સાયન્સ અને ધર્મમાં પણ કહેવાયું છે કે સાંજ પછી ન કરવું મૃતકનું પોસ્ટમોર્ટમ, સાચું રહસ્ય જાણીને તમે હચમચી જશો
આપણાં મગજમાં વારંવાર આવા અનેક પ્રશ્નો થતાં હોય છે જેનાં જવાબો શોધવામાં થોડી મુશ્કેલ હોય છે. પરંતુ એવી કોઈ વસ્તુ નથી કે તેનો જવાબ શોધવો અશક્ય છે. આવો જ એક સવાલ છે કે સાંજે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કેમ કરાતું નથી. આ લેખ દ્વારા અહીં માહિતી આપવામાં આવી છે કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ દિવસ દરમિયાન જ કેમ થાય છે. મળતી માહિતી મુજબ પોસ્ટમોર્ટમ એક પ્રકારનું ઓપરેશન છે જેમાં ઓટોપ્સી કરવામાં આવે છે એટલે કે શબ પરીક્ષણ કરવામાં આવે છે જેથી વ્યક્તિના મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.

આ સાથે બીજી મહત્વની બાબત એ છે કે પોસ્ટમોર્ટમ માટે મૃતકના સંબંધીઓની સંમતિ ફરજિયાત છે. જો કે કેટલાક કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓ પોસ્ટમોર્ટમની મંજૂરી પણ આપે છે. જ્યારે કોઈ હત્યાં જેવા કિસ્સાઓમાં આરોપી સુધી પહોંચવા અન્ય વિકલ્પ ન હોય ત્યારે મૃત્યુ પામેલ માણસ નાં શરીર પર તેની ફિંગર પ્રિન્ટ કે અન્ય ચીજો પરથી માહિતી મેળવવામાં આવતી હોય છે. જ્યારે કોઈ આવો કિસ્સો હોય ત્યારે નિયમો મુજબ તપાસ કરનાર અધિકારી પોસ્ટમોર્ટમ માટે આદેશ આપી શકે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી 6થી 10 કલાકની અંદર પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે કારણ કે શબમાં કુદરતી પરિવર્તન થવા લાગે છે જેમ કે ખેંચાણ થાય છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.

આની પાછળનું કારણ એ છે કે ઈજા પામેલાં અંગેનો રંગ લાલ હોય છે અને રાત્રે ટ્યુબલાઇટ અથવા એલઇડીની કૃત્રિમ લાઈટમાં લાલ રંગ દેખાવમાં જાંબુડિયો દેખાય છે અને ફોરેન્સિક સાયન્સમાં જાંબલી રંગની ઈજા વિશે કોઈ ઉલ્લેખ નથી.

કુદરતી અને કૃત્રિમ પ્રકાશમાં ઇજાના વિવિધ રંગને કારણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. ભારતીય કોર્ટમાં જેસી મોદીની પુસ્તક જ્યુરીસપ્રુડેન્સ ટોક્સિકોલોજીમાં પણ તેનો ઉલ્લેખ છે. મળતી માહિતી મુજબ રાત્રે પોસ્ટમોર્ટમ ન કરવા માટે એક ધાર્મિક કારણ પણ આપવામાં આવ્યું છે.

વિજ્ઞાન સાથે જોડાયેલી ઘણી વાતોનો ઉલ્લેખ ધર્મોમાં પહેલેથી જ થયેલો હોય તેવું સામે આવ્યું છે જેથી ઘણી આવી વાતોને લોકો ધર્મ મુજબ પણ અનુસરતા હોય છે. ઘણા ધર્મોમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવા ન જોઈએ તેવું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો રાત્રે મૃત્યુ પામેલ માણસનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતાં હોય છે.
0 Response to "સાયન્સ અને ધર્મમાં પણ કહેવાયું છે કે સાંજ પછી ન કરવું મૃતકનું પોસ્ટમોર્ટમ, સાચું રહસ્ય જાણીને તમે હચમચી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો