ફુદીના ના છે અઢળક ફાયદાઓ, તેનાથી થશે આ બીમારીઓ દુર…

ફુદીનાનો બારેમાસ ઉપયોગ કરી શકાય છે. ફુદીનામાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી તત્વ ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાયબર અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. ફુદીનો વ્યક્તિને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો આપાવે છે. ફુદીનો નાખેલું લીંબુ પાણી પીવાથી શરીરની આંતરિક બળતરા દૂર થાય છે. જાણો ફુદીનાના ફાયદા.
માથાનો દુખાવો:
ફુદીનાના પાનનો લેપ માથા પર લગાવો. માથાના દુખાવામાં તરત આરામ મળશે.
મોઢાની દુર્ગંધ:
ફુદીનાનો રસ કાઢી તેમાં પાણી મિક્સ કરી તેનાથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.
પાચન:
ફુદીનાના 8-10 પાન પીસીને 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પાચન દુરસ્ત રહે છે.
ઊલટી:
ઊલટીમાં રાહત માટે અડધો કપ ફુદીનાનો રસ દર 2 કલાકે પીઓ.
લૂ લાગવા પર:
પાણીમાં ફુદીનાનો રસ મિક્સ કરી પીવો. લૂથી તરત રાહત મળશે.
તાવ:
2 કપ પાણીમાં ફુદીનાના 5-6 પાન, 5 કાળા મરી અને થોડું સિંધાલૂણ મીઠું નાખી અડધું રહે ત્યાં સુધી ઉકાળો અને તેની ચા બનાવીને પીવો.
એસિ઼ડિટી:
ફુદીનાના રસમાં લીંબુનો રસ અને મધ મિક્ષ કરીને પીવો. રાહત મળશે.
પેટમાં દુખાવો:
2 ચમચી ફુદીનાના રસમાં ચપટી જીરું પાઉડર, ચપટી હીંગ, ચપટી કાળા મરીનો પાઉડર અને સહેજ મીઠું મિક્ષ કરી પીવો.
0 Response to "ફુદીના ના છે અઢળક ફાયદાઓ, તેનાથી થશે આ બીમારીઓ દુર…"
ટિપ્પણી પોસ્ટ કરો