કોરોના કરતા પણ ખતરનાક છે મ્યુકરમાઇકોસિસ, જાણો આ રોગ થાય ત્યારે શું કરશો અને શું નહિં

કોરોના વાયરસે લોકોના જીવનમાં ઘણા ફેરફાર કરી દીધા છે, તેને બધા લોકોને ડરીને જીવન જીવવા પર મજબુર કરી દીધા છે. ત્યારે હાલમાં ભારત માં મ્યૂકરમાઇકોસિસના કેસ પણ વધી રહ્યા છે. જો તમે તેનાથી આ રીતે બચી શકો છો. તેના કોઈ પણ લક્ષણ તમને દેખાય તો તેને અવગણવા નહી. તુરંત કોઈ નજીકના ડોકટરનો સંપર્ક કરવો. મ્યૂકરમાઇકોસિસનું સંક્રમણ એટલુ ગંભીર છે કે દર્દીઓને જીવતા રાખવા માટે તેમની આંખોને પણ દુર કરવી પડે છે. મ્યૂકરમાઇક્રોસિસ કે બ્લેક ફંગસના ઘણા પ્રકાર હોય છે અને હવે સરકારે તેના માટે કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ જાહેર કર્યા છે.

તેના લક્ષણો :

image source

આ બિમારીના એવા કેટલાક લક્ષણ છે. જેમ કે માથામં દુઃખાવો, દાંતનુ દર્દ વગેરે તેમાં જોવા મળે છે. લક્ષણોનું એક લિસ્ટ બનાવવામાં આવ્યુ છે, જેના દ્વારા તમે જાણી શકશો. કે કેવા લક્ષણો થવાથી આ બીમારી થઈ શકે છે. તેના લક્ષણો આ મુજબ છે.

image source

આંખો કે નાકની આસપાસ દુઃખાવો થવો, તાવ આવવો, ઉધરસ થવી, શ્વાસ લેવામાં તકલીફ, લોહીની ઉલ્ટી થવી, પોસ્ટ ટ્રાંસપ્લાન્ટ, અનિયંત્રિત ડાયબિટીઝ, સ્ટેરોઇડ દ્વારા ઇમ્યુનોસુ પ્રેશન, તમારી માનસિક સ્થિતિમાં બદલાવ થવો, લાંબા સમય સુધી આઇસીયુમાં રહેવુ, વોરિકોનાઝોલ થેરાપી. આ બધા લક્ષણોથી બચવું જોઈએ નહી તો મ્યૂકરમાઇકોસિસનો રોગ થઈ શકે છે.

તેના માટે શું કરવુ જોઈએ ?

image source

બ્લેક ફંગઝથી નીઝાત મેળવવા માટે હાઇપરગ્લાઇસીમીયાને નિયંત્રિત કરવું. કરોના માંથી સાજા થઈ જ્યારે તમે ઘરે આવો ત્યારે તમારું બ્લડ શુગર ચેક કરો. સ્ટેરોઇડ લીધા બાદ પોતાના ખોરાક પર વધુ ધ્યાન આપવું. ઓક્સિજન થેરાપીથી ગુજર્યા બાદ પોતાના પાણીના હ્યુમિડિફાયરને સાફ રાખો. એન્ટીબાયોટ્કિસ કે એન્ટીફંગલનો ઉપયોગ કરો.

તેના માટે શું ન કરવુ જોઈએ?

image source

કઇ વસ્તુથી બચવુ છે તે વાતનું ખાસ ધ્યાન રાખો, જેથી ગંભીર સ્થિતિ ન આવે. તમને આપેલી ચેતવણી અને તેના સંકેતોના લક્ષણથી બચવું જોઈએ. નાકની કોઈ પણ તકલીફોને સામાન્ય ન લો. જ્યારે પણ ફંગલ એલર્જીની ખબર પડે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

તેને દુર કરવા માટે ઉપાયો :

બ્લેક ફંગસના સંક્રમણને રોકવા માટે ધૂળ હોય ત્યાં ન જવુ. માટી કે કોઇ ખાતર ઉપાડતી વખતે પોતાને વ્યવસ્થિત ઢાંકીને રાખો. બ્લેક ફંગસ ઓછી ઇમ્યૂનિટીવાળા લોકો પર વધુ ઝડપથી પ્રભાવિત કરી શકે છે. કોરોના ના દર્દીને આપવામાં આવતી દવા સ્ટેરોઇડ તેમની ઇમ્યૂનિટીને પ્રભાવિત કરે છે. કોરોનાથી સાજા થયા પછી પણ બે અઠવાડીયા તમારું સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે.

0 Response to "કોરોના કરતા પણ ખતરનાક છે મ્યુકરમાઇકોસિસ, જાણો આ રોગ થાય ત્યારે શું કરશો અને શું નહિં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel