જો પગમાં અસહ્ય પીડા થતી હોય તો તુરંત જ અજમાવો આ રામબાણ ઉપાય, અને મેળવો છૂટકારો

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા પગમા દુ:ખાવાની સમસ્યા એ એકદમ સામાન્ય બની ચુકી છે. આજે આ લેખમા અમે તમને આ પગના દુ:ખાવાની સમસ્યાથી કેવી રીતે મુક્તિ મેળવવી તે અંગે જણાવીશુ. પહેલાના સમયમા તો ફક્ત વૃદ્ધ લોકો જ આ સમસ્યાથી પીડાતા હતા જ્યારે આજના સમયની વાત કરીએ તો નાની વયના લોકો પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે શું છે આ પાછળના કારણો તથા તેના ઉપાય વિશે આજે આપણે આ લેખમા ચર્ચા કરીશુ.

image socure

જો તમને પણ અવારનવાર પગમા દુ:ખાવાની સમસ્યા થતી હોય તો તે પણ કોઈ રોગની નિશાની હોય શકે છે. જો આપણે આ પગમા દુઃખાવો થવા પાછળના કારણો શોધીએ તો તેની પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે. જેમકે, ઘણીવાર એવુ પણ બને છે કે, શારીરિક શ્રમનુ પ્રમાણ ખુબ જ વધી ગયુ હોય અને તેના કારણે પગ પર વધારે પડતુ દબાણ આવતા તેમા દુઃખાવાની સમસ્યા થઇ શકે છે.

image socure

આ સિવાય ડાયાબીટીસની સમસ્યા, શરીરના કોઈ ભાગ પર ઈજા થવી, વધારે પડતુ ચાલવુ, વધારે પડતુ આલ્કોહોલનુ સેવન વગેરે જેવા કારણોને લીધે આપણને અવારનવાર પગમા દુઃખાવાની સમસ્યા ઉપડી જતી હોય છે. આજે આ લેખમા આપણે આ સમસ્યાના નિવારણ માટેના અમુક ઉપાયો વિશે માહિતી મેળવીશુ, ચાલો જાણીએ.

image soucre

જ્યારે કોઈપણ વ્યક્તિ વધારે પડતી દોડધામ કરે છે ત્યારે તેમને પગમા એકાએક દુ:ખાવો ઉપડી જાય છે. આ સમયે જો તમે પગમા બરફ ઘસીને ત્યારબાદ ઠંડો પાટો બાંધો તો તમને આ કળતરની સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે.

image socure

આ સિવાય હળદરનુ સેવન કરવાથી પણ તમને આ પગના દુઃખાવામા રાહત મળી શકે છે.

image socure

આ સિવાય જો તમને તમારા પગમા વધુ પડતી પીડા થઇ રહી હોય તો તમે સરસવનુ ઓઈલ લઈને તેને પગમા ઘસીને પણ તમારા પગના દુ:ખાવામાંથી રાહત મેળવી શકો છો. આ ઉપરાંત તમારા પગના દુ:ખાવામાંથી મુક્તિ મેળવવા માટે લવિંગનો ઉપયોગ પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ લવિંગ ઓઈલનો ઉપયોગ તમને તમારા પગના દુ:ખાવામાંથી તુરંત મુક્તિ અપાવશે.

image socure

આ ઉપરાંત તમારા પગની અસહ્ય પીડાને દૂર કરવા માટે વધુ એક અન્ય ઉપાય પણ ઉપયોગી સાબિત થઇ શકે છે, આ ઉપાય છે સિંધવ નમક. જો તમે ગરમ પાણીમા સિંધવ નમક મિક્સ કરીને તે પાણીમા તમારા પગ ડુબોડી રાખો છો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઈ શકે છે, માટે જ્યારે પણ તમે પગના દુખાવાની સ્મયાથી પીડાવ ત્યારે એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "જો પગમાં અસહ્ય પીડા થતી હોય તો તુરંત જ અજમાવો આ રામબાણ ઉપાય, અને મેળવો છૂટકારો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel