ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધા પછી પણ ખૂબ જ પૈસાવાળી છે રેખા, જાણો કઇ રીતે ??
રેખાજી બોલીવુડની એક ખૂબ મોટી અભિનેત્રી છે. તે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એવરગ્રીન બ્યૂટીના નામથી પણ જાણીતી છે. તેમની 40 વર્ષીય ફિલ્મ કારકીર્દિમાં રેખાજીએ 180 થી વધુ ફિલ્મો કરી છે. 1970 માં ફિલ્મ ‘સાવન ભાદો’ થી બોલીવુડમાં ડેબ્યું કરનાર રેખા પૂરી 64 વર્ષની થઈ ચૂકી છે.
જો કે, તેમના લુક અને સુંદરતાથી તેમની ઉંમરની ખબર નથી પડતી. જેમ કે તમે બધા જાણો છો કે રેખાએ આ દિવસોમાં ફિલ્મોમાં આવવાનું બંધ કરી દીધું છે. તેઓ હવે જાહેરાત પણ નથી કરતી. પરંતુ જો તમે નોટિસ કર્યું હોય તો તેમની લાઈફ સ્ટાઈલમાં કોઈ ફેરફાર નથી આવ્યો.
તે આજે પણ ખૂબ જ આરામ અને ઉતમ રીતે જીવે છે. આવી સ્થિતિમાં તમે ક્યારેય વિચાર્યું છે કે ફિલ્મો અને જાહેરાતો ન કરવા છતાં રેખા પાસે આટલા પૈસા ક્યાથી આવે છે? છેવટે, તેમની આવકનો સ્રોત શું છે?
સંપત્તિનું ભાડુ:
જણાવી દઈએ કે રેખાના મુંબઈનો બેંદ્રા વિસ્તારમાં એક લક્ઝરી બંગલો છે. આ સિવાય તેની મુંબઈ અને ભારતમાં અન્ય સ્થળોએ ઘણી સંપત્તિઓ છે. આ જ રેખાની આવકનો સૌથી મોટો સ્રોત છે. આ સંપત્તિઓમાંથી રેખા પાસે ખૂબ મોટી રકમ ભાડા તરીકે આવે છે.
રાજકારણ:
રાજકારણ સાથે જોડાઈને પણ ઘણીવાર ફિલ્મ સ્ટાર્સ ઘણી કમાણી કરે છે. રેખા પણ તેમાંથી એક છે. રેખા રાજ્યસભાની સભ્ય પણ રહી ચૂકી છે. આવી સ્થિતિમાં તે દરમિયાન તેને ભારત સરકાર પાસેથી માસિક પગાર મળતો હતો.
જણાવી દઈએ કે આ દરમિયાન ઘણા લોકો ગુસ્સે પણ હતા કે રેખા સરકારના નાણાં લઈ રહી છે, ખાસ કરીને ત્યારે જ્યારે તે રાજ્યસભાની આ બેઠકોમાં ગેરહાજર રહેતી હતી. જો કે હવે તેમણે રાજકારણથી અંતર બનાવી લીધું છે.
ઈવેન્ટ્સ:
રેખા ભલે હવે ફિલ્મોમાં ન આવતી હોય, પરંતુ તે ઘણીવાર ફિલ્મ એવોર્ડ્સ, કોર્પોરેટ ઈવેન્ટ્સ અથવા ફેશન શોમાં જોવા મળે છે. ઘણી વાર લોકો તેને તેમની દુકાનનું ઉદઘાટન કરવા પણ બોલાવે છે. આ બધા સ્થળોએ જવા માટે રેખાજી ઘણી મોટી રકમ લે છે.
ફિલ્મમાં મહેમાનની ભૂમિકા:
રેખા હવે કોઈ ફિલ્મમાં કોઈ મોટી ભૂમિકા નિભાવતી નથી, પરંતુ કેટલીક વખત કોઈ ફિલ્મમાં મહેમાન તરીકે થોડીવાર માટે આવી જાય છે. પરંતુ આ થોડી મિનિટો માટેની એંટ્રી માટે પણ તેમને ઘણા પૈસા મળે છે.
બચત:
ઘણીવાર ફિલ્મ ઈંડસ્ટ્રીના લોકો દેખાડો કરવામાં વિશ્વાસ રાખે છે. આ લોકો મોંઘા બ્રાંડનાં કપડાં પહેરે છે, તો રજા પસાર કરવા માટે વિદેશ જાય છે. પરંતુ રેખાજી એક મધ્યમ વર્ગના પરિવાર સાથે સંબંધ ધરાવી ચુકી છે. આ કારણે તેને પૈસાની કિંમતનો અંદાજ છે. તેથી રેખાને વધારે પડતા ખર્ચા કરવાનું પસંદ નથી. તમે જોયું હશે કે રેખા ઘણીવાર સાડીમાં જોવા મળે છે.
આ સાડીઓ પણ મોટાભાગે તેમને ભેટમાં મળેલી હોય છે. રેખા તેના જૂના કલેક્શનની સાડી પુનરાવર્તન કરવામાં જરા પણ અચકાતી નથી. આ ઉપરાંત તેઓ રજાઓ મનાવવા માટે કેટલાક મોંઘા સ્થળોએ પણ ખૂબ જ ઓછી જાય છે. આ બધી બાબતોને કારણે રેખાના પૈસા વધારે ખર્ચ થતા નથી અને તેના બેંક બેલેંસમાં વધારો થતો રહે છે
0 Response to "ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધા પછી પણ ખૂબ જ પૈસાવાળી છે રેખા, જાણો કઇ રીતે ??"
ટિપ્પણી પોસ્ટ કરો