વર્ષ 2021નું પહેલું વાવાઝોડું: ગુજરાતમાં આ તારીખે ‘તૌકતે’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, 35-40 કિમીની ઝડપે ફૂંકાઇ શકે છે પવન
સૌરાષ્ટ્ર અને કચ્છ પર કોરોનાની આફત કહેર વર્ષાવી રહી છે ત્યારે વધુ એક કુદરતી આફત લોકો પર તોળાઈ રહી છે. આ આફત છે વાવાઝોડાની. આ વાવાઝોડું વર્ષ 2021નું પહેલું વાવાઝોડું છે અને તેનું નામ છે તૌકતે. મ્યાંમાર દ્વારા આ વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડું 19 અથવા 20 મેના રોજ ત્રાટકે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર અરબ સાગરમાં દક્ષિણપૂર્વ તરફથી 14 મેના રોજ લો પ્રેશર સર્જાતુ જણાય છે. આ લો પ્રેશર 15 મેના રોજ પૂર્વ-મધ્ય અરબ સાગરમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ શકે છે. તેવામાં આ સંભાવનાના આધારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 19, 20 મેના રોજ તૌકતે વાવાઝોડું ફુંકાઈ શકે છે. આ વાવાઝોડની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્ર પર થશે. આ વાવાઝોડા દરમિયાન 35થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 19 મેના રોજ તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકે તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર પર જોવા મળશે. આ વિસ્તારોમાં વેરાવળ, પોરબંદર, ભાણવડ, સલાયા, દ્વારકા, જામનગર, મોરબીનો સમાવેશ થાય છે. અહીં વાવાઝોડાની વધુ અસર જોવા મળશે. જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં માંડવી, ગાંધીધામ, નલિયા, રાપર, ખાવડા, લખપતમાં વાવાઝોડુ વધુ અસર કરશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 19 અને 20 મે ના રોજ વાવાઝોડુ તેના પીક પર હશે. આ સમય દરમિયાન 35થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો કે આ વાવાઝોડુ કઈ દિશા તરફ ફંટાશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
અનુમાન છે કે જો વાવાઝોડુ ઓમાનનો દરિયો પાર કરશે તો તે પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. તેવી સ્થિતિમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર 14 મેના રોજ સર્જાનાર લો પ્રેશરના કારણે ભારતમાં કેરળ, કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
જો કે આ વાવાઝોડાની આગાહી સાથે જ તંત્ર પણ તૈયારીમાં લાગી ગયું હોય તેમ લાગે છે. આ મામલે એક બેઠક પણ ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા માટે વહિવટી તંત્રની સજ્જતા માટે ઓનલાઈન સમીક્ષા કરવામાં આવી હતી. કોરોનાના સમયમાં આ પ્રકારની કુદરતી આફતને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનું જણાવાયું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "વર્ષ 2021નું પહેલું વાવાઝોડું: ગુજરાતમાં આ તારીખે ‘તૌકતે’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, 35-40 કિમીની ઝડપે ફૂંકાઇ શકે છે પવન"
ટિપ્પણી પોસ્ટ કરો