કાંટાળા થોરના ફીંડલા આપણાં શરીરને રાખે છે સ્વસ્થ.

Spread the love

ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર તરીકે ઓળખવામાં આવે છે.

પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે અને તે નોપાલ્સ કેક્ટસ (થોર) પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ ઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા (Opuntia ficus-indica) છે.

આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ જોવા મળે છે. આ ફળ મોટાભાગે સૂકી આબોહવાહોય ત્યાં જોવા મળે છે. આ ફળ શરીર માટે ઘણું જ ગુણકારી છે.

ફિંડલા એટલે કે પ્રિક્લિ પિઅરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો, વિટામિન અને રેશા હોય છે. આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે એટલા ગુણકારી છે કે તેનો મેડિકલ અને આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

આ ફળમાં રહેલું લો કોલેસ્ટ્રોલ અને સેટ્ચ્યુરેટેડ ફેટ વધુ વજનવાળા, હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હ્રદય રોગના દર્દીઓ માટે આશિર્વાદરુપ છે. આવો જાણીએ ફિંડલાના અનેક ફાયદા..

થોર નામ પડતાની સાથે આપણી સામે કાંટાવાળી થોર નજરે આવી જાય છે. આપણે દરેક થોરને જોયું છે.તે એક રણપ્રદેશનું વૃક્ષ છે.

અને તે ખુબ ઓછા પાણીમાં પણ પોતાનો વિકાસ કરી શકે છે. ઘણી જગ્યાએ આ થોર નો ઉપયોગ સુશોભન માટે પણ થાય છે.પરંતુ આ થોરનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે પણ કરી શકીએ છીએ.

થોરના લાલ કલરના ફળ હોઈ છે જેને થોરના ડિંડાના નામે ઓળખાય છે આ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. એ કેન્સર જેવા રોગોને પણ દૂર કરે છે.

થોરમાં અનેક એવા દ્રવ્યો પણ હોઈ છે કે જે તમારા શરીરમાં હિમોગ્લોબીન માત્રાને વધારી દે છે.જેને કારણે તમારા શરીરમાં નવું લોહી બને છે અને એનાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત થોરના ડોડા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

થોરના ડોડા ખાવાથી તેનું જ્યુસ ગરમ પાણી સાથે લેવાથી એ તરત શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધારી દે છે. આ ઉપરાંત તે શરીરમાં વ્હાઈટ બ્લડ સેલની પણ માત્રા વધારે છે જેને કારણે તમારી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત બને છે.

તદુપરાંત થોર અને ડોડા આપણા સ્વાસ્થ્યનાં અને રોગો જેવા કે શ્વાસની તકલીફ,કેન્સર ,પાંડુરોગ, કમળો, કબજિયાત ,એસીડીટી અને ગેસ જેવી અને બીમારીઓને પણ દૂર કરે છે.તેથી જ આપણે ડોડા યોગ્ય સેવન કરવું જોઈએ.

0 Response to "કાંટાળા થોરના ફીંડલા આપણાં શરીરને રાખે છે સ્વસ્થ."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel