પતિ અક્ષય કુમારના કારણે અરેસ્ટ થઈ ચુકી છે ટ્વિંકલ ખન્ના, ફેશન શો દરમિયાન કરાવ્યું હતુ ના કરવાનું ‘આવું’ કામ
પતિ અક્ષય કુમારના કારણે અરેસ્ટ થઈ ચુકી છે ટ્વીનકલ ખન્ના, ફેશન શો દરમિયાન કરાવ્યું હતું આ કામ.
બોલિવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમની હિટ ફિલ્મોની સાથે જ એમની ફિટ બોડી માટે પણ જાણીતા છે. અક્ષય કુમાર એ સ્ટાર્સમાંથી છે જે ન ફક્ત પોતાની પ્રોફેશનલ લાઈફ પણ સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણા ચર્ચામાં રહે છે. અક્ષય કુમાર અને ટ્વીનકલ ખન્નાની જોડી બોલિવુડના સફળ સ્ટાર્સની જોડીઓમાં ગણવામાં આવે છે. એમની જોડીને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. તો બંને એકસાથે એક જિંદગીની ઘણી વસંત હસતા રમતા વિતાવી છે. પણ શું તમે જાણો છો કે એકવાર અક્ષય કુમારના કારણે એમની પત્ની ટ્વીનકલ ખન્નાને અરેસ્ટ થવું પડ્યું હતું.
વાત જાણે એમ હતી કે આ બાબત એ સમયની છે જ્યારે અક્ષય કુમારે એક ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું. ટ્વીનકલ ખન્નાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અક્ષય કુમારે એમને કોલ કરીને કહ્યું મેં જ્યારે એ વોક કરતા કરતા મારી પાસે આવશે તો હું એમની જિન્સનું ઉપરનું બટન ખોલી નાખું કારણ કે એ જિન્સનું નામ જ અનબટન્ડ હતું.
ટ્વીનકલ ખન્નાએ આગળ કહ્યું કે એના બીજા જ દિવસે અક્ષય કુમારને પદ્મશ્રી સમ્માન મળવાનું હતું. જ્યારે અમે બંને આ સમ્માનને પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા તો મારી માતા ડિમ્પલ કપાડીયાનો મેસેજ આવ્યો કે પોલીસ પાસે તારો અરેસ્ટ વોરંટ છે.પોલીસ તને શોધી રહી છે. એટલું જ નહીં ટ્વીનકલ ખન્નાએ એમના ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કર એ કેસ આજે પણ ચાલી રહ્યો છે.
વર્ષ 1995માં હિન્દી ફિલ્મ ‘બરસાત’થી શરૂઆક કરનારી ટ્વિંકલની અસફળ ફિલ્મો જેવીકે ‘ઇતિહાસ’, ‘જુલ્મી’ અને ‘મેલા’માં કામ કર્યું છે. અક્ષયની સાથે 2001માં લગ્ન કર્યા પછી તેણે એક્ટિંગની દુનિયા છોડી દીધી હતી. ટ્વિંકલ ખન્નાને છેલ્લીવાર 2010માં આવેલી ફિલ્મ ‘તીસમાર ખાં’માં ગેસ્ટ એપીએરેંસની તરીકે જોવા મળી હતી.
મિસ્ટર ખિલાડી એટલે કે અક્ષય કુમારની પત્ની 43 વર્ષીય ટ્વિંકલ કોલમ પણ લખી રહી છે અને પોતના ચુટીલા અંદાજના લેખન માટે લોકપ્રિય છે. ‘પેજામાજ અને ફોરગિવિંગ’થી પહેલા એક્ટ્રેસ અને રાઇટર ટ્વિંકલ ખન્નાના બે નોવલ ‘મિસેજ ફનીબોન્સ’ અને ‘ધ લેજેંડ ઓફ લક્ષ્મીપ્રસાદ’ બજારમાં આવી ચૂકી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "પતિ અક્ષય કુમારના કારણે અરેસ્ટ થઈ ચુકી છે ટ્વિંકલ ખન્ના, ફેશન શો દરમિયાન કરાવ્યું હતુ ના કરવાનું ‘આવું’ કામ"
ટિપ્પણી પોસ્ટ કરો