મોટો ખુલાસો: આ એક બીમારીને કારણે અભિષેક બધા કરતા પડી જતો પાછળ, આમિર ખાનની..
આ બીમારીના કારણે ક્લાસમાં પાછળ રહી જતા હતા અભિષેક બચ્ચન, આમિર ખાનની ફિલ્મમાં થયો હતો ખુલાસો.
ડિસલેક્સિયા એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને વાંચવા, લખવા અને શીખવામાં તકલીફ પડે છે. પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે જુનિયર બચ્ચન પણ આ અજીબ પ્રકારની માનસિક બીમારીનો સામનો કરી ચુક્યા છે. ચાલો આજે અમે તમને જણાવીએ અભિષેક બચ્ચનની આ ગંભીર બીમારી વિશે જેના કારણે એ ક્લાસમાં બીજા બાળકો કરતા પાછળ રહી જતા હતા.

અભિષેક બચ્ચન પોતાની શાળાના શરૂઆતના દિવસોમાં ડિસલેક્સિયા નામની માનસિક બીમારીથી ઝઝુમી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આ બીમારીથી પીડાતા બાળકોને કોઈપણ વસ્તુમાં ધ્યાન લગાવવામાં તકલીફ પડે છે. જો કે એ ખૂબ જ ક્રિએટિવ હોય છે પણ બંધાઈને કે પછી પુસ્તકોના માધ્યમથી અભ્યાસ કરવામાં એમને મુશ્કેલી પડે છે. આ એક ખાસ પ્રકારનો લર્નિંગ ડિસઓર્ડર છે જે વાંચવા, લખવા અને ખરાબ રાઇટિંગની સમસ્યાઓનું કારણ બને છે.

એવા બધા જ બાળકો સાથે પરીક્ષાના દિવસોમાં વધુ તકલીફ પડે છે કારણ કે એ સતત માતા પિતાની ટકોર સાંભળ્યા કરે છે અને જ્યારે એમનું રિઝલ્ટ આવે છે તો એ પણ એવરેજ આવે છે. અભિષેક બચ્ચનને પણ ગણિતમાં મુશ્કેલી પડતી હતી. આ વાતનો સૌથી પહેલા ખુલાસો આમિર ખાનની ફિલ્મ તારે જમીન પરના માધ્યમથી થયો હતો જેમાં દરશીલ નામનો એક છોકરો પણ આ બીમારીથી પીડાઈ રહ્યો હતો.

અભિષેક બચ્ચને એ પછી એક ઇન્ટરવ્યૂમાં શેર કર્યું હતું કે એમના માતા પિતાએ એમનો ખૂબ જ સાથ આપ્યો અને આ ગંભીર બીમારીથી એ આગળ વધી શક્યા. એવું જરૂરી નથી કે તમે અભ્યાસમાં સારા નથી તો તમારું કરિયર નથી બનાવી શકતા. અભિષેક બચ્ચને એ વાતને સાબિત કરી બતાવી છે. અભિષેક ન ફક્ત આ બીમારીમાંથી બહાર નીકળ્યા પણ એ અભ્યાસમાં આગળ વધ્યા અને વિદેશ જઈને પોતાની માસ્ટર્સની ડીગ્રી પણ લઈ આવ્યા.

બોલીવુડમાં ભલે અભિષેક બચ્ચન ખૂબ જ સફળ ન રહ્યા હોય પણ એમની પાસે ઘણી ઉમદા ફિલ્મો છે અને પછી એમને પોતાના દમ પર પોતાના પિતાની કંપની ABCL Corpને ફરી પાછી ઉભી કરી. હાલમાં જ અભિષેક બચ્ચન ફિલ્મ ધ બિગ બુલમાં દેખાયા હતા, જેમાં એમના પાત્રને ઘણા વખાણ મળ્યા છે. તો અમુક યુઝર્સે એમને ટ્રોલ પણ કરી દીધા જેનો અભિષેક બચ્ચને જવાબ પણ આપયો હતો.

તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચને વિશ્વ સુંદરી રહી ચુકેલી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે અને એ બન્નેને એક દીકરી પણ છે જેનું નામ આરાધ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "મોટો ખુલાસો: આ એક બીમારીને કારણે અભિષેક બધા કરતા પડી જતો પાછળ, આમિર ખાનની.."
ટિપ્પણી પોસ્ટ કરો