કોરોના વેક્સીન લગાવ્યા પછી ક્યારેય પણ ના કરવી આ ભૂલો, જાણી લો આ ભૂલોથી થતા નુકસાન વિશે…
મિત્રો, મોટાભાગના લોકો એવુ માને છે કે, કોરોનાની રસી લીધી એટલે પછી કોરોનાનો ભય દૂર થઇ જાય છે લોકો એવુ માને છે, જો તમે પણ આવુ સમજો છો તો તે તમારી એક બૌ જ મોટી ભૂલ છે. જો તમે કોરોનાની રસી લીધા પછી પણ નીતિ-નિયમોનુ પાલન નહીં કરો તો સંક્રમિત થશો.

કોરોના મહામારીને દૂર કરવા માટે એકમાત્ર અને સૌથી કારગર રીત છે કોરોનાની રસી લેવી પરંતુ, તમને એ સ્પષ્ટીકરણ કરી દઈએ કે, રસી લેવી એ કઈ એ વાતની ગેરેંટી નથી કે, તમને આવનાર ભવિષ્યમા ક્યારેય પણ કોરોનાનુ સંક્રમણ થશે જ નહી. આ રસી લીધા પછી પણ લોકો કોરોનાના શિકંજામા ફસાઈ રહ્યા છે.

વેક્સીન પછી કોરોનાની સમસ્યા થવાની સંભાવના ઘટી જાય છે પરંતુ, જો તમે બેદરકારી દેખાડો તો કોરોના સરળતાથી ફરી તમને પોતાનો શિકાર બનાવી લે છે. આ બાબતે કોઈ જ શંકા નથી કે, કોરોનાની રસી લીધા પછી તેના સંક્રમણને અટકાવી શકાય છે પરંતુ, હજુ પણ એવા સબુત નથી મળ્યા કે, આ રસીકરણ પછી કોરોનાની સમસ્યા ના જ થાય.

એક અહેવાલ મુજબ કોરોનાની આ વેક્સીન લગાવી લીધા પછી રાખવામા આવતી બેદરકારીના કારણે જ કોરોનાથી સંક્રમિત થવાનો ભય બનેલો રહે છે. એવામાં વેક્સીનની મદદથી કમ્યુનિટી લેવલ ઇન્ફેક્શન અટકાડવામા ભરપૂર સહાયતા મળી રહે છે ફક્ત આ અંગે તમારે સાવચેતીઓ રાખવાની જરૂર છે.

મોટાભાગના લોકોમા એવી માનસિકતા ઘર કરી ચુકી છે કે, વેક્સીન લીધા પછી તે સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકે છે અને તેમણે માસ્ક પહેરવાની કોઈપણ આવશ્યકતા રહેતી નથી પરંતુ, તેમની આ માનસિકતા દૂર કરતા તમને જણાવી દઈએ કે, જો તમે વેક્સીન લીધા પછી પણ કોરોનાના નિયમોનુ યોગ્ય રીતે પાલન કરશો નહિ તો તમારે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડશે.

આ ઉપરાંત વેક્સીન લીધા પછી પણ જો તમે યાત્રા કરો છો તો આ સમયે તમારે થોડી વિશેષ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. જ્યા સુધી વિશ્વમા મોટી સંખ્યામા લોકોને વેક્સીન લગાવી લેવાતી નથી ત્યા સુધી આવશ્યકતા ના હોય તેવી યાત્રાઓ ટાળો. નાની એવી બેદરકારી પણ તમને કોરોના સંક્રમિત કરી શકે છે.

જો તમે વેક્સીનના બંને ડોઝ લઈ રહ્યા છો તો તમારે પણ કોરોનાગ્રસ્ત વિસ્તારોમા જવાથી બચવુ જોઈએ. તેનુ કારણ ફક્ત એક જ છે કે, વેક્સીન લગાવ્યા પછી દરેક વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી નથી. માટે ઘરની બહાર જરૂર વિના જવુ જોઈએ નહી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "કોરોના વેક્સીન લગાવ્યા પછી ક્યારેય પણ ના કરવી આ ભૂલો, જાણી લો આ ભૂલોથી થતા નુકસાન વિશે…"
ટિપ્પણી પોસ્ટ કરો