આ કિસ્સા વિશે જાણી લગ્નમાં જવાનું તમે પણ કરી દેશો કેન્સલ
દેશભરમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સ્થિતિ સતત વણસી રહી છે. હોસ્પિટલોના બેડ દર્દીથી છલકાઈ રહ્યા છે. સારવાર લેવા માટે દર્દીઓએ વેટીંગમાં રહેવું પડે છે. જો કે હદ તો ત્યાં થઈ છે કે સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે લોકોને રાહ જોવી પડી રહી છે. કોરોનાની આ સ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે.

દેશના કેટલાક રાજ્યોમાં કોરોના ડરામણો બની રહ્યો છે તો કેટલીક જગ્યાએ હજુ પણ એવી ઘટનાઓ બને છે જેમાં લોકોની બેદરકારી છતી થાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી તેલંગણામાં. અહીં કોરોનાના સંકટ વચ્ચે પણ આશરે 400 જેટલા લોકો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા એકત્ર થયા અને પરીણામ જે આવ્યું તે રુંવાળા ઊભા કરી દે તેવું હતું.

જાણવા મળતી માહિતી અનુસાર તેલંગણાના લગ્નપ્રસંગમાં આશરે 400 લોકો સામેલ થયા હતા. આ લોકોના જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યા તો તેમાંથી 87 મહેમાનો કોરોના સંક્રમિત થઈ ચુક્યા હતા. આ ઘટનાથી આખા ગામમાં ખળભળાટ મચી ગયો હતો.
તેલંગણાના નિઝામાબાદ જિલ્લામાં આવેલા હનમજીપેટ ગામમાં યોજાયેલા લગ્નમાં જે લોકો આવ્યા હતા તેમને સંક્રમણ થયું અને એકસાથે 87 લોકો સંક્રમિત થયા હતા. 87 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્થિતિ એવી સર્જાઈ કે ગામમાં આ લોકોને રાખવા માટે આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું.

એક સાથે આટલા લોકો સંક્રમિત થતા આ ઘટના પણ ચર્ચાનો વિષય બની હતી. ત્યારબાદ આરોગ્ય કર્મચારી એ તમામ લોકોના પણ સંપર્કમાં સતત રહ્યા જેમણે લગ્નમાં હાજરી આપી હતી. જેથી અન્ય કોઈને સંક્રમણ થયું હોય તો તેને તુરંત સારવાર આપવામાં આવે અને સંક્રમણ અન્ય સુધી ન પહોંચે.
આ લગ્નમાં માત્ર એક ગામના નહીં પરંતુ નજીકના અન્ય ગામના લોકો પણ જોડાયા હતા. તેઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. કેટલાક લોકોની હાલત ગંભીર થતા તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડવા પડ્યા હતા. આ ઘટના બાદ સ્વાસ્થ્ય અધિકારી દ્વારા ગામમાં કોવિડ કેમ્પ શરુ કરવામાં આવ્યો હતો.

આવી સ્થિતિમાં જો તમને પણ લગ્નમાં જવાનું આમંત્રણ આવે તો એકવાર ચોક્કસથી વિચારજો કે તમને લગ્નમાં મહેમાન બનવા બદલ અકસ્માતે કોરોનાનું સંક્રમણ ભેટમાં મળી ન જાય. કારણ કે હવે દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા રોજ 1 લાખથી પાર હોય છે. તેવામાં જરૂરી છે કે લોકો પોતે જ જાગૃત થાય અને ધ્યાન રાખે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ કિસ્સા વિશે જાણી લગ્નમાં જવાનું તમે પણ કરી દેશો કેન્સલ"
ટિપ્પણી પોસ્ટ કરો