ગેસ, છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું જેવી અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે આ ઉપાયો
આજકલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય ચોમાસામાં પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે છે. ગેસ- વાયુને લીધે છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી તકલીફો શરૂ થાય છે.
જેનાથી દર્દી હેરાન પરેશાન થઈ જાય છે. જાણો આ સમસ્યાથી બચવા શું કરવું.અત્યારે કોરોનાને કારણે જે પ્રકારનું ડરામણું અને સ્ટ્રેસફુલ વાતાવરણ આપણી આસપાસ છે, તેના કારણે ઘણી નાની નાની તકલીફો વધવા લાગી છે. જેમાંથી એક છે પાચનની ગરબડ. તો આજે જાણી લો તેના માટે બેસ્ટ ઉપચાર. ખાનપાન પર ધ્યાન ન આપવાથી ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. ગેસ- વાયુને લીધે છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી તકલીફો શરૂ થાય છે. ચાલો જાણી લો તેના માટે બેસ્ટ ઉપાય.
આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
- ગેસના દર્દીએ ખોરાકમાં લસણ, હિંગ, અજમો, મેથી, લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર લેવો.
- તીખો, મસાલેદાર ખોરાક, ઘી, ખાંડ વાલ, વટાણા, ચણા, કોબી, ફૂલાવર, બટાકા, અડદ, ઇંડા અને મેંદાના લોટની વાનગીઓ ન લેવી.
- ગેસના દર્દીએ સાદો, સુપાચ્ય અને ઓછી માત્રામાં જ આહાર લેવો, ગરમ-ગરમ જ જમવું. વાસી ખોરાક ના લેવો.
- ગેસના દર્દીએ ખોરાકમાં લસણ, હિંગ, અજમો, મેથી, લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર લેવો.
- તમાકુ, બીડી, પાન, સિગારેટની આદત હોય તો છોડી દેવી. ખૂબ જ ગુસ્સમાં, અંશાતિથી ના જમતા. શાંતિથી ધીમે-ધીમે આહારનો સ્વાદ માણતા જમવું. જમતા પહેલાં અને જમ્યા પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું.
- જમીને તરત સુઈ ન જતાં થોડું ચાલવું અને દિવસે સૂવું નહીં.
- ગેસના દર્દીને સવારે નરણાં કોઠે પાણી પીવાથી પણ સારો ફાયદો થાય છે. ગેસનાં દર્દીએ જમ્યાં પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. જમ્યાં પછી મોળી છાશ અથવા જીરાવાળી છાશ લઈ શકાય.
- કેટલાંક લોકો એમ માને છે કે પૌષ્ટિક પદાર્થ અને ઘી વગેરે ખાવાથી શક્તિ વધે છે, પરંતુ આંતરડા નબળાં હશે તો ભારે પદાર્થનું પાચન ન થવાથી અપચો થઈ ગેસ ઉત્પન્ન થાય છે. એટલે જ પચે તેવું અને પચે તેટલું જ ખાવું
- ગેસના દર્દીએ કબજિયાત રહેવા દેવી નહિં. કબજિયાત હોય તો રાત્રે સૂતી વખતે ત્રિફળા ચૂર્ણ, અવિપત્તિકરચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચનચૂર્ણ કોઈમાંથી એક આયુર્વેદિક ચિકિત્સકની સલાહ મુજબ લેવું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ગેસ, છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું જેવી અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે આ ઉપાયો"
ટિપ્પણી પોસ્ટ કરો