અમેરિકાના ચીફ મેડિકલ એડવાઈઝરની ભારતને ચોખ્ખી સલાહ, કોરોનાની ચેઇન તોડવા તાત્કાલિક લોકડાઉન કરવું પડશે

ભારતમાં કોરોનાનાં નવા નોંધાયેલા કેસોનો આંકડો આકાશ આંબી રહ્યો છે. પહેલી લહેર કરતાં પણ વાયરસ બીજી લહેરમાં વધારે ઘાતકી સાબિત થઈ રહ્યો છે. બીજી લહેરમાં વાયરસે પોતાનું પ્રોટીન બંધારણ બદલી નાખ્યું છે જેથી અલગ લક્ષણો જોવા મળી રહ્યાં છે. વાયરસની આ ચેઇનને તોડવા માટે ઘણાં રાજ્યોએ લોકડાઉન પણ કર્યું છે. આ સમયે યુ.એસ. પ્રમુખ બિડેન વહીવટના મુખ્ય તબીબી સલાહકાર ડો. એન્થોની એસ કહ્યું છે કે કોરોના વાયરસને લોકડાઉન દ્વારા ફેલાતો અટકાવી શકાય છે.

image source

મળતી માહિતી મુજબ શુક્રવારે એક અંગ્રેજી અખબારને આપેલી ઇન્ટરવ્યુમાં ડૉ.એન્થોની એસ. ફૌસીએ કહ્યું હતું કે ભારતમાં કોરોનાનું સંક્રમણ ખુબ તેજીથી ફેલાઈ રહ્યું છે. લોકો હોસ્પિટલોમાં ઓક્સિજન અને પલંગ, દવાઓના બ્લેક માર્કેટિંગ અંગે ચિંતા કરવા લાગ્યા છે. લોકો સંપૂર્ણ રીતે લાચાર લાગે છે. લોકો આ સમયે કંઇ સમજી શકતા નથી. બેકાબૂ કોરોનાને કારણે ભારત હાલ સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. આવી સ્થિતિમાં તાત્કાલિક શું કરવાની જરૂર છે જેથી સંક્રમણની આ ચેઇનને તોડી શકાય.

કેટલાક સમય માટે દેશમાં લોકડાઉન કરવાની જરૂર છે તેવું ઘણાં જાણકારો કહી રહ્યાં છે. બિડેન વહીવટના મુખ્ય તબીબી સલાહકાર ડો.ફૌકીએ પણ રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો થોડા અઠવાડિયા પહેલા રસીકરણની ઝુંબેશ ઝડપી કરવામાં આવી હોત તો તે ઘણી હદે અત્યારે સ્થિતિ કાબૂમાં આવી શકી હોત. કારણ કે આ સમયે ભારતમાં અરાજકતા છે. લોકો ઓક્સિજન સિલિન્ડર માટે લાઈનો લગાવી રહ્યા છે. હોસ્પિટલોમાં દાખલ થવા માટે પણ દોડ ધામ મચેલી છે.

image source

તેમણે આગળ જણાવ્યું કે હવે હાલ જે પરિસ્થિતિ બની છે તેની સામે લોકડાઉનનો નિર્ણય લઈને ભારતે આગળ વધવાની જરૂર છે. જાણવા મળ્યું છે કે તેઓ બિડેન વહીવટના મુખ્ય તબીબી સલાહકાર અને અમેરિકાના સાત રાષ્ટ્રપતિઓ સાથે કામ કરી ચૂકેલા અનુભવી ડોકટર છે. ડો.ફૌકીએ કહ્યું કે ભારતમાં તબીબી ઓક્સિજન માટે કમિશન સ્થાપવાની જરૂર છે. તેથી ઓક્સિજન સપ્લાય અને દવાઓનો અંગે સરળતા રહે.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશની જનતાને કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાની અપીલ કરી પણ લોકડાઉન અંતિમ વિકલ્પ હોવાની વાત પણ સાથે કરી હતી. જો કે, કોરોના મહામારીની બીજી લહેર એવી ઘાતક સાબિત થઈ છે કે લોકો ખુદ લોકડાઉન લાગે તો સારૂં એવો મત વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લોકડાઉન લગાવી પણ દેવાયું છે. ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થયું છે પરંતુ હવે સ્વદેશી રસ કોવેક્સિન અને કોવિશીલ્ડના ડોઝ ખૂટી પડ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "અમેરિકાના ચીફ મેડિકલ એડવાઈઝરની ભારતને ચોખ્ખી સલાહ, કોરોનાની ચેઇન તોડવા તાત્કાલિક લોકડાઉન કરવું પડશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel