કોરોના દર્દી બની રહ્યા છે આ જીવલેણ બીમારીનો શિકાર, આ લક્ષણોથી સમજો બીમારીને
કોરોના વાયરસની બીજી લહેરમાં એક વધુ ચિંતા સામે આવી રહી છે. કોરોના વાયરસથી લોકો મ્યૂકોરમાઈકોસીસની ઝપેટમાં આવી રહ્યા છે. ગુજરાત અને દિલ્હીમાં પણ અનેક કેસ આવ્યા છે. કોરોનાથી સાજા થયા બાદ લોકો આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે.

સર ગંગારામ હોસ્પિટલના વરિષ્ઠ ઈએનટી સર્જને કહ્યું કે અમે કોરોનાના કારણે થતા ખતરનાક ફઁગલ ઈન્ફેક્શનના અનેક કેસ જોયા છે. છેલ્લા 2 દિવસમા 6 નવા કેસ આવ્યા છે. ગયા વર્ષે પણ તેનાથી અનેક લોકોના મોત થયા હતા. અનેક લોકોની આંખની રોશની જતી રહી અને કેટલાક લોકોના નાક અને જડબાના હાડકા પણ નીકળી ગયા હતા.

મ્યૂકોરમાઈકોસીસની બીમારી એટલી ગંભીર છે કે તેના માટે વ્યક્તિને આઈસીયૂની જરૂર પડે છે. કોરોનાથી સાજા થયેલા વ્યક્તિઓ ઝડપથી તેની ઝપેટમાં આવી જાય છે અને સમય સર સારવાર ન મળે તો તેમનો જીવ પણ જઈ શકે છે. કોરોનાની પહેલી લહેરમાં અનેક લોકો બીમારીથી સંક્રમિત થયા હતા. તેનાથી કેટલાકના જીવ ગયા તો કેટલાક તેમની આંખની રોશની ગુમાવી ચૂક્યા હતા. તો જાણો મ્યૂકોરમાઈકોસીસ શું છે અને તે શા માટે ખતરનાક છે.
શું છે મ્યૂકોરમાઈકોસીસ

મ્યૂકોરમાઈકોસીસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે જે શરીરમાં ઝડપથી ફેલાય છે. તેને બ્લેક ફંગસ પણ કહેવાય છે. મ્યૂકોરમાઈકોસીસ ઈન્ફેક્શન મગજ, ફએફસા અને સ્કીન પર પણ થાય છે. આ બીમારીમાં વ્યક્તિની આંખની રોશની જતી રહે છે તો કેટલાક લોકોના નાકના હાડકા પીગળી જાય છે. જો સમય સર તેને કંટ્રોલ ન કરાય તો દર્દીનું મોત પણ થઈ શકે છે.
મ્યૂકોરમાઈકોસીસના આ છે લક્ષણો

બ્રેન મ્યૂકોરમાઈકોસીસમાં ચહેરા પર એક તરફ સોજા, માથુ દુઃખવું, સાઈનસની તકલીફ, નાકના ઉપરના ભાગમાં કાળા ડાઘ થવા અને સાથે વદારે તાવ રહેવો. ફેફસામાં મ્યૂકોરમાઈકોસીસ હોય તો ખાંસી, છાતીમાં દર્દ, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સ્કીન પર આ ઇન્ફેક્શનથી ફોલ્લીઓ થઈ જાય છે અને ઈન્ફેક્શન વાળી જગ્યાએ કાળા ડાઘ પડે છે. કેટલાક દર્દીને આંખમાં દુઃખવું, ધૂંધળું દેખાવવું, પેટ દર્દ, ઉલ્ટી કે મિચલીની ફરિયાદ રહે છે.
કોરોનાના દર્દીને રહે છે વધારે ખતરો

મ્યૂકોરમાઈકોસીસ બીમારી સામાન્ય રીતે એ લોકોને શિકાર બનાવે છે જેમની ઇમ્યુનિટી ઘટે છે. કોરોનાના કારણે કે પછી સાજા થયેલા દર્દીમાં ઈમ્યુન સિસ્ટમ નબળી હોય છે. આ માટે સરળતાથી તેઓ તેની ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને કોરોનાના જે દર્દીઓને ડાયાબિટીસ છે તેમનું શુગર લેવસ પણ જાણો અને તેમને મ્યૂકોરમાઈકોસીસથી ખતરનાક ડર રહી શકે છે.

હોસ્પિટલના ઈએનટી વિભાગના ચેરમેન ડોક્ટર અજય સ્વરૂપનું કહેવું છે કે કોરનાની સારવારમાં જરૂરિયાત કરતા વધારે સ્ટીરોઈડનો ઉપયોગ કરવાથી પણ કેસ વધી રહ્યા છે. કોરોનાના દર્દીને ડાયાબિટીસની તકલીફ રહે છે તેમાં બ્લેક ફંગસના કેસ વધારે જોવા મળી રહ્યા છે.

ડોક્ટરનું કહેવું છે કે મ્યૂકોરમાઈકોસીસ ઈન્ફેક્શનના વધારે કેસ એ દર્દીમાં જોવા મળી રહ્યા છે જે કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. તેમનામાં ડાયાબિટીસ, કિડની, હાર્ટ ફેલ્યોર અને કેન્સરની બીમારી જોવા મળી રહી છે.
0 Response to "કોરોના દર્દી બની રહ્યા છે આ જીવલેણ બીમારીનો શિકાર, આ લક્ષણોથી સમજો બીમારીને"
ટિપ્પણી પોસ્ટ કરો