લ્યો બોલો! ગધેડીના દૂધનો વ્યવસાય કરવા ભેગા થયા અને બનાવી નાખ્યો નકલી રેમડેસિવિર વેંચવાનો પ્લાન
હાલમાં ગુજરાતમાં રોજના 14 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને મેડિકલ ક્ષેત્રે ઈમરજન્સી જેવી હાલત છે. લોકોને ઓક્સિજન મળતો નથી, હોસ્પિટલમાં બેડ ખાલી નથી અને જો ભાગ્યવશ હોસ્પિટલમાં બેડ મળી પણ જાય તો જરૂરી દવા અને ઈન્જેક્શનો માટે આંખે અંધારા આવી જાય છે.

આવી પરિસ્થિતિનો લાભ લઈ કેટલાક લેભાગુ તત્વો નકલી ઈન્જેક્શનો બનાવવા લાગ્યા. જો કે પોલીસને જાણ થતા તેમને હાલમાં જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર કૌભાંડ શી રીતે આચરવામાં આવ્યું તેની વિગતે વાત કરીએ તો, નકલી રેમડેસિવિર ઇન્જેક્શનોનું કૌભાંડ આચરનારા આરોપીઓમાં મુખ્ય આરોપીઓ પૈકી ત્રણે શરૂઆતમાં કોસ્મેટિક્સના ઉપયોગમાં વપરાતા ગધેડીના દૂધનો વ્યવસાય કરવા ભેગા થયા હતા. તો બીજી તરફ હાલની મહામારીનો લાભ લઈ નકલી રેમડેસિવિર ઇન્જેક્શનોનો ધંધો કરવા તરફ વળી ગયા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

તો બીજી તરફ આ સાતેય આરોપીઓને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી. એચ. ઘાસુરાએ 8 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. નોંધનિય છે કે, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે નકલી રેમડેસિવિર ઇન્જેક્શનોના જથ્થા સાથે 7 આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે હોટેલ હયાતમાંથી પકડાયેલા આરોપી નિતેષ જોષી પાસેથી 21 લાખથી વધુ રોકડ અને 103 ઇન્જેક્શન મળી આવ્યાં હતાં.

આ અંગે ક્રાઇમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, 2020માં કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન તે વિવેક મહેશ્વરી (વડોદરા) કે જે ફાર્માસ્યુટિકલ અને સર્જિકલનો ધંધો કરે છે. તેની પાસેથી થર્મલ ગન ખરીદી કરતા સંપર્કમાં આવ્યો હતો. આ ઉપરાંત વિવેક અને તેના મિત્ર દિશાંતે રેમડેસિવિર ઇન્જેક્શનો આપવાની વાત કરી હતી. ત્યાર બાદ નિતેષ તેમને મળવા વડોદરા ગયો હતો, જ્યાં બંનેએ કહ્યું કે તેમની પાસે સીલપેક ઇન્જેક્શનમાં સેલ્બેકટમ એન્ટિબાયોટિક છે.

તેમણે કહ્યું કે, આ ઇન્જેકશન પર લગાવેલા અસલ સ્ટિકર કાઢી નાખી તેના પર રેમડેસિવિર ઇન્જેક્શનના ખોટા સ્ટિકર લગાવી બોક્સ તૈયાર કરી વેચવામાં આવે તો તેમાંથી મોટા પ્રમાણમાં પૈસા બનાવી શકાય. ત્યાર બાદ આ ગોરખધંધાની શરૂઆત થઈ. નિતેષ, વિવેક અને દિશાંતે ભેગા મળીને નકલી રેમડેસિવિર ઇન્જેક્શનો બનાવવાનું ષડયંત્ર ઘડી કાઢ્યું, અને ત્રણેયે પોત પોતાના કામ વેચી લીધા. જેમા દિશાંતે નકલી સ્ટિકરો પ્રિન્ટ કરવા માટેની જવાબદારી લીધી અને અમવાદમાં નકલી સ્ટિકરો છપાવ્યા.
તો બીજી તરફ નકલી રેમડેસિવિર ઇન્જેક્શનો બનાવનારા આરોપીઓ પાસેથી પોલીસે 1100 ઇન્જેક્શનો જથ્થો કબજે કર્યાં છે. આ અંગે આરોપીઓએ કહ્યું કે, તેમણે અત્યાર સુધીમાં 700થી વધુ નકલી ઇન્જેક્શનો બજારમાં કોરોનાના દર્દીઓનાં સગાંને મોટી કિંમત લઈ વેચી દીધા છે. તો બીજી તરફ આ સમયમાં નકલી રેમડેસિવિર ઈન્જેકશનો લેનારા દર્દીઓના જીવનું જોખમ ઊભું થયું છે. જે અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ અંગે ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. પી. ચુડાસમાએ જણાવ્યું હતું કે, નકલી રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો પકડાયા બાદ જ્યાં નકલી ઇન્જેક્શનનાં સ્ટિકર છાપવામાં આવી રહ્યા હતા. તે જગ્યાએ ક્રાઇમ બ્રાંચની એક ટીમે શુક્રવારે આરોપી પારિલ પારિતોષ પટેલના પ્રિન્ટિંગ પ્રેસમાં રેડ કરીને ત્યાંથી મોટી સંખ્યામાં રેમડેસિવિરના નકલી સ્ટિકરોનો જથ્થો કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તમને જણાવી દઈએ કે, નિતેષ જોષી પાસેથી નકલી રેમડેસિવિરના ઇન્જેક્શનના 103 નંગ, મોબાઇલ ફોન અને રૂ.21 લાખ રોકડા. જય ઉર્ફે સની ઠાકુર પાસેથી 30 ઇન્જેક્શન, એક્ટિવા, મોબાઇલ ફોન. સનપ્રીત વીરઘી પાસેથી 20 ઇન્જેક્શન, બાઇક અને મોબાઇલ ફોન, રાજ વોરા પાસેથી 10 ઇન્જેક્શન, મોબાઇલ ફોન અને શક્તિસિંહ રાજપૂત પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યા છે. હાલમાં પોલીસ આ અંગે વધુ માહિતી એકઠી કરી રહી છે.

નોંધનિય છે કે હાલમાં રાજ્યમાં રેમડેસિવિરની ભારે અછત ચાલી રહી છે, તો બીજી તરફ ગુજરાત સરકારને બીજી લહેરમાં રેમડેસિવિરનો 90 હજારનો જથ્થો રાજ્યને મળ્યો હોવા છતા અછત કેમ તેવો પ્રશ્ન કોંગ્રેસના મુખ્ય પ્રદેશ પ્રવકત્તા ડો. મનીષ દોશીએ આક્ષેપ કર્યો હતો કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. આ અંગે મનિષ દોશીએ વધુમાં કહ્યું કે, હેટરો કંપનીએ રેમડેસિવિરનો 90 હજાર ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડ્યો તેની યાદી કંપનીએ તેની વેબસાઇટ પર જાહેર કરી છે. એટલુ જ નહીં આ પુરાવા રજૂ કરતા દોશીએ સીબીઆઈ તપાસ થશે તો અનેક કૌભાંડીઓના નામ ખૂલે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે. જો નિષ્પક્ષ તપાસ કરવમાં આવે તો અનેક મોટા માથાના નામ સામે આવી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "લ્યો બોલો! ગધેડીના દૂધનો વ્યવસાય કરવા ભેગા થયા અને બનાવી નાખ્યો નકલી રેમડેસિવિર વેંચવાનો પ્લાન"
ટિપ્પણી પોસ્ટ કરો