OMG! આ વ્યક્તિને છે 16 પત્નીઓ અને 151 બાળકો, તો પણ કરવા માગે 17મી વાર લગ્ન, અને કહે છે કે મારે તો 1000….

તમને જાણીને આશ્ચર્ય થશે કે આફ્રિકા ખંડ પરના દેશ ઝિમ્બાબ્વેમાં એક વ્યક્તિની 16 પત્નીઓ છે. એટલું જ નહીં, આ વ્યક્તિ તેના 17મા લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. આ માણસે અત્યાર સુધીમાં કુલ 151 બાળકો પેદા કર્યા છે. તો બીજી તરફ તેની ઈચ્છા 100 લગ્ન કરવાની અને 1000 બાળકોને જન્મ આપવાની છે. ઝિમ્બાબ્વેમાં રહેતો આ વ્યક્તિ 66 વર્ષનો છે.

image source

આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા વધતી વસ્તી છે. વધતી વસ્તીના આ વિસ્ફોટથી દક્ષિણ એશિયા અને આફ્રિકા ખંડના ઘણા દેશો પ્રભાવિત થયા છે. આગામી સમયમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આફ્રિકાના ઘણા દેશોમાં આશ્ચર્યજનક રીતે વસ્તી વધી શકે છે. બીજી તરફ, ઝિમ્બાબ્વેનો આ વ્યક્તિ કહે છે કે મારું કામ મારી પત્નીઓને શારીરિક રીતે સંતુષ્ટ રાખવાનું છે અને વધુ બાળકો પેદા કરવાનું છે.

image source

આ વ્યક્તિનું નામ મિશેક ન્યાનદોરે છે. આ દિવસોમાં મિશેકની ચર્ચા બધે જ થઈ રહી છે. મિશેક કહે છે કે તેમની ઘણી પત્નીઓ વૃદ્ધ થઈ ગઈ છે, જે તેમની સેક્સ ડ્રાઇવ સાથે મેળ ખાતી નથી. આ કારણોસર તેને જુવાન યુવતીઓ સાથે લગ્ન કરવા પડશે. મિશેક પોતાનો મોટાભાગનો સમય પત્નીઓ વચ્ચે વિતાવે છે.

image source

મિશેક કહે છે કે તે મરતા પહેલા 1000 બાળકોને જન્મ આપવા માગે છે. મિશેક ન્યાંદોર અને તેનો મોટો પરિવાર ઝિમ્બાબ્વેના મશોનાલેન્ડ સેન્ટ્રલ પ્રાંતના બાયર જિલ્લામાં રહે છે. મિશેક ન્યાંદોરનું એક નિયત સમયપત્રક છે, જેમાં તે દરરોજ રાત્રે 4 પત્નીઓને શારીરિક રીતે સંતોષ આપે છે. મીડિયા ઇન્સ્ટિટ્યૂટમાં આપેલા ઇન્ટરવ્યુમાં, મિશ્કેએ જણાવ્યું છે કે મારી પાસે કોઈ નોકરી નથી, તેથી હું ફક્ત મારી પત્નીઓને ખુશ કરવાનું કામ કરું છું. બીજી તરફ મારા 150 બાળકો છે. આને કારણે મારા પર કોઈ આર્થિક દબાણ નથી. તે બાળકો જ કામ કરે છે અને ઘર ચલાવે છે અને મને ગિફ્ટ પણ આપે છે.

image source

આ પરિવારની આવકનો મુખ્ય સ્રોત ખેતી છે. મિશેક ન્યાનદોરેના 6 બાળકો ઝિમ્બાબ્વે નેશનલ આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. મિશેકની 13 પુત્રીના અત્યાર સુધીમાં લગ્ન થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિએ છેલ્લે 2015 માં લગ્ન કર્યાં હતાં. જો કે, ત્યારબાદ ઝિમ્બાબ્વેની આર્થિક સ્થિતિ નોંધપાત્ર રીતે કથળી હતી. આ કારણોસર, આ વ્યક્તિએ થોડા સમય માટે લગ્ન કરવાની તેની યોજના પર બ્રેક લગાવ્યો. હવે 2021 માં માઇક ફરી લગ્ન કરવાનો વિચાર કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "OMG! આ વ્યક્તિને છે 16 પત્નીઓ અને 151 બાળકો, તો પણ કરવા માગે 17મી વાર લગ્ન, અને કહે છે કે મારે તો 1000…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel