શનિની શરૂ થશે ઉલટી ચાલ, આ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, જાણો તમારી રાશિ છે આમાં?
23 મેથી શનિદેવ ઉલટી ચાલ ચાલવાના છે. જ્યોતિષમાં શનિ ગ્રહની વિશેષ ભૂમિકા માનવામાં આવે છે. શનિ વ્યક્તિઓને એમના કર્મ અનુસાર ફળ આપે છે. શનિ બધા ગ્રહોમાં સૌથી મંદ ગતિ ચાલનાર ગ્રહ છે. શનિ કોઈ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. એ સિવાય શનિ વક્રીથી માર્ગી અને માર્ગીથી વક્રી પણ થતો રહે છે.

શનિ હાલના સમયમાં મકર રાશિમાં વિરાજમાન છે. શનિ 23 મેથી મકર રાશીમાં જ ઉલટી ચાલ ચાલવા લાગશે. શનિની ઉલટી ચાલથી એ રાશિના જાતકો પર પ્રભાવ પડશે જેમની ઉપર શનિની સાડા સાતી ચાલી રહી છે.
ધન રાશિ.

શનિની સદા સાતી ધન રાશિ પર ચાલી રહી છે. ધન રાશિમાં શનિની સદા સાતીનું અંતિમ ચરણ છે. એવામાં 23 મેથી શનિના વક્રી થવાના કારણે આ રાશિના જાતકો પર પ્રતિકૂળ પ્રભાવ પડશે. નુકશાન થવાના સંકેત છે. જ્યારે શનિદેવ 29 એપ્રિલ 2022માં મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવી જશે ત્યારે ધન રાશિના જાતકોની શનિની સાડા સાતી ખતમ થઈ જશે. જો કે શનિ ફરી એકવાર 12 જુલાઈ 2021થી 27 જાન્યુઆરી 2023 સુધી વક્રી ચાલ ચાલતા મકર રાશિમાં પ્રવેશ કરશે. એ કારણે ફરી એકવાર ધન રાશિ પર શનિની સાડા સાતી ચડી જશે. પણ આ વખતે શનિનો પ્રભાવ પહેલા જેવો નહિ હોય.17 જાન્યુઆરી 2023 પછીથી ધન રાશિના જાતકો પરથી શનિની સદા સાતી સંપૂર્ણ રીતે હટી જશે.
મકર રાશિ.

શનિ આ રાશિમાં વર્તમાન સમયમાં વિરાજમાન છે. એવામાં 23 મેથી ઉલટી ચાલથી નોકરી અને સ્વાસ્થ્યમાં તકલીફ વધી જશે. 2025માં મકર રાશિ પરથી શનિની સાડા સાતી ખતમ થઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે એ રાશિની એક રાશિ પહેલા અને એક રાશિ પછી સુધી શનિની સાડા સાતીની અસર રહે છે. કહેવાનો અર્થ છે કે ત્રણ રાશિ પર શનિની સાડા સાતી અઢી અઢી વર્ષ માટે રહે છે. શનિ જ્યારે મીન રાશિમાં ગોચર કરી જાય છે ત્યારે મકર રાશિના જાતકોને શનિની સાડા સાતીની અસરમાંથી મુક્તિ મળશે.
કુંભ રાશિ.

જ્યોતિષ ગણના અનુસાર કુંભ રાશિના જાતકો પર શનિની સાડા સાતીનો પહેલું ચરણ ચાલી રહ્યું છે. શનિ આ રાશિના સ્વામી પણ છે. એવામાં શનિના વક્રી હોવાના કારણે તમારા કામ કાજમાં ગીરાવટ જોવા મળી શકે છે. જ્યોતિષ ગણના અનુસાર જો તમારી જન્મ કુંડળીમાં વક્રી શનિ શુભ સ્થિતિમાં છે તો તમારી અવધિમાં શુબ ફળો પ્રાપ્ત થઈ શકે છે. તો અશુભ થવા પર તમારા કાર્યોમાં ઘણા બધા પ્રકારની બાધાઓ આવશે. અશુભ શનિ જાતકોને શારીરિક અને માનસિક કષ્ટ આપે છે.
0 Response to "શનિની શરૂ થશે ઉલટી ચાલ, આ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, જાણો તમારી રાશિ છે આમાં?"
ટિપ્પણી પોસ્ટ કરો