ક્રિકેટ ટૂર પર નીકળેલી અનુષ્કાએ લંડનના સ્ટેડિયમ પાસેનો ફોટો શેર કરીને કોહલીને કહી દીધું આવું
અનુષ્કા શર્માએ શનિવારે ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનથી એક નવી તસવીર શેર કરી છે. હાલ આ અભિનેત્રી તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલી સાથે ઇંગ્લેન્ડમાં છે જે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચ રમવા માટે પહોંચ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની અંતિમ 18 જૂન સાઉથેમ્પ્ટનના અજેસ બાઉલમાં રમવામાં આવશે. તસવીરમાં અનુષ્કા ક્રિકેટ સ્ટેડિયમની પાસે પોઝ આપતી જોવા મળી રહી છે. હાલ આ દંપત્તિને નિયમો અંતર્ગત હોટલમાં અલગ રાખવામાં આવ્યા છે.
અનુષ્કાએ કેપ્શન સાથેની તસવીર શેર કરી છે જેમાં તે લખે છે કે થોડા સમય માટે વિરાટને કામ ઘરે ન લાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. અભિનેત્રીએ હાલમાં જ આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ ફોટો પર 12 લાખથી વધુ લાઈક્સ આવી છે. ચાહકો ઉપરાંત સેલિબ્રિટીસ પણ અનુષ્કાના આ લવલી ફોટો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે. જાણવા મળ્યું છે કે બુધવારે અનુષ્કા વિરાટ અને તેની પુત્રી વામિકા સાથે એરપોર્ટ પર જતા જોવા મળ્યાં હતાં.

ફોટોથી સ્પષ્ટ જોઈ શકાય છે કે અનુષ્કાએ વામિકાને ગ્રે બેબી કેરિયરમાં રાખી હતી અને અનુષ્કા અને વિરાટ બંને માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતાં. અનુષ્કા હવે તેની દીકરીને પૂરો ટાઈમ આપી રહી છે. છેલ્લે તે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. આ અગાઉ બસમાંથી પતિ અને વામિકા સાથે અનુષ્કા નીચે ઉતરી એવી જ તેમની તસ્વીરો સામે આવી હતી. તે તસ્વીરોમાં વામિકાના ચેહરાની ઝલક દેખાય છે. જે રીતે અનુષ્કાએ પુત્રીને ખોળામાં રાખી હતી તેનાથી એ સ્પષ્ટ હતુ કે તસ્વીરથી તે કેટલી દુર રાખવા ઇચ્છે છે.

વિરાટ કોહલી થોડાક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર વામિકાને લઇને વાત કરી હતી. જેમાં તેણે દિકરીને સોશિયલ મીડિયાથી દુર રાખવાન લઇને પણ વાત કહી હતી. તેણે કહ્યુ હતું કે અમે નક્કી કર્યું છે કે અમે ત્યાં સુધી દિકરીને બતાડવા નથી ઇચ્છતા જ્યાં સુધી તે ખુદએ ના સમજી લે કે સોશિયલ મીડિયા શું હોય છે અને તેને લઇને તેના નિર્ણય પોતે લઇ શકે.

આ જ કારણે જ્યારે પણ તે બંને બહાર જઈ રહ્યાં હોય છે ત્યારે હંમેશા અનુષ્કાએ દીકરીના ચહેરાને છૂપાવીને રાખ્યો હોય છે અને તે ફોટો ક્લિકથી બચતા હોય છે.
0 Response to "ક્રિકેટ ટૂર પર નીકળેલી અનુષ્કાએ લંડનના સ્ટેડિયમ પાસેનો ફોટો શેર કરીને કોહલીને કહી દીધું આવું"
ટિપ્પણી પોસ્ટ કરો