બુધનો વૃષભ રાશિમાં થયો પ્રવેશઃ જાણો ગ્રહોની વક્રી ચાલ અને રાશિ પરિવર્તનની કેવી થશે અસર
2 જૂનની રાતે વર્કી બુધની અસામાન્ય ચાલથી એક રાશિ પાછળ એટલે કે વૃષભ રાશિમાં આવ્યો છે. આ સાથે આ ગ્રહ સૂર્યની પાસે આવવાથી તે અસ્ત પણ થઈ ગયો છે. બુધ ગ્રહની અસર દેશની અર્થવ્યવસ્થા અને ભૌગોલિક સ્થિતિ પર પડશે. બુધની ચાલમાં બદલાવ થવાથી સંક્રમણમાં રાહત મળી શકે છે. આ સાથે ખાવા પીવાની ચીજોમાં મોંઘવારી થવાની સંભાવના છે. આ સાથે 12 રાશિ પર તેની શુભ અને અશુભ અસરો જોવા મળી શકે છે.

શું હોય છે ગ્રહનું વક્રી હોવુ
જ્યોતિષિઓ કહે છે કે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે પૃથ્વીથી આ રીતે જોવા મળે છે. જેમકે તે ધીરે કે ઊંઘી ચાલે પાછળની તરફ ચાલી રહ્યો હોય. જ્યોતિષમાં વક્રી ગ્રહોની ખાસ અસર દેખાડવામાં આવી છે.બુધની ચાલમાં ફેરફાર થવાથી મેષ, કર્ક, સિંહ, તુલા, ધન રાશિના લોકોને માટે સમય શુભ અને પ્રગતિકારક હોઈ શકે છે. તો આ સિવાયની તમામ રાશિ જેમકે મિથુન, કુંભ અને મીનને માટે સમય સંભાળીને રહેવાનો છે. આ સિવાય વૃષભ, કન્યા, વૃશ્વિક, મકર રાશિના લોકો માટે મિક્સ અસર જોવા મળી શકે છે.

હવે વૃષભ રાશિમાં સૂર્ય, બુધ અને રાહુના યોગ
2 જૂને મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ થયા બાદ 3 જૂને સૂર્ય બુધ, રાહુ વૃષભ રાશિમાં હોવાના કારણે અને સાથે શનિ મંગળનો સમસપ્તક યોગ બનતો હોવાના કારણે સમય મુશ્કેલી ભર્યો બની શકે છે. પશ્ચિમી દેશોમાં પ્રાકૃતિક મુશ્કેલીઓ અને યુદ્ધનું વાતાવરણ બની રહેશે. વાયદા અને હાજરના વેપારમાં વેગ આવશે. શનિ અને કર્ક રાશિ સ્થિત મંગળનો સમસપ્તક યોગ સીમા પ્રાંત પર અશાંતિ લાવી શકે છે.

ગુરુ 20 જૂનથી થશે વક્રી
ગુરુ ગ્રહ વક્ર ગતિથી ચાલવાના કારણે વાયુવેગ અને અતિવૃષ્ટિના પ્રાકૃતિક પ્રકોપ, જન ધન હાનિનું કારણ બની શકે છે. વક્ર ગતિથી ચાલતા ગુરુ ગ્રહ 14 સપ્ટેમ્બરે તેની નીચેની રાશિ મકરમાં પ્રવેશ કરી જશે. આ સમય ગુરુ-શનિ બંને મકર રાશિમાં સ્થિત હોવાના કારણે વક્ર ચાલથી ચાલશે. આ યોગના પ્રભાવથી પ્રાકૃતિક આપદા, ભૂકંપ, અગ્નિકાંડ, તોફાનથી જન ધન હાનિ થઈ શકે છે. ઊભા પાકને નુકસાન થવાની શક્યતા છે.

બુધની અશુભ અસરથી બચવા માટે છે ગણેશ પૂજા
બુધના અશુભ પ્રભાવથી બચવા અને શુભ અસર વધારવા માટે ભગવાન ગણેશની પૂજા કરવી. દર બુધવારે ગણેશજીના દર્શન કરો અને સાથે લાડવાનો ભોગ લગાવો. ગાયને ઘાંસ ખવડાવવાનું પણ પુણ્યનું કામ માનવામાં આવે છે. મગનું શક્ય તેટલું દાન કરો અને સાથે ગણેશજીને દુર્વા ચઢાવીને પૂજા કરો. ગણેશ મંદિરમાં લીલા વસ્ત્રો દાન કરો. પાણીમાં અપામાર્ગ એટલે કે ચિરચિટાની જડ માંખીને તેનાથી સ્નાન કરશો તો લાભ થશે. એવું કરવાથી બુધ ગ્રહની અશુભ અસરમાં ખામી આવી શકે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "બુધનો વૃષભ રાશિમાં થયો પ્રવેશઃ જાણો ગ્રહોની વક્રી ચાલ અને રાશિ પરિવર્તનની કેવી થશે અસર"
ટિપ્પણી પોસ્ટ કરો