સાવચેત રહેજો: કોરોના વેક્સિન માટે આવતા આવા નકલી મેસેજથી બચજો, નહિં તો પળવારમાં જ થઇ જશે…જાણી લો જલદી કામની વાત
કોરોનાની વેક્સીન જરૂર લેવી જોઈએ પરંતુ તેના માટે નોંધણી સરકારી પોર્ટલ કોવીન પર જ કરાવવી જોઈએ. કોરોના રસીકરણ માટે નકલી મેસેજમાં આપવામાં આવેલ લિંક પર ક્લિક ન કરવી. અસલમાં હાલના સમયમાં નકલી કોવીડ 19 ની રસી નોંધણી માટે એસએમએસ મોકલીને ઉપયોગકર્તાના એન્ડ્રોઇડ ફોનમાં રહેલા મહત્વના ડેટા સુધી પહોંચવાનો રસ્તો તૈયાર કરવામાં આવે છે.

સઁઘીય સાયબર સુરક્ષા એજન્સીએ આ બાબતે ચેતવણી આપી છે કે નકલી કોવીડ 19 રસી લેવા માટે નોંધણી એસએમએસ મોકલવામાં આવે છે અને તે એસએમએસ દ્વારા ઉપયોગકર્તાના એન્ડ્રોઇડ ફોનમાં રહેલા મહત્વના ડેટા સુધી પહોંચવાનો રસ્તો તૈયાર કરવામાં આવે છે. આવા નુકશાન કારક એસએમએસના પાંચ પ્રકારથી જાણવા મળ્યું છે જેથી આવા એસએમએસથી બચવું જોઈએ.
ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT એ સામાન્ય લોકો માટે એક એડવાઈઝરી બહાર પાડી છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે નકલી એસએમએસ સંદેશ મોકલીને ખોટી રીતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના દ્વારા પ્રસ્તુત એપ દ્વારા ભારતમાં કોવીડ 19 રસી માટે નોંધણી કરી શકાય છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે નકલી એસએમએસમાં એક લિંક આપવામાં આવે છે જેના પર ક્લિક કરવાથી યુઝરના એન્ડ્રોઇડ ફોનમાં સંદિગ્ધ એપ ઇન્સ્ટોલ થઇ જાય છે. યુઝર્સે સાવધાન રહેવું જોઈએ જેથી નકલી નામ, ઈમેલ કે મેસેજ દ્વારા તમારા મહત્વના ડેટા પર હેકર કબ્જો ન કરી શકે.
નોંધનીય છે કે CERT સંઘીય ટેક્નિકલ વિભાગ છે જે સાઇબર હુમલાઓ સામે લડવાની સાથે સાથે ભારતીય સાઇબર મંચની રક્ષા જાસૂસી, હેકિંગ અને અન્ય આ પ્રકારના ઓનલાઇન હુમલાઓની તપાસ કરે છે.

સંદિગ્ધ એપ ઇન્સ્ટોલ થયા બાદ યુઝર્સના ફોનમાં સેવ કરેલા અન્ય નંબરો પર પણ મોકલવામાં આવે છે sms CERT એ જણાવ્યું હકે સંદિગ્ધ એપ ઇન્સ્ટોલ થયા બાદ આપ મેળે જ યુઝર્સના ફોનમાં સેવ કરેલા અન્ય નંબરો પર પણ આવી માહિતી એસએમએસ દ્વારા પ્રસારિત થઇ જાય છે. આ એપ અનાવશ્યક રૂપે મંજૂરી મેળવે છે જેથી સાઇબર યુઝર્સના ડેટા જેમ કે ફોન કોલ પર કબ્જો કરી શકે.
આ પાંચ નકલી લિંકની ઓળખ કરવામાં આવી છે.
એડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે અમુક લિંકની ઓળખ કરી લેવામાં આવી છે જે નકલી છે અને તે લિંક પર ક્લિક કરવાથી બચવું જોઈએ. આ લિંક આ મુજબ છે. Covid19.apk, Vaci__Regis.apk, MyVaccin_v2.apk, Cov-Regis.apk અને Vccin-Apply.apk કોરોના વેક્સીન માટે માત્ર સરકારી પોર્ટલ http://cowin.gov.in પર જ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ.
અજાણ્યા સ્ત્રોતથી ઇન્સ્ટોલ થતા એપને ડિસેબલ કરો

CERT એ એ પણ સલાહ આપી છે કે યુઝર્સ તેના ફોનના સેટિંગમાં જઈને કોઈ અજ્ઞાત સ્રોતથી ઇન્સ્ટોલ થનાર એપને ડિસેબલ કરવાની સુવિધાને ઉપયોગમાં લે અને આવી એપને ડિસેબલ કરે. એ સિવાય ભરોસાપાત્ર એન્ટી વાયરસ અને ઇન્ટરનેટ ફાયરવોલ જેવી સુવિધાનો પણ લાભ લેવો.
0 Response to "સાવચેત રહેજો: કોરોના વેક્સિન માટે આવતા આવા નકલી મેસેજથી બચજો, નહિં તો પળવારમાં જ થઇ જશે…જાણી લો જલદી કામની વાત"
ટિપ્પણી પોસ્ટ કરો