GOOD NEWS: ગુજરાતની આ ફાર્મા કંપનીએ બાળકો માટે તૈયાર કરી વેકિસન, જાણી લો ડોઝથી લઇને તમામ માહિતી એક ક્લિકે
દેશના ૨૦% નાગરિકોને વેક્સિન લગાવી દેવામાં આવ્યા પછી જ કોરોના વાયરસની નવી લહેર આવવાનું સંકટ ઓછું થઈ શકે છે, અમેરિકા, બ્રિટન, ઇટાલી અને ફ્રાંસમાં આમ જ થયું.

આખી દુનિયામાં કોરોના વાયરસની વેક્સિનેશનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મોટાભાગના દેશો પોતાના નાગરિકોને નિઃશુલ્ક વેક્સિનેશન કરાવી રહ્યા છે. અમેરિકામાં વેક્સિન લેનાર વ્યક્તિને ડ્રો સિસ્ટમની મદદથી ઈનામ આપવામાં આવે છે. આની સાથે જ નાગરિકોને કોરોના વાયરસની વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફતમાં બીયર પણ પીવડાવવામાં આવી રહી છે. આવું એટલા માટે કરી રહ્યા છે કેમ કે, વેક્સિનેશન જ કોરોના વાયરસની વિરુદ્ધ સૌથી મોટું અને મહત્વનું હથિયાર માનવામાં આવી રહ્યું છે. દુનિયાભરના ટ્રેન્ડને જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, દુનિયાના જે દેશોમાં ૨૦% કરતા વધારે નાગરિકોને વેક્સિન લગાવી દેવામાં આવી છે અને હાલના સમયમાં પણ વેક્સિનેશન શરુ રાખવામાં આવ્યું છે, તે દેશોમાં કોરોના વાયરસ સંક્રમણની વધારે લહેર જોવા મળી રહી નથી. અમેરિકા, બ્રિટન, ઈટાલી અને ફ્રાંસ તેનું દ્રષ્ટાંત છે.
ટ્રેંડને જોતા ત્રીજી લહેરનું સંકટ ઓછું.

એક્સપર્ટસનું માનવું છે કે, ભારત દેશે કોરોના વાયરસની વેક્સિનેશનની દ્રષ્ટિએ અગત્યના પડાવ પાર કરી લીધા છે. દેશના ૨૫.૯૮ કરોડ (૨૦.૯૫% નાગરિકોને કોરોના વાયરસની વેક્સિન લગાવી દેવામાં આવી છે. એમાંથી ૫.૫૨ કરોડ (૪.૪૮%) નાગરિકોને કોરોના વાયરસની વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. જયારે હવે કોરોના સંક્રમણની આવનાર લહેર આવે તે પહેલા દેશના ૭૦% નાગરિકોને કોરોના વાયરસની વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવો આવશ્યક છે. જો કે, ભારત દેશના અલગ અલગ મહામારી એક્સપર્ટ એવું જણાવે છે કે, કોરોના વાયરસની ત્રીજી લહેર ઓક્ટોબર મહિના સુધીમાં આવી શકે છે.
દેશમાં ૪ દિવસ દરમિયાન ૪ કરોડ વેક્સિન આપવામાં આવી શકે છે.

દેશમાં અત્યાર સુધીમાં ૩૧ કરોડ કરતા વધારે વેક્સિનનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. જયારે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ૬૫ કરોડ કરતા વધારે વેક્સિન તૈયાર થઈ જશે. એટલે કે, કુલ ૯૬ કરોડ વેક્સિનનો ઉપયોગ ઓક્ટોબર મહિના પહેલા કરી લેવામાં આવી શકે છે.

દેશમાં અંદાજીત ૮૫ કરોડ નાગરિકો ૧૮ વર્ષ કરતા વધારે ઉમર ધરાવે છે. જેથી કરીને એવું શક્ય છે કે, ઓક્ટોબર મહિના પહેલા ૧૮ વર્ષની ઉમર કરતા વધારે ઉમર ધરાવતા તમામ નાગરિકોને કવર ના પણ કરી શકાય. તેમ છતાં ૭૦% નાગરિકોને કોરોના વાયરસની વેક્સિનનો સિંગલ ડોઝ શક્ય છે. ભારત દેશમાં વેક્સિનેશન હવે ઝડપી બની રહ્યું છે. છેલ્લા ૬ દિવસમાં જ ૪ કરોડ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. આની પહેલા આટલા ડોઝ એક મહિનામાં જ લગાવવામાં આવતી હતી.
૪ દેશોના ટ્રેંડથી સમજીશું વેક્સિનેશન કેમ આવશ્યક છે?
-અમેરિકા:
અમેરિકા દેશમાં દર 3 મહિના બાદ કોરોના વાયરસ સંક્રમણની લહેર આવી રહી હતી. ૨૦% નાગરિકોને સિંગલ ડોઝ આપી દેવામાં આવ્યા બાદ હવે ૫ મહિના થઈ ગયા છે પણ કોઈ લહેર આવી છે નહી.
-બ્રિટન:

બ્રિટનમાં દર 3 મહિના બાદ કોરોના વાયરસ સંક્રમણની લહેર આવી રહી હતી. પરંતુ બ્રિટનમાં ૨૦% વેક્સિનેશન થયા બાદ નવા કેસમાં ઘટાડો થવાનો શરુ થઈ ગયો છે. જ્યાં પહેલા ૬૫ હજાર કેસ આવી રહ્યા હતા ત્યાં જ હવે ૧૦ હજાર કેસ નોંધાઈ રહ્યા છે.
-ઈટાલી:
ઈટાલી દેશમાં કોરોના વાયરસની બીજી લહેર 3 મહિના પછી અને ત્રીજી લહેર ૪ મહિના પછી આવી હતી. જયારે ૨૦% વેક્સિનેશન થઈ ગયા બાદ ઈટાલી દેશમાં નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઈટાલી દેશ આવનાર મહિનાથી જ માસ્ક ફ્રી થવાની સંભાવના છે.
-ફ્રાંસ:

ફ્રાંસ દેશમાં દર 3 મહિના બાદ કોરોના વાયરસની લહેર આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં ૨૦% વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું હતું, ત્યાર બાદ અત્યાર સુધી ૪ મહિના થઈ ગયા છે પણ કોઈ નવી લહેર આવી નથી.
તેમ છતાં પણ સાવધાન રહેવાની જરૂરિયાત છે.
જો કે, ૪ દેશોના પરિણામ સકારાત્મક જોવા મળ્યા છે પરંતુ બ્રાઝીલ દેશના ટ્રેંડએ વિશ્વને ચિંતામાં મૂકી દીધા છે. બ્રાઝીલમાં ૩૦% નાગરીકોને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યા પછી પણ કોરોના વાયરસની ચોથી લહેર જોવા મળી છે. એક્સપર્ટસનું કહેવું છે કે, બ્રાઝીલ દેશમાં કોરોના વાયરસ સંક્રમણની લહેર પહેલેથી જ જળવાઈ રહી હતી, જેના લીધે વેક્સિનેશનની અત્યારે કોઈ અસર જોવા મળી રહી નથી. તેમજ અન્ય એક કારણ એ પણ છે કે, બ્રાઝીલ દેશમાં ચીની વેક્સિન લગાવવામાં આવી રહી છે. જે કોરોના વાયરસ વિરુદ્ધ અસરકારક સાબિત થઈ નથી. તેમ છતાં પણ એક્સપર્ટસનું એવું માનવું છે કે, જુલાઈ મહિનામાં મધ્યમાં બ્રાઝીલ દેશમાં પણ કેસમાં ઘટાડો થવાની શરુઆત થઈ જશે.
૨૦% નાગરિકોને ઓછામાં ઓછો સિંગલ ડોઝ.

કોરોના વાયરસની વેક્સિનનો એક ડોઝ લઈ લેવામાં આવ્યા બાદ ઓછામાં ઓછા ત્રણ મહિનાના સમયગાળા સુધી કોરોના વાયરસના સંક્રમણથી ૫૦% સુધી પોતાનો બચાવ થવો સંભવ છે. તેમ છતાં જો વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ જાય છે તો તેમને હોસ્પિટલમાં એડમિટ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. જેથી કરીને વેક્સિનની મદદથી કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવાની સાથે જ સંક્રમિત થયેલ દર્દીઓના જીવન પણ બચાવી શકાય છે.
વેક્સિનનો એક ડોઝ સંક્રમણને અટકાવવા માટે કેટલો અસરકારક?
હાલમાં ડેલ્ટા વેરીયંટ પર ૫૦% અસરકારકતા દર્શાવી છે. જયારે ડેલ્ટા પ્લસ વેરીયંટ પર હજી અભ્યાસ ચાલી રહ્યો છે. જેના લીધે તેના વિષે કહેવું મુશ્કેલ છે. એટલુ જ નહી, ભારતમાં મળી આવેલ જેટલા પણ સ્ટ્રેન અને વેરીયંટ છે, તેનાથી બચાવ કરવા માટે દેશમાં લગાવવામાં આવી રહેલ ત્રણ વેક્સિનના બંને ડોઝ ૮૦% કરતા વધારે પ્રભાવિત સાબિત થયા છે.
એક ડોઝ બાદ જો સંક્રમિત થાય છે તો દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવાની સંભાવના કેટલી?

કોરોના વાયરસની વેક્સિનનો એક ડોઝ લીધા બાદ દર્દી કોરોના વાયરસથી સંક્રમિત થઈ જાય છે તો તે દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવાની સંભાવના ૭૦% સુધી ઘટી જાય છે. આ ઉપરાંત ગંભીર બીમારી ધરાવતા દર્દીઓના સંક્રમિત થયા બાદ જીવન ગુમાવવાનો ખતરો ખુબ જ ઘટી જાય છે. તેથી કોરોના વાયરસની વેક્સિન દર્દીનું જીવન બચાવી શકવા માટે સક્ષમ છે.
0 Response to "GOOD NEWS: ગુજરાતની આ ફાર્મા કંપનીએ બાળકો માટે તૈયાર કરી વેકિસન, જાણી લો ડોઝથી લઇને તમામ માહિતી એક ક્લિકે"
ટિપ્પણી પોસ્ટ કરો