તમારી સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ, બસ એકવાર ટ્રાય કરો આ સરસવનો ફેસપેક અને નજરે જુઓ પરિણામ

લોકો ટેનિંગ, સનબર્ન, ચહેરા પર થી શુષ્કતા અને નરમ અને ચમકતી ત્વચા જેવી સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ સૌંદર્ય ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીક વાર ના તો સમસ્યા દુર થાય છે, અને ના તો આપણને ચહેરા પર ઇચ્છિત ચમક મળે છે. આ કિસ્સામાં, જો તમે ઇચ્છો તો ઘરે બનાવેલા સરસવના દાણા (સરસવ) ના ફેસ પેક ની મદદ લઈ શકો છો.

image source

તેઓ સ્કિન ટેનિંગ, સનબર્ન જેવી સમસ્યાઓ દૂર કરશે. તેમજ તમે ઇચ્છો છો તેવી ચમક આપશે. તો ચાલો આ લેખ દ્વારા જાણીએ સરસવ ના વિવિધ ફેસ પેક કેવી રીતે તૈયાર કરી શકાય છે.

સરસવના બીજ અને એલોવેરા જેલ

image source

બે ચમચી રાઈ ને ઝીણી પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યાર પછી તેમાં એક ચમચી એલો વેરા જેલ ઉમેરો અને બંને ને સારી રીતે મિક્સ કરીને તેની જાડી પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટ ને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. તેને વીસ મિનિટ માટે છોડી દો, અને પછી સ્વચ્છ પાણી થી ચહેરો ધોઈ લો. તેનાથી તમારી ત્વચા ચમકી જશે.

સરસવના બીજ અને દહીં

બે થી ત્રણ ચમચી રાઈ લઈ તેને બારીક પીસી ને પાવડર બનાવી લો. તેમાં એક ચમચી દહીં મિક્સ કરો. આ બંને વસ્તુ ને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટ ને પેકની જેમ ચહેરા અને ગરદન પર લગાવો. જ્યાં સુધી તે હળવા શકાઈ ન જાય ત્યાં સુધી તેને ચાલુ રહેવા દો. ત્યારબાદ તેને પાણી વગર સ્ક્રબ કરીને ચહેરા પર થી કાઢી લો. પાંચ મિનિટ પછી ચહેરો ધોઈ લો. આનાથી ટેનિંગ ની સમસ્યાઓ દૂર થશે. સાથે જ ડેડ સ્કિન પણ દૂર કરવામાં આવશે. જેથી તમારો ચહેરા પર ચમક જોવા મળશે.

image source

સરસવના બીજ અને બેસન

image source

બે ચમચી રાઈને ઝીણી પીસી લો. તેમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરી બે ચમચી દૂધ ઉમેરી તેની જાડી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને વીસ મિનિટ માટે તેને રહેવા દો. ત્યાર પછી સાદા પાણી થી ચહેરો સાફ કરો. આના થી સનબર્ન, ટેનિંગ જ નહીં પરંતુ તમારી ત્વચા મુલાયમ પણ બની જશે.

સરસવ ના બીજ અને લીંબુ

image source

રાઈ ને ઝીણી પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યાર બાદ તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. આ ઉપરાંત તેમાં થોડી ચમચી પાણી ઉમેરી તેની જાડી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ને તમારા ચહેરા પર અને ગરદન પર લગાવો. પંદર મિનિટ માટે તેને ચહેરા પર રહેવા દો. પછી ચહેરાને પાણી થી સાફ કરો. તેના થી ત્વચા ની ખરબચડી પણ દૂર થશે અને ત્વચા નરમ બનશે. અને ત્વચામાં ચમક પણ રહેશે.

0 Response to "તમારી સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ, બસ એકવાર ટ્રાય કરો આ સરસવનો ફેસપેક અને નજરે જુઓ પરિણામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel