મોટી દુર્ઘટના, અમદાવાદના દરિયાપુરમાં મકાન થયું ધરાશાયી, ત્રણ લોકો ખરાબ રીતે દટાયા, ફાયરબ્રિગેડની ટીમ પહોંચી

હાલમાં એકાદ મહિના પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે અમદાવાદમાં 5 માળની એક ઈમારત ધરાશાયી થઈ હતી. જો કે સદભાગ્યે એમાં કોઈને વધારે નુકસાન થયું ન હતું. ત્યારે હવે ફરીથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર આજે વહેલી સવારે મકાનનો વચ્ચેનો ભાગ કકડભૂસ થયો નીચે પડ્યો હતો, જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાઈ જવાના કારણે લોકોમાં અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો.

image source

જો કે આ ઘટનામાં સારી વાત એ છે કે ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ત્યારે આ મકાન વિશે જો વાત કરીએ તો દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળ પાસે રોડ પર આ મકાન આવેલું છે. મકાનમાં ત્રણ ભાઈનો પરિવાર તેમના પિતા સાથે મકાનમાં સ્ટીમ પ્રેસનો ધંધો કરતો હોવાનું પણ સામે આવ્યું છે. એક ભાઈ ત્યાં જ રહેતો હતો, બાકીના બે ભાઈનો પરિવાર અન્ય જગ્યાએ રહેતા હતો. જો રાતે તમામ પરિવારના સભ્યો હાજર હોત અને મકાનનો ભાગ પડ્યો હોત તો વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ સંભાવના બતાવવામાં આવી રહી છે.

દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
image source

આ તો નસીબની વાત છે કે સદનસીબે તેઓ બચી ગયા હતા કારણ કે તેઓ ત્યાં હતા જ નહીં. મકાન ધરાશાયી થયું એમાં ઇજાગ્રસ્ત પરિવારના સભ્ય અમરીનબાનું શેખે સમગ્ર મામલે વાત કરી હતી. મકાનમાં ઇરફાનભાઈ શેખ અને સસરા પીરભાઈ શેખ રહેતા હતા. ત્રણ ભાઈઓ મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરે છે. દરરોજ સવારે અમે પરિવાર સાથે અહીં મકાન પર કામ માટે આવીએ અને સાંજે ઘરે જતાં રહીએ. ત્યારે આજની વાત કરી કે સવારે અમે ઘરે હાજર હતા. ત્યારે અમને જાણવા મળ્યું જ કે મકાન પડ્યું છે.

મકાનમાં પિતા પુત્ર અને પુત્રવધૂ રહેતાં હતાં.
image source

અમરીન બા કહે છે કે અમને જાણ થઈ કે મકાન પડી ગયું છે કે તરત અમે પરિવાર સાથે અમે તાત્કાલિક અહીં પહોંચી ગયા હતા. ઇરફાનભાઈ, રેશ્માબેન અને પીરભાઈ ત્રણેયને ઇજા થતાં હાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હોવાનું સામે આવ્યું છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મકાનની બહાર ભયજનક મકાન હોવાની જાહેર નોટિસ લગાવીને ગયા હોવાનું હાલમાં કહેવામાં આવી રહ્યું છે. દરિયાપુર લખોટાની પોળની આસપાસનાં મકાનોમાં આ મકાન વર્ષો જૂનું હોવાનું જાણવા મળ્યું હતું.

ધરાશાયી થયેલું મકાન એક માળનું છે એવી માહિતી મળી રહી છે અને સાથે જ જાણવા મળી રહ્યું છે કે મકાનની બહારની ભાગમાં આવેલી ગેલરી અને ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં છે. ઉપરના ભાગે પણ તિરાડો પડી ગઈ છે. ધાબા પર પણ લીકેજ હોવાથી વરસાદમાં પાણી ન પડે એના માટે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મકાનની વચ્ચેનો ભાગ નબળો પડી ગયો હતો.

આ બે માળના મકાનમાં માલિક અને ભાડૂઆત રહેતા હતા.
image source

એ જ રીતે વાત કરીએ તો બાજુમાં આવેલાં મકાનો પણ ભયજનક હોવાનાં જણાયાં હતાં. બાજુમાં આવેલું એક મકાન લોખંડના પાર્ટિશન પર એક ભાગ પર ઊભું કરવામાં આવેલું જણાયું હતું. જો અમદાવાદની જ 2 મહિના પહેલાની વાત કરીએ તો રાણીપ વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલી નેમિનાથ સોસાયટીમાં વહેલી સવારે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી અને બ્લાસ્ટ થયો હતો. આગ અને બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયી થયું હતું, જેમાં બે મહિલાનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકોને ઈજાઓ થતાં ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "મોટી દુર્ઘટના, અમદાવાદના દરિયાપુરમાં મકાન થયું ધરાશાયી, ત્રણ લોકો ખરાબ રીતે દટાયા, ફાયરબ્રિગેડની ટીમ પહોંચી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel