કોરોનાકાળમાં જો કોઈ વ્યક્તિનું વસીયત બનાવ્યા વિના મોત થાય તો કોને મળશે સંપત્તિ
વસીયત ન હોવાને કારણે આખો પરિવાર સંપત્તિ વહેંચણીને લઈને કાયદાકીય ઝગડામાં ફસાઈ જાય છે. વસીયત ન હોવાને કારણે સંપત્તિની વહેંચાયેલી કાયદાકીય રીતે થાય છે. વસીયત કે વિલ ન હોય તો મિલકતની વહેચણી તેમના ધર્મ અનુસાર લાગુ ઉત્તરાધિકારી કાયદા હેઠળ થાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ જો વસીયત ન હોય તો સંપત્તિ પર કોનો અધિકાર રહે છે.
કાયદો શું કહે છે

જાણીતા એડવોકેટના જણાવ્યા પ્રમાણે, હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ માટે હિંદુ ઉત્તરાધિકારી અધિનિયમ 1956 અને હિંદુ ઉત્તરાધિકારી (સંશોધન) અધિનિયમ 2005 લાગુ પડે છે. જો કોઈ હિંદુ માણસનું વસીયત વિના મૃત્યુ થાય છે તો તેમની સંપત્તી પર પહેલો હક ક્લાસ-1 વારસદારોનો હશે. અને તે ન હોય તો તેમની સંપત્તિ ક્લાસ-2 ઉત્તરાધિકારીઓમાં વહેંચવામાં આવશે.વર્ગ 2 ના વારસોમાં વહેંચવામાં આવશે.
જો ક્લાસ- 1 અને ક્લાસ-2માં કોર્ટ ઉત્તરાધિકારી ન હોય?

જો કોઈ ક્લાસ-1 કે ક્લાસ-2 ઉત્તરાધિકારી નથી તો પછી દૂરના સંબંધી, જેનું મૃતક સાથે લોહીનો સંબંધ ધરાવે છે, તે ઉત્તરાધિકારી બનશે. જો તે પણ ન હોય તો મૃતકની સંપત્તિ સરકારી સંપત્તિ બની જશે.
મહિલાના મોત પછી વારસદાર કોણ બનશે?

જો કોઈ હિંદુ સ્ત્રી વસીયત વિના મૃત્યુ પામે છે, તો તેના પુત્ર, પુત્રીઓ અને પતિને તેની સંપત્તિ પર પ્રથમ અધિકાર હશે. બીજો પતિના વારસદારોનો, ત્રીજો માતા અથવા પિતા, ચોથા પિતાના વારસદારો અને જો તે ન હોવા પર માતાના વારસદારો મિલકત પર તેમના હકનો સમાવેશ કરી શકે છે.
ઇસ્લામમાં કાયદો શું છે?

જો કોઈ મુસ્લિમ વ્યક્તિ વસીયત વિના મૃત્યુ પામે છે, તો તેના અનુગામીનો નિર્ણય મુસ્લિમ પર્સનલ લો પર આધારિત હશે. તે મુસ્લિમ ધર્મના કયા વર્ગનો છે તેના પર નિર્ભર છે. શરિયા કાયદા મુજબ તે બોહરી, શિયા અથવા સુન્નીમાં કયા વર્ગમાંથી આવે છે.
કોરોના વાયરસ સામે ભારતમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં હવે ગતિ આવશે. કારણ કે આવતા જૂનમાં રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે લગભગ 12 કરોડ રસી ડોઝ ઉપલબ્ધ થશે. ન્યુઝ એજન્સી એએનઆઈને રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને ટાંકીને આ માહિતી આપવામાં આવી હતી.

અગાઉ, મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધી આપવામાં આવેલી કોવિડ -19 રસીના કુલ ડોઝની સંખ્યા વધીને 21 કરોડથી વધુ થઈ ગઈ છે. મંત્રાલયે જણાવ્યું છે કે શનિવારે પ્રથમ ડોઝ 18-44 વર્ષની વય જૂથના 14,15,190 લોકોને આપવામાં આવ્યો હતો અને તે જ જૂથના 9,075 લોકોને કોવિડ -19 રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
0 Response to "કોરોનાકાળમાં જો કોઈ વ્યક્તિનું વસીયત બનાવ્યા વિના મોત થાય તો કોને મળશે સંપત્તિ"
ટિપ્પણી પોસ્ટ કરો