વિરાટ કોહલી થી લઈને કપિલ દેવ સુધીના, ભારતીય ક્રિકેટરો ચલાવે છે લક્ઝુરિયસ રેસ્ટોરંટ, જુઓ તેની સુંદર તસવીરો..
આજે જો રમતગમતની દુનિયા અને ખાસ કરીને ક્રિકેટરોની વાત કરીએ તો તેમની લોકપ્રિયતા કોઈ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સથી ઓછી નથી. પછી ભલે વાત સંપત્તિની હોય કે ખ્યાતિની, આજે ક્રિકેટરો પણ લગભગ દરેક બાબતમાં બોલીવુડ સ્ટાર્સથી ઓછા નથી.
આવી સ્થિતિમાં આજે અમારી આ પોસ્ટ દ્વારા અમે તમને કેટલાક એવા ક્રિકેટર્સનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેઓ સાઈડ બિઝનેસ માટે પોતાનું રેસ્ટોરન્ટ પણ ચલાવે છે અને અહીંથી તેઓ ઘણી સારી કમાણી કરે છે.
વિરાટ કોહલી:
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ આ લિસ્ટમાં પહેલા નંબર પર છે. વિરાટની વાત કરીએ તો એક તરફ જ્યારે તે ક્રિકેટમાંથી કરોડોની કમાણી કરે છે, તો બીજી તરફ તે પોતાનું રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. વિરાટના આ રેસ્ટોરન્ટનું નામ નુએવા છે, જે સાઉથ દિલ્હીના આર.કે. પુરમમાં આવેલું છે. જણાવી દઈએ કે આ રેસ્ટોરન્ટનું નામ સ્પેનિશ ભાષામાં છે. વિરાટે આ રેસ્ટોરન્ટની શરૂઆત વર્ષ 2017 માં કરી હતી અને આજે પણ દરેક દિલ્લી વિઝિટ પર વિરાટ પોતાના આ રેસ્ટોરંટ પર જરૂર જાય છે.
ઝહીર ખાન:
ભૂતકાળના જાણીતા ભારતીય ક્રિકેટર ઝહીર ખાને પણ પોતાનો એક સાઈડ બિઝનેસ શરૂ કરવા માટે એક રેસ્ટોરંટ ખોલ્યું હતું. ઝહીર ખાને પોતાના રેસ્ટોરંટને વર્ષ 2005 માં શરૂ કર્યું હતું તે પુણેમાં આવેલું છે અને આજે તેના રેસ્ટોરન્ટની ગણતરી મોટા લૉન્ઝમાં કરવામાં આવે છે અને ઘણીવાર તેમના આ લક્ઝુરિયસ રેસ્ટોરંટમાં સેલેબ્સ આવતા રહે છે. આ રેસ્ટોરન્ટનું નામ જેકે’સ’ છે, જે તેના પોતાના નામનો પહેલો અક્ષર છે.
કપિલ દેવ:
90 ના દાયકાના સૌથી પ્રખ્યાત અને મજબૂત ક્રિકેટર રહેલા કપિલ દેવ તેમના સમયમાં ટીમના કેપ્ટન પણ રહ્યા હતા. સાથે જ કપિલદેવે ક્રિકેટની સાથે સાથે પોતાનું એક રેસ્ટોરંટ પણ ઘણા સમય પહેલાથી શરૂ કર્યું હતું. કપિલે તેનું આ રેસ્ટોરન્ટ ચંદીગઢમાં શરૂ કર્યું હતું અને તેનું નામ કપિલ્સ ઇલેવન રેસ્ટોરન્ટ છે. તેમના આ રેસ્ટોરન્ટની વાત કરીએ તો, તેમનું આ રેસ્ટોરંટ અંદરથી લઈને બહાર સુધી ખૂબ જ લક્ઝુરિયસ છે અને તેમના રેસ્ટોરંટની અંદર વુડન વર્ક જોવા મળે છે.
રવિન્દ્ર જાડેજા:
ભારતીય ક્રિકેટ ટીમનો બીજા મહાન ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ આ લિસ્ટમાં શામેલ છે. રવિન્દ્ર જાડેજાએ ગુજરાતના રાજકોટમાં પોતાના આ રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી, જેનું નામ જડ્ડસ ફૂડ ફીલ્ડ છે. જો કે જાડેજા તેના આ રેસ્ટોરન્ટ પર વધુ ધ્યાન આપી શકતા નથી અને આવી સ્થિતિમાં તેની બહેન નયનાબા જાડેજા આ રેસ્ટોરન્ટ સંભાળે છે. પરંતુ જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ તેમના આ રેસ્ટોરન્ટમાં ઘણા પૈસા ખર્ચ કર્યા છે.
જયવર્ધને:
તે ભારતીય ક્રિકેટર નથી પરંતુ શ્રીલંકાના ક્રિકેટર છે જેમણે શ્રીલંકાના કોલંબોમાં પોતાનું રેસ્ટોરન્ટ ખોલ્યું છે. જયવર્ધનના આ રેસ્ટોરંટનું નામ મિનિસ્ટ્રી ઓફ ક્રૈબ છે જે શ્રીલંકાનું એક ખૂબ જ ચર્ચિત રેસ્ટોરંટ છી અને તેની શરૂઆત તેમને વર્ષ 2011 માં કરી હતી
0 Response to "વિરાટ કોહલી થી લઈને કપિલ દેવ સુધીના, ભારતીય ક્રિકેટરો ચલાવે છે લક્ઝુરિયસ રેસ્ટોરંટ, જુઓ તેની સુંદર તસવીરો.."
ટિપ્પણી પોસ્ટ કરો