પત્ની પર બિલાડીએ કર્યો હુમલો, તો પતિએ બિલાડી સાથે એવું કર્યું કે તમે જોઈ નહીં શકો, વીડિયો વાયુવેગે વાયરલ

અમુક એવી ઘટનાઓ બનતી હોય છે કે જેનો વીડિયો ખુબ તેજીથી વાયરલ થઈ જતો હોય છે. ઘણા પ્રાણીઓના એવા વીડિયો વયારલ થતા હોય કે લોકો તેના દિવાના બની જતા હોય છે, તો કેટલાક પ્રાણિઓના એવા વીડિયો પણ સામે આવતા હોય છે જે ખુબ જ ડરામણા હોય છે. આવી જ એક ઘટના હાલમાં વોશિંગ્ટનમાં બની હતી જેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ટ્વિટર પર ખૂબ શેર થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક માણસ જંગલી બિલાડીને માર મારતો નજરે પડે છે.

image source

મળતી માહિતી મુજબ આ ઘટનાનો વીડિયો ઉત્તર કેરોલિનાનો છે જે એક દંપતીના ઘરની બહારના કેમેરામાં રેકોર્ડ થયો હતો. આ વ્યક્તિએ જંગલી બિલાડીને ઉપાડી અને ખુબ જ જોરથી મારવા લાગ્યો. પરંતુ આ પાછળનું કારણ જાણીને તમને ખુબ જ આશ્ચર્ય થશે. મળતી માહિતી મુજબ આ બિલાડીએ મહિલા પર હુમલો કર્યો અને આ વીડિયોમાં પણ તે મહિલાને ચીસો પાડતી અને દોડતી જોઈ શકાય છે. આ જંગલી બિલાડીએ જે મહિલા પર હુમલો કર્યો તેનું નામ ક્રિસ્ટી છે અને જે પુરુષ તે બિલાડીને પટકી રહ્યો છે તેનું નામ હેપી છે.

image source

બિલાડીએ મહિલા પર હુમલો કરતાની સાથે જ મહિલા જોરથી ચીસો પાડી અને તેના પતિ હેપી તેની તરફ દોડી ગયો. વીડિયોમાં આ મહિલા કહી રહી છે ઓહ ગોડ, હેપી જલ્દીથી મને બચાવો. હેપી બિલાડીને ઉપાડીને જોરથી જમીન પર જ પટકી દીધી હતી. આ પછી પણ બિલાડી પાછી ન ખસી. તે ફરથી ઉભી થઇ અને તે મહિલા તરફ આગળ વધી. હવે હેપી ખુબ જ ગુસ્સે થયો અને તેની પાછળ દોડ્યો. આ પછી જાણવા મળ્યું હતું કે તે જંગલી બિલાડી છે અને તે બાકી બિલાડીની જેમ નોર્મલ નથી તે પાગલ બિલાડી છે.

image source

ક્રેઝી હતી. હેપી એ કહ્યું કે ત સામાન્ય જંગલી બિલાડી આવું વર્તન કરતી નથી. આ બિલાડીના હુમલામાં બંનેને ઈજાઓ પહોંચી છે. આ આખી ઘટનાં બાદ તે બંને હોસ્પિટલમાં ગયા હતા અને હડકવા માટે રસી લીધી હતી. હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે

.

Related Posts

0 Response to "પત્ની પર બિલાડીએ કર્યો હુમલો, તો પતિએ બિલાડી સાથે એવું કર્યું કે તમે જોઈ નહીં શકો, વીડિયો વાયુવેગે વાયરલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel