આ રીતે મેકઅપ કરીને તમે મેળવી શકો છો ઓસમ લૂક, જાણી લો ખાસ ટિપ્સ
હોઠ પર કોઈ પણ રંગનો લિપ કલર એપ્લાય કરવાથી ફેસના અન્ય મેકઅપને રૌપી લૂક મળે છે. આ માટે લિપ કલરનું સિલેક્શન એવું રાખો જે તમારા લુકને ઓસમ બનાવવામાં તમારી મદદ કરે.

સામાન્ય દિવસ હોય કે કોઈ પ્રસંગ હોય, તમે લિપ કલર લગાવવાનું પસંદ કરો છો. પરંતુ લિપ કલર લગાવી લેવાનું પૂરતું નથી. પરફેક્ટ લિપ કલરની મદદથી પણ તમે ખાસ લૂક મેળવી શકો છો. ઓસમ લૂક માટે તમારે કયા લિપ કલર યૂઝ કરવા તે પણ અહીં જાણો.
લાઈટ બ્રાઉન લિપ કલર
/cdn.cliqueinc.com__cache__posts__246641__chestnut-brown-hair-246641-1515784691281-main.700x0c-4b4f807175334023b527dd585413c118-0a771a12171942af85d5b19379346c37.jpg)
લાઈટ બ્રાઉન લિપ કલરની ખાસિયત છે કે તે કોઈપણ સ્કીન કોમ્પલેક્શનની સાથે સૂટ કરે છે. તમારો સ્કીન ટોન ડાર્ક કે લાઈટ હોય, તમે લાઈટ બ્રાઉન લિપ કલર પોતાના લિપ્સ પર એપ્લાય કરી શકો છો. આ લિપ કલરનું સિલેક્શન તમને ખાસ લૂક આપવામાં તમારી મદદ કરી શકે છે.
બ્રાઈટ હોટ રેડ લિપ કલર

બ્રાઈટ હોટ રેડ લિપ કલર ફેર સ્કીન ટોનની મહિલાઓને વધારે સૂટ કરે છે. સુંદરતા કાયમ રાખવા માટે તમે આ પ્રકારના શેડને પસંદ કરી શકો છો. આ કલરને એપ્લાય કરતાં ધ્યાન રાખો કે ફેસનો અન્ય મેકઅપ લાઈટ હોય. તો આ લિપ કલરનું સિલેક્શન તમને ઓસમ લૂક આપી શકે છે. બ્રાઈટ હોટ રેડ લિપ કલર દરેકનો ફેવરિટ હોય છે પણ ડાર્ક સ્કીન ટોનની મહિલાઓને આ લિપ કલરને એપ્લાય કરવાથી બચવું.
કોરલ શેડ લિપ કલર

કોરલ શેડ લિપ કલર ખાસ કરીને ફેર સ્કીન ટોનની મહિલાઓના લૂકને ઓસમ બનાવે છે. આ કલરનો ઉપયોગ દિવસ કે રાત કોઈ પણ સમયે કરી શકાય છે. ડાર્ક સ્કીન ટોન ની મહિલાઓના લિપ્સ પર તેના સિંગલ કે લાઈટ કોટ સાંજના સમયે ખાસ લૂક આપે છે.
બોબી બ્રાઉન લિપ કલર

બોબી બ્રાઉન લિપ કલર તમારા હોઠ પર એપ્લાય કરીને કોઈ પણ મહિલાને ઓસમ લૂક મળી શકે છે. આ એવો કલર છે જે ઓલ ટાઈપ સ્કીન ટોન પર સૂટ કરે છે. તેને એપ્લાય કરવા માટે એટલું ધ્યાન રાખવું કે ડાર્ક સ્કીન ટોન હોય તો મેકઅપ લાઈટ રાખવાથી ફાયદો થાય છે. ફેર સ્કીન ટોનની મહિલાઓ ફેસ મેકઅપ ડાર્ક કે લાઈટમાંથી કંઈ પણ સિલે્ક્ટ કરી શકે છે.
0 Response to "આ રીતે મેકઅપ કરીને તમે મેળવી શકો છો ઓસમ લૂક, જાણી લો ખાસ ટિપ્સ"
ટિપ્પણી પોસ્ટ કરો