ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે ઘરે જ બનાવી લો આ ફેસપેક, મળશે કમાલનો નિખાર
કેસનો ઉપયોગ ખાસ કરીને વાનગીનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ સિવાય કેટલીક જગ્યાઓએ તેની ચા પણ પીવાય છે. આ સિવાય કેસર હેલ્થને પણ અનેક ફાયદા આપે છે. પરંતુ શું તમે જાણો છો કે તે અનેક બ્યૂટી પ્રોડક્ટ્સમાં પણ ઉપયોગમાં લેવાય છે.

કેસરનો ઉપયોગ કરવાથી ફક્ત ચહેરા પર નિખાર આવે છે તેવું નથી પણ સ્કીન સાથે સંબંધિત અનેક સમસ્યા પણ દૂર થાય છે. કેસર અને દૂધથી બનેલો ફેસ પેક સ્કીનને નવી ચમક આપે છે. તેનાથી સ્કીન પર ગુલાબી નિખાર આવે છે. તમારી સ્કીન બેદાગ અને સુંદર દેખાય છે. ખીલની સમસ્યામાં રાહત મેળવવા માટે કેસરનો બનેલો આ ફેસપેક તમારી મદદ કરી શકે છે.

સ્કીન બેદાગ હોય અને તેની રંગત ખીલેલી હોય તો તેના માટે અમે અનેક પ્રકારના બ્યૂટી પ્રોડક્ટનો ઉપયોગ કરી લઈએ છીએ. પણ જો કેસર ઘરે બેઠા સ્કીનમાં જાદુઈ નિખાર લાવે તો તે કમાલનો ઉપાય છે. કેસર સ્કીનને અનેક રીતે ફાયદો કરે છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સ્કીન પર થતા ડાઘ અને ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. આ સ્કીનને મોઈશ્ચરાઈઝ રાખે છે. સાથે જ યૂવી કિરણોથી સ્કીનને લાભ આપે છે અને નુકસાન થવાથી અટકાવે છે.

સ્કીન માટે દૂધ અને કેસર અનેકગણો ફાયદો કરે છે. દૂધનો ઉપયોગ સ્કીન પર ક્લીન્ઝીંગને માટે કરાય છે. તેનાથી સ્કીનમાં જમા થતી ગંદગી દૂર થાય છે અને સ્કીન સાફ રહે છે. તો કેસર પણ સ્કીનની નરમાશને જાળવી રાખવામાં મદદ કરે છે. આ સાથે સ્કીનનો કલર પણ નિખારે છે.

કેસર અને દૂધને સ્કીન પર એકસાથે લગાવવાથી સ્કીન પર નિખાર આવે છે. સ્કીન સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે. આ ફેસપેક તમે સ્કીન પર લગાવી શકો છો. તેના માટે 2 ચમચી દૂધ લો અને એક ચમચી કેસર મિક્સ કરો. આ બંનેને સારી રીતે મિક્સ કરો અને ચહેરા અને ગરદન પર લગાવો. લગભગ 15 મિનિટ બાદ આ સૂકાઈ જાય તો તેને સારી રીતે સાદા પાણીથી ધોઈ લો. તમને થોડો ફરક જોવા મળશે,
ખીલ દૂર કરવામાં કરે છે મદદ

ગરમીમાં ઓઈલી સ્કીન વાળા લોકોને મુશ્કેલી વધારે રહે છે. એવામાં તમે ફેસ પર ખીલની સમસ્યા અનુભવો છો. જો તમે તેનાથી પરેશાન છો તો કેસર અને ચંદન પાવડરથી બનેલા ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક ચમચી દૂધમાં કેસરના થોડા તાંતણા મિક્સ કરો અને સાથે ચંદન પાવડર પણ મિક્સ કરી લો. થોડી વાર સુધી તેને ચહેરા અને ગરદન પર લગાવીને રાખો. તે સૂકાય તો તેને સાદા પાણીથી ધોઈ લો.
સ્કીનને ગ્લો આપવાની સાથે બનાવશે યંગ

કેસરમાં એન્ટી એજિંગ તત્વો હોય છે. એવામાં તેને યુવાન બનાવી રાખવામાં પણ તે મદદ કરે છે. કેસરમાં મધના થોડા ટીપા મિક્સ કરો અને તેમાં પલાળેલી બદામને પીસીને તેને મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ફેસ પર લગાવીને રાખો અને સૂકાઈ જાય એટલે ચોખ્ખા સાદા પાણીથી ફેસને વોશ કરી લો. તમારા તહેરા પરની કરચલીઓ ગાયબ થશે અને ઉંમર પણ ઓછી દેખાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે ઘરે જ બનાવી લો આ ફેસપેક, મળશે કમાલનો નિખાર"
ટિપ્પણી પોસ્ટ કરો