તાઉ-તે વાવાઝોડાંના દોઢ મહિના પછી પણ ગુજરાતના આ ગામમાં નથી આવી વીજળી, લોકો જીવે છે અંધારામાં

થોડા સમય પહેલા આરબ સાગરમાં ઉઠેલા ચક્રવાત તાઉતેએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે કોહરામ મચાવ્યો હતો. ચક્રવાતને કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો હતો અને અનેક લોકો બેઘર પણ થઈ ગયા હતા. ચક્રવાતની આ તબાહીને આજે અંદાજે દોઢ મહિના જેવો સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી અનેક વિસ્તારોમાં તેની તબાહીનો પડછાયો હટ્યો નથી. ગુજરાતના અમરેલી જિલ્લાના નાનકડા દ્વીપ શિયાળ બેટમાં ચક્રવાત તાઉતેની તબાહીને કારણે લાઈટ ગુલ થઈ ગઈ હતી અને હજુ સુધી એટલે કે દોઢ મહિનાના સમય બાદ પણ પાછી આવી નથી અને ત્યાંના લોકો હજુ અંધારામાં જીવી રહ્યા છે.

image source

ચક્રવાતી તોફાન તાઉતે જ્યારે સૌરાષ્ટ્ર કિનારે ટકરાયું હતું ત્યારે આ વિસ્તારમાં ઘરો, વીજળી અને ટેલિફોન સંચાર લાઈનો ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. તેના દોઢ મહિના બાદ અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટથી થોડા જ અંતરે આવેલ એક નાનકડા દ્વીપ એટલે કે શિયાળ બેટ પર લગભગ 6000 જેટલા સ્થાનિક લોકો વીજળી વગર અંધકારમાં જીવન જીવવા મજબૂર બન્યા છે.

image source

ચક્રવાત તાઉતેના કારણે શિયાળ બેટની વીજળી સપ્લાય ગયા મહિને 17 મી તારીખથી બંધ થઈ ગઈ હતી. ચક્રવાતમાં સૌથી વધુ નુકશાન અમરેલી જિલ્લામાં થયું હતું. અમરેલીના લગભગ 620 થી વધુ ગામોને બ્લેકઆઉટ થઈ ગયા હતા. રાજ્ય સરકારની સ્વામિત્વ ધરાવતી કંપની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે PGVCL સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વીજળી સપ્લાય કરે છે. PGVCL એ અન્ય વિસ્તારોમાં વીજળી સપ્લાય શરૂ કરી દીધી છે પરંતુ શિયાળ બેટ પર વસવાટ કરતા 6000 લોકોના ઘરોમાં હજુ સુધી વીજળી સપ્લાય પહોંચી શકી નથી. જો કે આ સંબંધે કામકાજ પ્રગતિ પર છે.

ઘરોમાં નથી મળી રહ્યું પીવાનું પાણી

image source

શિયાળ બેટ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હમીર શિયાળએ શુક્રવારે જણાવ્યું હતું કે વીજળી ન મળવાને કારણે લોકોને જીવન જીવવું અઘરું થઈ ગયું છે. ઘરોમાં પીવાનું પાણી નથી પહોંચી રહ્યું. અહીંના લોકો પાસે સોલર પેનલ અને બેટરી છે પરંતુ તે રાત થઈ ગયા બાદ વધુમાં વધુ બે કલાક જ ચાલે છે અને ત્યારબાદ આખો શિયાળ બેટ અંધારામાં ગરકાવ થઈ જાય છે. એવું લાગે છે જાણે સાંજ થતા જ રાત્રી કરફ્યુ શરૂ થઈ ગયો હોય. નોંધનિય છે કે હમીર શિયાળના પત્ની ભાનુ શિયાળ આ બેટના સરપંચ છે.

image source

શિયાળ બેટ દ્વીપ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવે છે. વ્યસ્ત પીપાવાવ પોર્ટથી શિયાળ બેટનું આકાશી અંતર માત્ર 1.5 કિલોમીટરનું જ છે. ઉલ્લેખનીય છે કે શિયાળ બેટમાં એ જગ્યાઓ પૈકી એક છે જ્યાં સ્થાનિકો વર્ષ 2016 સુધી વીજળી વગર જ જીવન નિર્વાહ કરતા હતા. ચેક 2016 માં જ અહીં પ્રથમ વખત વીજળી આવી હતી.

Related Posts

0 Response to "તાઉ-તે વાવાઝોડાંના દોઢ મહિના પછી પણ ગુજરાતના આ ગામમાં નથી આવી વીજળી, લોકો જીવે છે અંધારામાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel