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બહુ ઓછા લોકોને આમંત્રિત કર્યા હતા.

0 Response to "પ્રિયંકા ચોપડાથી લઈને રાધિકા આપ્ટે સુધીની, બોલિવૂડની આ હીરોઇનોના પતિ છે વિદેશી…"
ટિપ્પણી પોસ્ટ કરો