ઉનાળામાં બેસ્ટ છે આ ભાજી, જે ખાવાથી નથી વધતી પેટની ચરબી, સાથે થાય છે આ જબરજસ્ત ફાયદાઓ પણ
તાંદળજાની ભાજીનું સેવન શિયાળામાં જ નહિ પરંતુ ઉનાળામાં પણ ખુબ ઉપયોગી બને છે. ઉનાળામાં મળતી તાંદળજાની ભાજી ઔષધ સમાન છે. તો ચાલો આજે આ લેખમાં તેનાથી થતા ફાયદા વિષે જાણીએ. ઉનાળામાં તાંદળજાની ભાજી ખાવાથી આપની ઈમ્યૂનિટીમાં વધારો થાય છે. તે પેટની ગરમીને દુર કરવામાં મદદ કરે છે.
તાંદળજાની ભાજીમાં વિટામીન સી અને પ્રોટીન રહેલા છે. જે આપણને સંક્રમણથી પણ બચાવે છે, અને આપણી ઈમ્યૂનિટીમાં પણ વધારો કરે છે. અત્યારે આ કોરોના જેવી બીમારીમાં ડોક્ટર પણ વિટામીન સી અને પ્રોટીન લેવાની સુચના આપે છે. કોરોના જેવી બીમારીમાં તાંદળજાની ભાજીનું સેવન કરવું ખુબ ઉપયોગી બને છે.
આ ભાજી બ્લડ પ્યૉરિફિકેશનનું કામ કરે છે. એમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી મોશન ક્લિયર આવે છે અને પેટની કોઈ તકલીફ નથી રહેતી. સ્કિનના કૉમ્પ્લેક્શન માટે પણ પાલક કરતાં તાંદળજો અને સૂવા બેસ્ટ છે. પેટની ગરમી, ઍસિડિટી, પેટનો દુખાવો વગેરેમાં તાંદળજો તરત રાહત આપે છે. મગજ ગરમ રહેતું હોય એ તાંદળજાની ભાજી ખાય તો મગજ શાંત રહે.
આંખોને તકલીફ થતી હોય, બળતી હોય તો એ તકલીફ દૂર કરે. પગમાં ચીરા પડ્યા હોય, પગમાં બળતરા થતા હોય તેવા વ્યક્તિએ જો તાંદળજાની ભાજી ખાય તો બે દિવસમાં રાહત મળે છે. તેની ભાજી ખાવાથી શરદી અને ઉધરસમાં પણ ઘણી રાહત મળે છે. તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે, જે ઉધરસ અને શરદીમાં ઘણો ફાયદો આપે છે.
તાંદળજાની ભાજી ઉનાળાની ઋતુમાં વધુ જોવા મળે છે. તાંદળજાની ભાજીમાં લયસિન નામનું એમીનો એસીડ રહેલું છે. જે આપણી વધતી ઉમરના લક્ષણને રોકે છે. માટે ઉનાળમાં આ ભાજીનું સેવન કરવાથી ચહેરા પર થતી કરચલીની સમસ્યા માંથી બચી શકાય છે. આ ભાજીનું સેવન કરવાથી કફ અને પિત્તને લગતી બધી સમસ્યા પણ દુર થાય છે.
તાંદળજાની ભાજી ગુણમાં ઠંડી હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઠંડક મળે છે. માટે ઉનાળાની ઋતુમાં આ ભાજીનું સેવન ચોક્કસ કરવું જોઈએ. તેની અંદર ભરપુર પ્રમાણમાં વિટામીન, મિનરલ્સ, ફાયબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી બને છે. તેમાં ઓછા પ્રમાણમાં કેલેરી હોવાથી વજન ઘટાડવામાં પણ ખુબ ઉપયોગી બને છે.
જે લોકોને વાળ ખરવાની તકલીફ હોય તેઓ જો દર બે દિવસે તાંદળજાની ભાજી ખાવાનું રાખે તો તેમના વાળ ખરતા બંધ થઈ જશે. ગરમીને કારણે થતા રક્તના વિકારમાં જ્યારે શરીરમાં સખત ચળ આવતી હોય અને આખા શરીરની ત્વચા પર લાલ-લાલ નાની અનેક ફોલ્લીઓ થઇ હોય ત્યારે જો આ બાફેલી ભાજી આપવામાં આવે તો એ ખૂબ જ ગુણકારી નીવડે છે. આનાથી લોહીની શુદ્ધિ તો થાય જ છે સાથે જ શરીરમાં હીમોગ્લોબિનની માત્રા પણ વધે છે.
જીર્ણ ફિરંગરોગ, વાતરક, ત્વચા રોગ, શીતપિત્ત તેમજ પ્રસૂતા, સગર્ભા અને નાના બાળકની માતા માટે તાંદળજો લાભદાયક છે. તાંદળજો નાજુક પ્રકૃતિવાળાને પણ આપી શકાય છે. તાંદળજાનુ સારા પ્રમાણમાં સેવન કરવાથી આંખોની ગરમી, આંખોની બળતરા, આંખમાં પીયા વળવા, આંખ ચોંટી જવી વગેરે દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
0 Response to "ઉનાળામાં બેસ્ટ છે આ ભાજી, જે ખાવાથી નથી વધતી પેટની ચરબી, સાથે થાય છે આ જબરજસ્ત ફાયદાઓ પણ"
ટિપ્પણી પોસ્ટ કરો