દુર્લભ બીમારીથી પીડાતા શિશુને ગર્ભમાં જ બે વખત લોહી ચઢાવ્યું અને બચાવી લીધું, ડોક્ટરો ખરેખર ભગવાન સમાન છે
ડોક્ટરોએ એવા ઘણા કિસ્સા સાબિત કરી બતાવ્યા છે કે જ્યાં આપણે એવું માનવું જ પડે કે ખરેખર ડોક્ટર છે તો જ આપણે છીએ. આ પહેલાં ભરૂચનો કિસ્સો પણ આપણે જોયો જ હતો. ત્યારે આવો આ કિસ્સા વિશે પણ જાણી લઈએ. આમ તો કોરોના કાળમાં ડૉક્ટરો જ ભગવાનનું બીજું સ્વરૂપ છે એ મારે ને તમારે માનવું જ પડે.

શહેરના ગાયનેકોલોજિસ્ટ અને બાળરોગ નિષ્ણાંત ત્રણ ડૉક્ટરો બાળકને નવજીવન આપી તેના માતા પિતા માટે ભગવાન સાબિત થયા હોવાનો એક કિસ્સો ભારે વાયરલ થઈ રહ્યો છે. જવલ્લે જ જોવા મળતા કિસ્સામાં સિવિયર હાઈડ્રોપ ફિટાલીસની સમસ્યાથી પીડાતા બાળકને ગર્ભમાં જ 30મા સપ્તાહમાં અને ત્યારબાદ 15 દિવસ પછી એટલે કે 33મા સપ્તાહમાં લોહી ચઢાવી સુરક્ષિત જન્મ કરાવવામાં આવ્યો હતો. હવે આ વાત ભારે વાયરલ થઈ રહી છે અને લોકો ડોક્ટરના વખાણ કરી રહ્યાં છે.

વાત એટલી હદે ખરાબ હતી કે બાળકનો જન્મ થયા બાદ ફરીથી તેના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ખૂબ જ ઘટી જતા તેના જન્મ બાદ 24 કલાકમાં જ ત્રણ વાર લોહી ચઢાવવું પડ્યું. જો કે નસીબના જોગે હાલમાં બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને 10 દિવસનું થતાં તેને 15 મેના રોજ હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી.

આ કેસ અંગે વાત કરતાં 30 વર્ષથી ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા ડૉ. અંજના સાવલિયાએ જણાવ્યું કે, કુબેરનગર રહેતા દિનેશ ગુજરના પત્ની નયનાબહેનને ત્યાં 9 વર્ષ પહેલા બાળકીનો જન્મ થયો હતો. ત્યારની હાલત એવી હતી કે મહિલાનો બ્લડગ્રુપ નેગેટિવ અને બાળકનો બ્લડગ્રુપ પોઝિટિવ હોવાથી મહિલાને 72 કલાકની અંદર જરૂરી એન્ટી-ડી ઈન્જેક્શન આપવામાં આવ્યું ન હતું.

ડોક્ટરે કહ્યું કે ઈન્જેક્શન ન આપવાના કારણે ગર્ભ ધારણ કર્યા બાદ બાળકના શરીરમાંથી હિમોગ્લોબિન ઘટી ગયું અને જેના લીધે એનિમિયાની અસર હેઠળ 4થી 5 મહિના ગર્ભ બાદ તેમને કસુવાવડ થઈ જતી. ત્રણથી ચાર કસુવાવડ થયા બાદ તેઓ ફરીથી ગર્ભવતી થયા અને સિવિલ હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાં ગયા હતા જ્યાં કોરોનાના નામે તેમને પરત મોકલી દેવાયા હતા. ત્યારબાદની વાત કરતાં લગભગ 18 સપ્તાહના ગર્ભ દરમિયાન નયનાબહેન તેમની પાસે આવ્યા હતા. જ્યાં તેમની તપાસ કરતા બાળક સિવિયર હાઈડ્રોપ ફિટાલીસની સમસ્યાથી પીડાતો હોવાનું નિદાન થયું હતું.
સૌથી અઘરા કામ વિશે વાત કરતાં ડોક્ટર જણાવે છે કે ગર્ભમાં રહેલા આ બાળકને હવે 34માં સપ્તાહ સુધી લઈ જવાનું ચેલેન્જ હતું. તેના માટે બાળકને માતાના ગર્ભમાં જ લોહી બદલવાની જરૂર હતી અને ડો. જનક દેસાઈ પાસે મોકલવામાં આવ્યાં હતાં. તેમણે સતત સોનોગ્રાફી કરી બાળકની દેખરેખ રાખવાની સાથે પહેલા 30માં સપ્તાહમાં અને ત્યારબાદ 33માં સપ્તાહમાં ગર્ભમાં જ બાળકને લોહી ચઢાવ્યું હતું.

પછીનો માહોલ એવો હતો કે ત્યારબાદ 34માં સપ્તાહમાં સિઝેરિયનથી બાળકનો જન્મ થયો હતો. જો કે જન્મ બાદ તપાસ કરતા ફરી બાળકના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 7 ગ્રામ જ આવતા તેને તત્કાલ લોહી ચઢાવવું પડે તેમ હતું.
એ સમયની વાત કરતાં ડોક્ટરે જણાવ્યું હતું કે આ સમયે પહેલાથી જ ત્યાં હાજર બાળરોગ નિષ્ણાંત ડો. કમલ પરીખ અને તેમની ટીમ બાળકને તત્કાલ તેમના હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં કાચની પેટીમાં રાખવાની સાથે જન્મ બાદ પહેલા જ કલાકે લોહી ચડાવવામાં આવ્યું હતું. બીજીવાર ફરીથી હિમોગ્લોબિન ઘટી જતા 12માં કલાકે અને ત્યારબાદ 24માં કલાકે ફરીવાર બાળકને લોહી ચઢાવવું પડ્યું હતું.
બાળકની સારવાર કરનાર ડૉ. કમલ પરીખે જણાવ્યું કે, બાળકને ત્રણવાર લોહી ચઢાવ્યા બાદ તેના શરીરમાં હિમોગ્લોબિન અને સિરમ બિલીરૂબિન સ્ટેબલ થયું હતું. તેની સાથે તેને ફોટો થેરેપી અને આઈવી ગામા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. એ રીતે બાળક સાજુ થયું અને હાલમાં રજા આપવામા આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "દુર્લભ બીમારીથી પીડાતા શિશુને ગર્ભમાં જ બે વખત લોહી ચઢાવ્યું અને બચાવી લીધું, ડોક્ટરો ખરેખર ભગવાન સમાન છે"
ટિપ્પણી પોસ્ટ કરો