પાકિસ્તાની ફિલ્મ અને ટીવી શોમાં કામ કરી ચુક્યા છે બોલિવુડના આ સેલેબ્સ, જાણો કોણ-કોણ છે આ લિસ્ટમાં
પાકિસ્તાની ફિલ્મ અને ટીવી શોમાં કામ કરી ચુક્યા છે બોલિવુડના આ જાણીતા કલાકારો.
બોલિવુડના દરવાજા હર કોઈ માટે ખુલ્લા હોય છે એટલે ઘણીવાર વિદેશી કલાકાર અહીંયા કામ કરવા આવે ચર. પહેલા બોલીવુડમાં સૌથી વધારે વિદેશી કલાકાર પાકિસ્તાનમાંથી આવતા હતા જેમને હિન્દી સિનેમામાં કામ કરીને આપના દેશમાં પણ એમની અલગ ઓળખ બનાવી. જો કે એવું નથી કે ફક્ત ત્યાંના કલાકારો જ અહીંયા કામ કરતા હતા પણ પાકિસ્તાનની ઘણી ફિલ્મો અને ટીવી શોમાં ભારતીય કલાકારો પણ કામ કરી ચુક્યા છે. તો ચાલો તમને જણાવીએ એ કલાકારો વિશે જેમને પાકિસ્તાનમાં પણ કર્યું છે પોતાની કળાનું પ્રદર્શન.
નસરૂદિન શાહ.

બોલિવુડના દિગગજ અભિનેતા નસરૂદિન શાહે પણ પાકિસ્તાની મનોરંજન જગતમાં ઘણું સારું કામ કર્યું છે. નસરૂદિન શાહે પાકિસ્તાની ફિલ્મ ખુદા કે લીએમાં મહત્વનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકારો ફવાદ ખાન, શાન અને ઈમાન અલી દેખાયા હતા.
કિરણ ખેર.

બોલીવુડમાં બબલી માતાનું પાત્ર ભજવનાર કિરણ ખેર પણ પાકિસ્તાનની જમીન પર કામ કરી ચુકી છે. અનુપમ ખેરની પત્ની અને બીજેપી સાંસદ કિરણ ખેરે પાકિસ્તાની ફિલ્મ ખામોશ પાનીમાં કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2003માં ભારત અને પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે કિરણ ખેરને સ્વિત્ઝરલેન્ડમાં Locarno Film Festivalમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
શ્વેતા તિવારી.

નાના પડદાની જાણીતી કલાકાર શ્વેતા તિવારી પણ પાકિસ્તાની ફિલ્મમાં કામ કરી ચુકી છે. એમને પાકિસ્તાની ફિલ્મ સલતનતમાં કામ કર્યું હતું. જો કે આ ફિલ્મ પડદા પર કઈ ખાસ કમાલ ન કરી શકી પણ શ્વેતા જ નહીં બૉલીવુડ સ્ટાર આકાશદીપ સહગલ પણ આ ફિલ્મનો ભાગ હતો.
અમૃતા અરોરા.

બોલીવુડની અભિનેત્રી અમૃતા અરોરાએ પણ સરહદ પાર એક ફિલ્મમાં કામ કર્યું હતું. એમને ફિલ્મ ગોડફાધરની રિમેકમાં કામ કર્યું હતું. એ ફિલ્મમાં અમૃતા સિવાય હર્ષિતા ભટ્ટ, પ્રીતિ જંગિયાની અને કિમ શર્મા પણ દેખાયા હતા. એ સિવાય ફિલ્મ અભિનેતા અરબાઝ ખાન પણ ગોડફાધરની રિમેકનું ભાગ બની ચુક્યા છે.
સારા ખાન

નાના પડદાનો શો સપના બાબુલ કા વિદાયથી ઘર ઘરમાં ઓળખ બનાવનાર સારા ખાન પણ પાકિસ્તાની શોનો ભાગ રહી ચુકી છે. સારાએ પાકિસ્તાની શો યે કેસી મોહબબત હેમા કામ કર્યું હતું. આ શોમાં એમની સાથે પાકિસ્તાન અભિનેતા નૂર હસન પણ દેખાયા હતા.
જોની લીવર.

પોતાની દમદાર અભિનયથી લોકોનું દિલ જીતનાર કોમેડિયન એકટર જોની લીવર પણ પાકિસ્તાની ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. જોનીએ લવ મેં ગમ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં પાકિસ્તાની સુપરસ્ટાર મોમર રાણા અને રીના ખાન મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "પાકિસ્તાની ફિલ્મ અને ટીવી શોમાં કામ કરી ચુક્યા છે બોલિવુડના આ સેલેબ્સ, જાણો કોણ-કોણ છે આ લિસ્ટમાં"
ટિપ્પણી પોસ્ટ કરો