એમ જ કૂતરાને નથી કહેવાતો વફાદાર! યુવતીને લૂંટવા આવેલા ચોરને ધોળા દિવસે દેખાડી દીધા તારા
કૂતરાઓ ખૂબ હોશિયાર પ્રાણીઓ હોય છે અને તેઓ તેમના માલિકો માટે વફાદાર પણ હોય છે. તેથી જ પ્રાચીન કાળથી મનુષ્ય કુતરાઓને ઉછેરતો આવ્યો છે. જેથી તેઓ રક્ષણ અને શિકાર કરવામાં મદદ કરી શકે. આજે પણ લોકો તેમના પાલતુ પ્રાણીઓ પર ઘણાં પૈસા ખર્ચ કરે છે અને આ બધું તેમની સલામતી માટે કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વિડિયો અમને જોવા મળ્યો છે. જેમાં એક કૂતરાએ ફરી એકવાર સાબિત કર્યું કે કૂતરા ચોક્કસપણે ખૂબ હોશિયાર હોય છે.
કૂતરાએ એક મહિલાને લૂંટાતા બચાવી
આ વીડિયોમાં કૂતરાએ એક મહિલાને લૂંટતા બચાવી હતી. વિડિયો @newworlddd555 નામના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વિડિયોને આફ્રિકન વાઇલ્ડલાઇફ નામના અન્ય ટ્વિટર પેજ પર પણ શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા રસ્તા પર જઈ રહી છે. તેણે હાથમાં બેગ પકડી રાખી છે. આ સાથે, તેમની પાસે મોબાઇલ જેવા ઘણી કિંમતી વસ્તુઓ છે.
કૂતરો મહિલાની મદદ માટે પહોંચે છે
અન્ય એક યુવક મહિલાની પાછળ ચાલી રહ્યો છે. જોવામાં એવુ લાગે છે કે આ યુવાન એક સામાન્ય નાગરિક છે જે ક્યાંક જઇ રહ્યો છે. આ યુવક મહિલા પાસે પહોંચતાંની સાથે જ તે તેની થેલી છીનવી લેવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન મહિલા યુવકને ધક્કો મારવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તેનો મોબાઇલ ફોન મહિલાના હાથમાથી જમીન પર પડી જાય છે. નજીકમાં એક કૂતરો પણ ચાલતો નજરે પડે છે. યુવકે મહિલાને લૂંટવાનો પ્રયાસ કરતાં કૂતરો મહિલાની મદદ માટે પહોંચે છે. આ સમય દરમિયાન, મહિલા પોતાનો મોબાઇલ જમીન પરથી ઉપાડવાનો પ્રયાસ કરવા લાગે છે, ત્યારબાદ કૂતરો યુવાન પર હુમલો કરે છે. કૂતરો યુવાનના પગમાં કરડવાનો પ્રયાસ કરે છે.
વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે
– he’s a stray dog 👍🙏 pic.twitter.com/DWyYFDWb0o
— Köksal Akın (@newworlddd555) October 17, 2020
કૂતરાના હુમલાથી યુવક ગભરાઈ જાય છે અને મહિલાને લૂંટવાને બદલે ત્યાંથી ભાગી જાય છે. કૂતરો એટલો ઝડપથી દોડે છે કે યુવકને ઝડપથી દોડવું પડે છે. જ્યારે કૂતરાને ખાતરી થઈ ગઈ છે કે તે યુવક ફરીથી મહિલાને લૂંટવા માટે આવશે નહીં, ત્યારે કૂતરો તેનો પીછો કરવાનું બંધ કરી દે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ કૂતરાની બહાદૂરીના વખાણ કરતા થાકતા નથી. જો કૂતરાએ સમયસર યુવકતીની મદદ ન કી હોત તો યુવક યુવતીને નુકશાન પહોંચાડી દેત અને તેમનો કિંમતી સામાન પણ ચોરીને લઈ જાત.
0 Response to "એમ જ કૂતરાને નથી કહેવાતો વફાદાર! યુવતીને લૂંટવા આવેલા ચોરને ધોળા દિવસે દેખાડી દીધા તારા"
ટિપ્પણી પોસ્ટ કરો