સટાસટ વજન ઉતારવાના મૂડમાં છો તો ડાયટમાં સામેલ કરી લો આ ખાસ ડ્રિંક, નહીં રહે કોઈ સમસ્યા
વજનને કંટ્રોલમાં રાખવાની પ્રક્રિયા અને સાથે તેને માટેની આશા રાખવી એક મહત્વનું કામ બને છે. સ્વસ્થ અને સંતુલિત ડાયટ વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે તમે આલ્કોહોલ વાળા ડ્રિંક્સ લો છો તો તેમાં વધારે પ્રમાણમાં શુગર હોવાથી તે વજન વધારવા માટેનું કારણ બને છે.

વજન ઉતારવાની પ્રક્રિયા મુશ્કેલ કામ હોવાના કારણે લોકો જલ્દી તેનાથી હાર માની લે છે. પરંતુ આજે અમે તમને એક એવા ડ્રિંક વિશે જણાવીશું જે ફ્રેશ હોવાની સાથે ગરમીમાં તમને સ્વાસ્થ્ય માટેના અનેક લાભ પણ આપે છે.
પ્રોટીન ડ્રિંક્સ

પ્રોટીન ડ્રિંક્સ પૂર્ણતાનો અહેસાસ કરાવવામાં મદદ કરી શકે છે. આ રીતે કેલેરીનું વધારે સેવન થતું અટકાવી શકાય છે. ઓછી કેલેરીના સેવન વજનમાં ઘટાડો અને વજન પ્રબંધનમાં મદદ કરી શકે છે. તમે પ્રોટીન ડ્રિંકના સપ્લીમેન્ટનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે કેળા, મગફળી, માખણથી પ્રોટીન ડ્રિંક્સ બનાવી શકો છો.
ગ્રીન ટી

ગ્રીન ટી એન્ટી ઓક્સીડન્ટને ભરપૂર સોર્સ હોય છે અને ફેટ બર્ન કરવા માટે અને વજન પ્રબંધન ફાયદાને વધારો આપે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગ્રીન ટીમાં વજન ઓછું કરવાના ફાયદા મળે છે.
બ્લેક ટી

ચા સામાન્ય રીતે પીનારું એક ડ્રિંક છે. તમે વજન ઘટાડનારું કોઈ ડ્રિંક શોધી રહ્યા છો તો આ ડ્રિંક તમારી મદદ કરી શકે છે. દૂધ છોડવાનો આ યોગ્ય સમય છે. પોલીફેનોલ્સની હાજરીના કારણએ બ્લેક ટી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
સફરજનના વિનેગરનું ડ્રિંક

આ ડ્રિંક મેટાબોલિઝમને સુધારે છે અને ફેટ બર્ન કરે છે. આ રીતે વજન ઓછું કરવામાં તે તમારી મદદ કરી શકે છે. અનેક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વજન ઘટાડવામાં વિનેગર મદદરૂપ છે. સફરજનનું વિનેગર દાંતના ક્ષરણનું કારણ બની શકે છે. તમે તેમાં મધ, લીંબુ અને તજની સાથે મિક્સ કરીને એક ખાસ ડ્રિંક બનાવી શકો છો.
શાકનો જ્યૂસ

તમે વિવિધ શાકના જ્યૂસ ઘરે સરળતાથી કાઢી સકો છો. તેમાં ખાસ કરીને ગાજર, પાલક, કાકડીના જ્યુસમાં અનેક પોષક તત્વો હોય છે. તેનાથી સ્વાસ્થ્યને સંપૂર્ણ ફાયદો મળે છે. ફળના જ્યુસમાં શુગર વધારે હોય છે. તેનાથી વજન વધારવામાં મદદ મળે છે. તો શાકના જ્યૂસથી વજન ઘટે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "સટાસટ વજન ઉતારવાના મૂડમાં છો તો ડાયટમાં સામેલ કરી લો આ ખાસ ડ્રિંક, નહીં રહે કોઈ સમસ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો