સાળી અને જીજુના શાનદાર ડાન્સનો વીડિયો વાયરલ, લોકો એકવાર જોયા પછી જોઈ રહ્યાં છે વારંવાર

રીલ લાઇફ હોય કે રિયલ લાઈફ ભારતમાં હમેશા સાળીઓને લાડ લડાવવામાં આવે છે. જીજાજી પણ તેની સાળીઓની મસ્તી કરવામાં કઈ બાકી નથી રાખતા હોતા. તે તેની સાળીની મજાક ઉડાવવામાં હંમેશા આગળ હોય છે. પરંતુ કોઈપણ સાળીની રક્ષા કરવા માટે જીજુ હંમેશા આગળ ઉભો રહે રહે છે. ત્યારે આ બધા વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાળી અને જીજુ વચ્ચે અનોખી વાત જોવા મળી રહી છે.

image source

વીડિયોમાં આ મહિલા તેના જીજું સાથે બોલિવૂડના એક લોકપ્રિય ગીત ‘ક્યૂ આયે પીછે ડોલતે હો …’ પર ડાન્સ કરતી જોવા મળી શકે છે. મહિલાએ આછા જાંબુડિયા રંગની સાડી પહેરી છે અને ગીત પર નૃત્ય કરતી વખતે અભિનય કરી રહી છે, જ્યારે સાળી થોડી શરમાળ લાગી રહી છે. જો કે, વીડિયોમાં સાળીએ કેટલાક ડાન્સ સ્ટેપ્સ કરવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને આ ગમી પણ રહ્યું છે.

image source

આ વીડિયોને બોલ્ડ મીરા સ્વેગ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘મેરે પ્યારે જીજુ …’. વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો બંને વચ્ચેના ક્યૂટ બોન્ડને ખૂબ પસંદ કરે છે.

image source

ઘણા લોકો આ વીડિયો પર રમુજી ટિપ્પણી પણ કરી રહ્યા છે. લગભગ 21 હજાર લોકોને પસંદ આવ્યો છે અને હજુ પણ આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. લોકોને આ ડાન્સ અને કેમેસ્ટ્રી ભારે પસંદ આવી રહ્યા છે.

image source

આ સાથે જ જો વાત કરીએ બોલિવૂડની તો બોલિવૂડમાં અમુક જાણીતી જીજા સાળીની જોડીઓ હંમેશા ચર્ચામાં રહે છે. છોટે નવાબ સૈફ અલી ખાન અને એમની સાળી કરિશ્મા કપૂર વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે. જીજા સાલીની આ જોડી ઘણીવાર ઇવેન્ટ્સમાં સાથે દેખાય છે. કરીના કપૂર ખાનના પતિ સૈફ અલી ખાન પોતાની બેગમની જેમ જ પોતાની સાળીનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે અને કરિશ્મા કપૂર પણ પોતાની બહેન કરિનાની જેમ જ એમના પતિ સૈફ પર જીવ લૂંટાવે છે.

એ જ રીતે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના વિદેશી પતિ નિક જોનસને પોતાની સાળી પરિણીતી ચોપરા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. પ્રિયંકા ચોપરાની કઝીન સિસ્ટર પરિણીતી ચોપરા અને નિક જોનસની ઇન્ટરનેશનલ જીજા સાળીની જોડી છે. પરિણીતી ચોપરાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નિક જોનસ એમની બહેન પ્રિયંકા માટે પરફેક્ટ પતિ અને એમના ખૂબ જ સારા જીજુ છે.

0 Response to "સાળી અને જીજુના શાનદાર ડાન્સનો વીડિયો વાયરલ, લોકો એકવાર જોયા પછી જોઈ રહ્યાં છે વારંવાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel