પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા આ દિવસે મળશે ખેડૂતોને, જાણો શું છે પ્લાન

પીએમ મોદી આગામી 14મેના રોજ એટલે કે અક્ષય તૃતિયાના દિવસે પીએમ કિસાન યોજનાના આઘારે ખેડૂતોને નવો હપ્તો આપશે. આ સાથે આ દિવસે ખેડૂતો સાથે વાતચીત પણ કરશે. તેની જાણકારી કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહે આપી છે.

प्रधानमंत्री किसान सम्मान निधि योजना (PM Kisan Samman Nidhi scheme)
image source

દેશના કરોડો ખેડૂતો જે પીએમ કિસાન સમ્માન નિધિનો આઠમો હપ્તો આવવાની રાહ જોઈ રહ્યા છે તેમને માટે સારા સમાચાર આવ્યા છે. પીએમ મોદી આગામી 14મી મેના રોજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે પીએમ કિસાન યોજનાના આધારે આઠમો હપ્તો જાહેર કરશે. સાથે દેશના ખેડૂતો સાથે આ દિવસે સવારે 11 વાગે વાત પણ કરશે. આ વાતની જાણકારી કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહે આપી છે.

કૃષિ મંત્રાલયના આધારે પીએમ મોદી 14 મે એટલે કે શુક્રવારે સવારે 11 વાગે ખેડૂતો સાથે વાત કરશે અને સાથે પીએમ કિસાન યોજનાના આધારે નવો હપ્તો પણ જાહેર કરશે, પીએમ કિસાન યોજનાના આધારે કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં 6000 રૂપિયાની આર્થિક મદદ આપશે. આ રાશિ સીધી ખેડૂતોના ખાતમાં જમા થશે. 6000 રૂપિયાની 3 હપ્તામાં 2000 રૂપિયા જમા કરાશે.

14 મેના રોજ સવારે પીએમ મોદી 11 વાગે ખેડૂતો સાતે કરશે વાત

image source

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના આધારે રજિસ્ટર્ડ ખેડૂતોને આ માટે મંગળવારની સવાર મેસેજ પણ આવ્યો છે. તેમાં લખ્યું છે કે માનનીય પીએમ મોદી 14મેના રોજ વારે 11 વાગે ખેડૂતો સાથે વાત કરશે અને પીએમ કિસાન યોજનાના આધારે નવો હપ્તો જાહેર કરાશે. આ કાર્યક્રમમાં તમે pmindiawebcast.nic.in અથવા દૂરદર્શનની મદદથી જોડાઈ શકો છો. આ કાર્યક્રમમાં સમ્મિલિત થવા માટે તમે આમંત્રિત છો.

આ દિવસે આવે છે ખેડૂતોના ખાતામાં હપ્તાના રૂપિયા

image source

પીએમ કિસાન યોજનાના આધારે દર વર્ષે 2000 રૂપિયાનો પહેલો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ અને બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરમાં અને ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધીમાં આપવામાં આવે છે. જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમના ખાતામાં રૂપિયા જમા કરાય છે. આ માટે https://pmksan.gov.in/ વેબસાઇટ જાણકારી આપે છે. અહીં પીએમ કિસાન સમ્માન નિધિના લાભાર્થીઓનું લિસ્ટ છે. તેને પણ સરકાર દ્વારા સમયાંતરે અપડેટ કરાય છે.

આ રીતે ચેક કરો હપ્તાનું સ્ટેટસ

image source

વેબસાઈટ પર પહોંચ્યા બાદ જમણી બાજુમાં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો. આ પછી બેનિફિશિયરી સ્ટેટસ ઓપ્શન પર ક્લિક કરો. આ પછી નવું પેજ ખુલશે. અહીં તમે આધાર નંબર, મોબાઈલ નંબર ભરો. આ પછી તમારા સ્ટેટસની જાણકારી મળી જશે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના માટે તમે ઘરે બેઠા રજિસ્ટ્રેશન કરી શકો છો. આ પછી તમારી પાસે પોતાના ખેતરની ખતૌની, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. આ માટે તમે પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરી શકો છો.

આ નંબરો પર પણ કરી શકાય છે સંપર્ક

image source

કિસાન પીએમ કિસાન હેલ્પલાઈન પરથી પણ જાણકારી લઈ શકે છે અને કોઈ સમસ્યા હોય તો ફરિયાદ કરી શકે છે. પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261 છે. આ સિવાય પીએમ કિસાન ટોલ ફ્રી નંબર 18001155266 અને લેન્ડ લાઈન નંબર 011-23381092, 23382401 પણ છે. પીએમ કિસાનની એક અન્ય હેલ્પલાઈન 0120-6025109 છે અને ઈમેલ આઈડી [email protected] છે.

0 Response to "પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા આ દિવસે મળશે ખેડૂતોને, જાણો શું છે પ્લાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel