ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિની કરવામા આવી બદલી, હવે આ પદ પર ફરજ બજાવશે, જાણો સમગ્ર કહાની
કોરોના આવ્યો અને બધાની હાલત કફોડી કરી નાખી. ત્યારે આપણા રાજ્યના ડોકટરો અને પોલીસ જવાનોએ સરસ કામગીરી કરી. એમાં એક લેડીનો ફાળો અદભૂત હતો. એમનું નામ એટલે જયંતિ રવિ. જયંતિ રવિ ગુજરાત કેડરના 1991 બેચના આઇએએસ અધિકારી છે. દરરોજ કોરોનાની માહિતિ આપવા માટે જયંતિ રવિ જ આવતા હતા. ત્યારે હવે સમચાર સામે આવી રહ્યાં છે કે ગુજરાત સરકારના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે.

હાલમાં સામે આવી રહ્યું છે કે જયંતિ રવિને કેંદ્રમાં પ્રતિનિયુક્તી પર આદેશ આપવામાં આવ્યો છે. તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. હવે તેઓને ગુજરાતમાં ફરજ પરથી રાહત આપવામા આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં ડોક્ટર જયંતિ રવિ પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા. આ પછી ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય, શિક્ષણ વિભાગ, જેવા વિભાગોમાં તેમનુ મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ કડક વહીવટકર્તા તરીકે પણ જાણીતા છે.

મળતી માહિતી પ્રમાણે જયંતિ રવિ મૂળ દક્ષિણ ભારતના છે અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને હાવર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે. તેમણે મેનેજમેન્ટ વિષયમાં પણ પીએચડી કર્યું છે. આટલું ભણ્યા બાદ પણ સતત મૃદુભાષી અને જમીનને જોડાયેલા રહેલા અધિકારી છે. આ સાથે જ માહિતિ મળી રહી છે કે જયંતિ રવિ ૧૧ જેટલી ભાષા જાણે છે. તેઓએ સંસ્કૃત ભાષામાં- અંગ્રેજીમાં ઘણા પુસ્તકો લખ્યા હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી રહી છે. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે.
ત્યારે હવે જયંતી રવિ દ્વારા કરવામાં આવેલ માંગ બાદ કેન્દ્ર દ્વારા પ્રતિનયુક્તિ પર આદેશ આપી દેવામાં આવ્યા છે. જૉ વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીમાં ગુજરાતમાં સૌથી વધારે ચર્ચામાં રહેનાર અધિકારીઓમાં જયંતી રવિનું નામ સૌથી ઉપર આવે છે. ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ હોવાના નાતે સ્વાસ્થ્યની જવાબદારીઑ તેમના માથા પર હતી. જોકે મહામારીમાં રૂપાણી સરકાર તેમનાથી નારાજ થઈ હોવાનું પણ વચ્ચે સામે આવ્યું હતું ત્યારે મૂળ તમિળનાડુના IAS અધિકારીએ પ્રતિનયુક્તિ માંગી હતી.

જૉ જયંતી રવિ વિશે વિગતે વાત કરીએ તો ૧૭ ઓગસ્ટ 1967ના રોજ તેમનો જન્મ થયો હતો. જયંતી રવિ 1991ની બેચના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારી છે. હાલમાં તેઓ ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ તરીકે ફરજ બજાવે છે. 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો એ માહિતી પણ મળી રહી છે.

તો વળી એક વાત એવી પણ સામે આવી હતી કે મહામારીમાં તેમનું પરફોર્મન્સ સામાન્યથી પણ ખરાબ રહ્યું છે તેઓ તેમના નીચલા અધિકારીઓ અન્ય ખાતાના અધિકારીઓ સાથે ખૂબ રોફ જમાવીને વર્તન કરે છે અને તેમને બરાબર સહકાર નથી આપતા તેવું પણ ચર્ચાયું હતું. જેથી સરકારે તેમનું કદ વેતરવા માટે ચુપકેથી આ મામલામાં અન્ય અધિકારીઓને સામેલ કરી દીધા હતા તેવું જાણવા મળ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિની કરવામા આવી બદલી, હવે આ પદ પર ફરજ બજાવશે, જાણો સમગ્ર કહાની"
ટિપ્પણી પોસ્ટ કરો