કરુણતા તો જુઓ: વિડીયો કોલ કરી કહ્યું…’સારું છે, ઘરે આવી જઈશ અને બીજા દિવસે લાશ આવી..’, પરિવારજનોં પર તૂટી પડ્યુ આભ

કોરોનાના કારણે રાજ્યભરમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળે છે. ભય સ્વજને ગુમાવવાનો અને અફરાતફરી સ્વજનને હોસ્પિટલમાં જગ્યા મળે તે માટે, ઓક્સિજનની વ્યવસ્થા માટે, ઈન્જેકશન માટે અને હવે તો દવાઓ માટે પણ લોકોને આમથી તેમ ભટકવું પડે છે. આ સ્થિતિના કારણે જેમને કોરોના નથી થયો તેમના પર પણ ગંભીર અસરો થઈ રહી છે. તો સાથે જ જે દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય છે તેમને પણ આસપાસની સ્થિતિની માનસિક અસર વધુ થાય છે. આવી સ્થિતિમાં કોરોનાના દર્દી સ્વસ્થ થવા આવ્યા હોય. તબીયત સારી લાગતી હોય અને અચાનક જ તેમનું મોત થાય છે. આવી સ્થિતિ પણ હવે રાજ્યમાં ભય ફેલાવી રહી છે.

image source

આવી ઘટના તાજેતરમાં જ અમદાવાદમાં બની છે. અહીં સિવિલમાં દાખલ એક દર્દી સ્વસ્થ થઈ રહ્યા હતા તેથી તેમને ડિસ્ચાર્જ કરવાના હતા તેવામાં અચાનક તેનું મોત નીપજ્યું. જે ઘરે પરીજનો પોતાના સ્વજનની રાહ જોઈ રહ્યા હતા ત્યાં બીજા જ દિવસે તેની લાશ પહોંચી હતી.

image source

દર્દીના પરિવારજનોનું કહેવું છે કે મૃત્યુના આગલા દિવસે જ તેમણે દર્દી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ એકદમ સ્વસ્થ અનુભવે છે અને હવે ઝડપથી ઘરે આવી જઈશ. આટલી વાત પછી બીજા દિવસે દર્દીનું મોત થયું હોવાનો ફોન પરિવારને કરવામાં આવ્યો હતો.

image source

અમદાવાદના રહેવાસી પ્રવિણભાઈને કોરોના થયા બાદ તેઓ ઘરે જ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા હતા. પરંતુ થોડા દિવસમાં તેમની તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેમ હતા. જો કે તેમના નસીબ એટલા સારા કે તેમને હોસ્પિટલમાં જગ્યા મળી અને તેમને શહેરની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં તેમની સારવાર 13 દિવસ ચાલી અને આટલી સારવાર બાદ તેમને સારું પણ થવા લાગ્યું. તેમને પણ લાગ્યું કે એકાદ દિવસમાં તો તેને ઘરે મોકલી દેવામાં આવશે. પરંતુ અચાનક બીજા દિવસે તેમનું મોત થયું છે તેવો કોલ પરિવારને સિવિલ હોસ્પિટલમાંથી કરવામાં આવતા પરિવાર પર તો જાણે આભ જ તુટી પડ્યું.

image source

જો કે આ રીતે સારવાર બાદ તબીયતમાં સુધારો હોય તેવા દર્દીનું અચાનક મોત થાય તેવો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ આવા અનેક કિસ્સા બની ચુક્યા છે. આ પહેલા પણ અમદાવાદના નરોડાના નાનજીભાઈ સાથે આવી ઘટના બની હતી. તેમની તબિયત લથડતા તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અહીં કલાકો રાહ જોયા પછી દર્દીને દાખલ તો કરી લેવામાં આવ્યા પરંતુ થોડી જ કલાકોમાં સિવિલમાંથી કોલ આવ્યો કે દર્દીનું મોત થયું છે.

Related Posts

0 Response to "કરુણતા તો જુઓ: વિડીયો કોલ કરી કહ્યું…’સારું છે, ઘરે આવી જઈશ અને બીજા દિવસે લાશ આવી..’, પરિવારજનોં પર તૂટી પડ્યુ આભ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel