એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ રામ ભરોસે, લોકો મદદ માટે સુપરિન્ટેન્ડન્ટને ફોન કરે તો માહિતી ખાતાનો કર્મચારી ફોન ઉપાડે
ગુજરાતમાં દર્દીઓ રામ ભરોસે હોય એવું હાઈકોર્ટે પણ કહ્યું હતું. આ સાથે જ આપણે દરરોજ જોઈએ કે અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલમાં દરરોજ 70 એમ્બ્યૂલન્સની ગાડીઓ લાઈનમાં વેઈટિંગમા ઉભી રહે છે. ત્યારે હવે સિવિલને લઈને જે સમાચાર સામે આવ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે.

કારણ કે આમ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ અનેક લોકો સારવાર માટે તડફડિયાં મારે છે. માસૂમ દર્દીઓ સારવાર મળશે એવી આશા સાથે કલાકો સુધી એમ્બ્યુલન્સમાં રાહ જોઇને સિવિલ હોસ્પિટલ પહોંચે છે. એક તરફ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે આવેલા દર્દીઓ 40 ડીગ્રી ગરમીમાં પોતાને બેડ મળશે એ માટે 4 કલાક રાહ જુએ છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા તો એવી છે કે બધું ભગવાન ભરોસે જ ચાલીવલ રહ્યું છે.
ત્યારે હવે જે ખુલાસો થઈ રહ્યો છે એમાં એવું છે કે આવા સમયે કોઈ મદદ માટે સિવિલ સુપરિન્ટેન્ડન્ટને ફોન કરે તો જાણે તેમણે હોસ્પિટલમાં વ્યવસ્થા અંગેનો જવાબદાર કોઈ માણસ રાખ્યો હોય એ તેમનો ફોન ઉપાડીને જવાબ આપે છે. સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં આ પ્રકારની પરિસ્થિતિ ક્યારેય સર્જાઈ નથી અને હવે સર્જાતી જોવા મળે છે.

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાના નામે અવારનવાર અનેક પ્રશ્નો ઊભા થતાં આવ્યા છે, પરંતુ ક્યાંક લોકોને મદદ મળતાં કે સારો જવાબ મળતાં દર્દી અને તેમનાં સ્વજનો બધું નજરઅંદાજ કરતાં આવ્યાં હતાં, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે આ સ્થિતિ રહી નથી

સિવિલનો હાલનો માહોલ કંઈક એવો છે કે અહીં લોકો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. કેટલાકને અગ્રીમતા અને કેટલાકને છટણી કરવા જેવી ફરિયાદ પણ ઊભી થઇ રહી છે. અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડન્ટને દર્દીની મદદ માટે હવે કોઈ ફોન કરે તો તેમનો ફોન સુપરિન્ટેન્ડન્ટ પોતે ઉપાડતા નથી આ તો ખરેખર હદ થઈ ગઈ છે. તેમનો ફોન માહિતી ખાતાએ હંગામી રીતે નિમણૂક કરેલો સામાન્ય કર્મચારી ઉપાડે છે અને તે જ જાણે સુપરિન્ટેન્ડન્ટ હોય એ પ્રમાણે જવાબ આપી દે છે.

એટલું નહીં, હોસ્પિટલમાં શું વ્યવસ્થા છે અને શું કરવું એની સલાહ આપતાં પણ આ કર્મચારી અચકાતો નથી. તમે વિચારી શકો છો કે સિવિલ સુપરિન્ટેન્ડન્ટનો ફોન આ રીતે કોઈ અન્ય કર્મચારી ઉપાડશે તો ક્યારેક કોઈ અત્યંત ગંભીર સ્થિતિ થઈ શકે છે. તો સિવિલ હોસ્પિટલને નામોશીનો વારો આવશે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.

હાલમાં માહોલ એવો થઈ ગયો છે કે પહેલાં 108ને મળતાં કુલ ઇમર્જન્સી કેસોમાંથી 20 ટકા કેસ કોવિડના હતા, સંક્રમણ વધતાં આ કેસ વધીને 50 ટકાએ પહોંચ્યા છે. હોસ્પિટલમાં 700થી 800 બેડની કેપિસિટી સામે 1 હજાર કેસ આવતાં હોસ્પિટલ દ્વારા દર્દી માટે વોર્ડમાં જગ્યા કરવાથી લઈને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરે ત્યાં સુધી રાહ જોવી પડે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ રામ ભરોસે, લોકો મદદ માટે સુપરિન્ટેન્ડન્ટને ફોન કરે તો માહિતી ખાતાનો કર્મચારી ફોન ઉપાડે"
ટિપ્પણી પોસ્ટ કરો