તારક મહેતા…ના એક્ટર્સને આ 1 વ્યક્તિની લાગે છે કમી, આ રીતે યાદ કરી રહ્યા છો કો સ્ટાર્સ

છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતા શો તારક મહેતા કા ઉલટા ચશ્માંના બધા જ કલાકારોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દર્શકોની વચ્ચે લોકપ્રિય તો છે જ પણ સાથે સાથે પોતાની છબિને ખાસ બનાવી ચૂકેલી દયા બેન એટલે કે દિશા વાકાણી લાંબા સમયથી આ શોમાંથી ગાયબ છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માં શોમાં દયા બેનનો રોલ ખૂબ જ ખાસ બની ચૂક્યો હતો. અને એટલે જ દિશા વકાણી જ્યારે લાંબા સમયથી શોમાં પરત ન ફરી હોવાથી એમના ફક્ત ફેન્સ જ નહીં પણ તેમના કો સ્ટાર્સ પણ તેમને ખૂબ જ મિસ કરી રહ્યા છે. તારક મહેતા કા ઉલટા ચશ્માં શોના માધવી ભાભીએ એક વાર કહ્યું હતું કે તેઓ શો પર દયા ભાભીને કેટલું મિસ કરી રહ્યા છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માં શોની એ ખાસ વાત રહી છે કે આ શોના કલાકાર એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. આ શોમાં જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા દિલિપ જોશીએ એક વાર કહ્યું હતું કે એવું ક્યારેય થયું નથી કે સેટ પર કોઈને એકમેક સાથે વાંધો પડ્યો હોય. આ શોમાં દિશા વાકાણી ન હોવાથી તેમની ખામી દરેક કો -એક્ટર્સને લાગે છે.

દિલીપ જોશીએ એમ પણ કહ્યું હતુ કે ટીમમાં કોઈ એવી વ્યક્તિ નથી જે આળસુ હોય, નહીં તો આ શો 3000 એપિસોડ કરી શકતો નહિ.

image source

આ વિશે દિલિપ જોશી એટલે કે જેઠાલાલ કહે છે કે અમે બધા લંચ પણ સાથે કરીએ છીએ. દરેક સભ્ય નિયમિતતાનો ખ્યાલ રાખે છે. શોના બધા કલાકાર ટાઈમના ખૂબ ક રેગ્યુલર છે. ભિડે, અમિત ભાઈ, માધવીજી, સોનાલીજી, મિ. કોમલ પણ સમયના ખૂબ જ ચોક્કસ છે. અમારામાં કોઈને ઈગો પ્રોબ્લેમ નથી. દરેક વ્યક્તિ જમીન સાથે જોડાયેલો છે. આ સેટની બધી જ લેડીઝ પણ ખૂબ જ સમજદાર છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માં શોમાં માધવી ભાભીનું પાત્ર ભજવી રહેલી સોનાલિકા જોશીએ કહ્યું કે અમે દિશાને ખૂબ જ મિસ કરી રહ્યા છીએ. એકસ્ટ્રેસ સોનાલિકા જોશીએ આગળ કહ્યું કે અમે તેમને ખૂબ જ મિસ તો કરીએ છીએ, કારણ કે તેમના બહુ કીડા હોય છે, બહુ સાયલન્ટ કીડા હોય છે, સિચ્યુએશનલ હોય છે. છેલ્લા ઘણા સમયથી દયાબેન શોમાં દેખાયા નથી. મેટરનીટી બ્રેક પર ગયેલી દિશા એ બાદ ક્યારેય શો પર પરત ફરી જ નથી.

Related Posts

0 Response to "તારક મહેતા…ના એક્ટર્સને આ 1 વ્યક્તિની લાગે છે કમી, આ રીતે યાદ કરી રહ્યા છો કો સ્ટાર્સ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel