વહુએ દીકરીને જન્મ આપ્યો તો હરખીલા સાસુએ કર્યું આવું જોરદાર કામ, આ નજારો જોઇને આખા ગામના લોકોની આંખો ચાર થઇ ગઇ
આજના આધુનિક સમયમાં પણ કેટલાક પરિવારો એવા છે જેઓ દીકરીના જન્મને ખુશીઓ સાથે વધાવવામાં માનતા નથી. આવા જ કેટલાક પરિવારો છે જેઓ દીકરીના જન્મને અપશુકન માને છે. એટલું જ નહી, દીકરીને જન્મ આપવાથી વહુને હેરાન કરવામાં આવે છે કે પછી તેની સાથે સારી રીતે વર્તન નથી કરવામાં આવતું આવી ઘણી બધી ઘટનાઓ બને છે. કેટલીક વાર દીકરીને જન્મ આપવાથી સાસરી પક્ષના સભ્યો વહુને ત્રાસ આપતા હોય છે. ત્યાં જ વર્ષ ૨૦૧૬માં બનેલ આ ઘટના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ હમીરપુરઅ બની છે.
હમીરપુરની પ્રથમ ઘટના.:

ઉત્તર પ્રદેશ રાજ્યના હમીરપુરમાં આ ઘટના કદાચ પહેલી જ છે. જ્યાં એક સાસુએ વહુને દીકરીને જન્મ આપવા પર ના ફક્ત પુત્રવધુને ગળે લગાવીને ઘરમાં તેનું સ્વાગત કર્યું ઉપરાંત પુત્રવધુને ભેટમાં એવી વસ્તુ આપી કે, જેને જોઈને ના ફક્ત આસપાસ રહેતા લોકો પરંતુ આખું ગામ નવી પામી ગયું હતું. તે સમયે સાસુમાએ કહ્યું હતું કે, દીકરીઓ દીકરા કરતા ઘણી સારી હોય છે.
સાસુ- વહુ, માતા- પુત્રીની જેમ સાથે રહે છે.:
પ્રેમા દેવી સ્વાસ્થ્ય વિભાગમાં નિરિક્ષક તરીકે કાર્યરત હતા. તેમજ આ નોકરી માંથી નિવૃત્ત થયા બાદ પ્રેમા દેવી પોતાના જનપદ ઔરૈયામાં રહેતા દીકરા અને પુત્રવધુ ખુશ્બુ સાથે રહેવા લાગ્યા હતા. પ્રેમા દેવીનો પુત્ર હમીરપુરની જીલ્લા ઓફિસમાં સરકારી નોકરી કરે છે જયારે તેમની પુત્રવધુ ખુશ્બુ હાઉસવાઈફ છે. આ ઘરમાં સાસુ અને વહુ સગી માતા અને દીકરીની જેમ સાથે રહે છે.

એવું કહેવામાં આવે છે કે, વર્ષ ૨૦૧૬ના શરુઆતના દિવસોમાં પ્રેમા દેવીની પુત્રવધુ ખુશ્બુએ એક દીકરીને જન્મ આપ્યો હતો. ખુશ્બુના સાસુમા પ્રેમાદેવી પોતાના ઘરે દીકરીનો જન્મ થવાથી ખુબ જ ખુશ થઈ ગયા હતા. ત્યાર પછી ખુશ્બુનું સ્વાગત પ્રેમાદેવીએ ભવ્ય રીતે કર્યું હતું. આસપાસ રહેતા લોકોનું કહેવું હતું કે, દીકરીનો જન્મ થયા પછી સાસુમા પ્રેમાદેવીએ ઘરમાં નાનકડી પાર્ટી પણ આપી હતી. આ પાર્ટીમાં સાસુમા પ્રેમાદેવીના મુખ પર ખુશી જોવા મળી રહી હતી.
આ પાર્ટી દરમિયાન સાસુમા દ્વારા કરવામાં આવી જાહેરાત:

સાસુમા પ્રેમાદેવી દ્વારા આયોજિત કરવામાં આવેલ પાર્ટી દરમિયાન સાસુમા પ્રેમાદેવી એકાએક બધાની વચ્ચે આવીને જાહેરાત કરી દીધી હતી કે, તેઓ દિવાળી આવતા પહેલા દીકરીના જન્મ નિમિત્તે પોતાની પુત્રવધુ ખુશ્બુને કાર ગિફ્ટમાં આપશે. સાસુમા પ્રેમાદેવી દ્વારા કરવામાં આવેલ જાહેરાત સાંભળીને ત્યાં હાજર તમામ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પુત્રવધુની આંખો છલકાઈ જાય છે.:

સાસુમા પ્રેમાદેવીએ જેવી રીતે જાહેરાત કરી હતી તે મુજબ સાસુમાએ દિવાળી પહેલા જ પુત્રવધુને હોન્ડા સીટી કાર ભેટમાં આપી હતી. પુત્રવધુ ખુશ્બુએ ગિફ્ટ પ્રાપ્ત કરીને તેની આંખો છલકાઈ ગઈ હતી. સાસુમા પ્રેમાદેવીએ કહ્યું હતું કે, પુત્રીને ગર્ભમાં મારી નાખવાની ખરાબ આદત ત્યારે જ દુર થશે જયારે આપ આપની પુત્રવધુને દીકરી માનીને સ્વીકારશો કેમ કે, આપની પુત્રવધુ પણ કોઈની પુત્રી છે અને પુત્રવધુને સાસરીમાં માતાનો પ્રેમ પ્રાપ્ત થશે તો તે ઘર હંમેશા માટે ખુશીઓથી ભરેલું રહેશે.
ત્યારે પુત્રવધુ ખુશ્બુએ કહ્યું હતું કે, તે પોતે ખુબ જ નસીબદાર છે કે, તેને આવા સાસુમા મળ્યા. તેઓ મને દીકરીની જેમ પ્રેમ કરે છે. ખુશ્બુ એવું માને છે કે, સમાજમાં જયારે સાસુ પોતાના ઘરની પુત્રવધુનું ધ્યાન પોતાની દીકરી માનીને રાખશે તે સમયે જ સાસુ- વહુના ઝઘડા બંધ થઈ જશે.
0 Response to "વહુએ દીકરીને જન્મ આપ્યો તો હરખીલા સાસુએ કર્યું આવું જોરદાર કામ, આ નજારો જોઇને આખા ગામના લોકોની આંખો ચાર થઇ ગઇ"
ટિપ્પણી પોસ્ટ કરો