હિના ખાનના આ નવા વીડિયોએ સોશિયલ મીડિયા પર લગાવી આગ

હિના ખાનની કેટલી ફેન ફોલોઇંગ છે તેનો અંદાજ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પર આવી રહેલી લાઈક અને કમેન્ટ પરથી લગાવી શકાય છે. આ જ કારણ છે કે તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે વાતચિત કરતી રહે છે. તાજેતરમાં જ એક પ્રશંસકે તેની વિરુદ્ધ કેસ કરવાનું કહ્યું, જેનો અભિનેત્રીએ ખૂબ જ મજેદાર જવાબ આપ્યો.

તાજેતરમાં જ હિનાએ ઇન્સ્ટાગ્રામ પર લોકો સાથે ‘Ask me Anything’ સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તેમને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

એકે ફેને વિચિત્ર કોમેન્ટ

આ દરમિયાન એક પ્રશંસકે લખ્યું કે, હું તમારી વિરુદ્ધ કેસ નોંધાવીશ કે આવી ગરમીમાં તમે તમારી હોટનેસથી અમને મારી નાખશો. આના હસીને અભિનેત્રીએ જવાબ આપ્યો, કરી દો!

અભિનેત્રી હિના ખાન આજકાલ તેની સ્ટાઇલને કારણે સોશિયલ મીડિયા ક્વીન બની ગઈ છે. હિના વિવિધ પ્રકારના ફોટોશૂટ શેર કરીને પોતાને સ્ટાઇલ આઇકોન તરીકે સ્થાપિત કરી છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન તેણે અંડર વોટર વીડિયો શેર કરીને સનસનાટી મચાવી હતી.

અદભૂત આત્મવિશ્વાસ

આ વીડિયોમાં વોટર બેબી બનેલી હિના ખાનનો આત્મવિશ્વાસ જોવા લાયક છે. પાણીની અંદર પણતે ખૂબ જ કુલ જોવા મળી રહી છે. તેના ચહેરા પર પાણીની અંદર હોવા છતાં ગજબની સ્માઈલ જોવા મળી રહી છે. આ વિડિયો જોઈને દરેક ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

હિના ખાનની સફર

હિના ખાને ટીવી સોપ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ થી ઘરે ઘરે ઓળખ બનાવી હતી. ‘કસૌટી જિંદગી કે’માં કોમલિકાના પાત્રની ખુબ પ્રશંસા થઈ હતી. બાદમાં, તેણે 2020 માં ‘હેકિંગ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ZEE5 ના ‘અનલોક’ સાથે ડિજિટલ સ્પેસમાં પણ કામ કર્યું. 2017 માં, તેણે ટીવી રિયાલિટી શો ‘ફિયર ફેક્ટર: ખત્રો કે ખિલાડી’ અને ‘બિગ બોસ 11’ માં ભાગ લીધો હતો. તે બંનેમાં પ્રથમ રનર અપ તરીકે ઉભરી આવી હતી.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો

આટલું જ નહીં હિનાએ થોડા વર્ષો પહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પણ વોક કર્યું હતુ, જેને લઈને તેની ઘણી પ્રશંશા કરવામાં આવી હતી. તાજેતરમાં જ હિનાનો નવો મ્યુઝિક વીડિયો ‘બેદર્દ’ રિલીઝ થયો છે જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રોકી સાથે રિલેશનશિપમાં હિના

અંગત જીવનની વાત કરીએ તો હિના ટીવી નિર્માતા રોકી જયસ્વાલ સાથે રિલેશનશિપમાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "હિના ખાનના આ નવા વીડિયોએ સોશિયલ મીડિયા પર લગાવી આગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel