ડાયાબિટિસના દર્દીએ રોજ ખાવી જોઈએ આ લોટની રોટલી, વજન ઉતારવાની સાથે આપે છે અઢળક ફાયદા
આજે અમે આપને માટે લઈને આવ્યા છીએ જુવારના લોટની રોટલીના ફાયદા. જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો અને હેલ્થમાં ફેરફાર ઈચ્છો છો તો તમે આ લોટની રોટલીને ટ્રાય કરો તે જરૂરી છે. મેંદા કે ઘઉંના લોટનો આ સૌથી ઉત્તમ વિકલ્પ છે. એક્સપર્ટના અનુસાર જુવાર અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. જુવારમાં ફાઈબરનું પ્રમાણ સારું હોય છે જે પાચનમાં સુધારો લાવે છે અને પેટી સમસ્યાથી બચાવે છે.
જુવારમાંથી મળે છે આ વિટામિન્સ
જુવારમાં મિનરલ, પ્રોટીન અને વિટામીન બી કોમ્પલેક્સ જેવા પોષક તત્વો મોટા પ્રમાણમાં મળી રહે છે. આ સિવાય તેમાં વધારે પ્રમાણમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. જુવારમાં કેલેરી ઓછી અને પોષણ વધારે મળે છે. જુવારની ખાસ વાત એ છે કે તે ગ્લૂટન ફ્રી હોય છે. જે લોકો ગ્લૂટન ફ્રી ફૂડના ચક્કરમાં ઘઉં નથી ખાતા તેઓ જુવારની રોટલી કે તેના સ્પ્રાઉટ બનાવીને ખઆઈ શકે છે.
જાણો જુવારની રોટલી ડાયટમાં સામેલ કરવાથી કયા લાભ મળે છે.
લોહીનું પરિભ્રમણ વધે છે
એક્સપર્ટ કહે છે કે લોહતત્વ અને તાંબાથી ભરપૂર જુવાર શરીરના રક્ત પરિભ્રમણના સંચારને વેગ આપે છે. એક તરફ જ્યાં આયર્ન લાલ રક્ત કોશિકાઓના વિકાસમાં સુધારો કરે છે તો તાંબુ શરીરમાં આયર્નના અવશોષણને વધારી શકે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
મળતી માહિતી અનુસાર ફાઈબરથી ભરપૂર જુવારમાં ઉચ્ચ ગુણવત્તાના પ્રોટીન હોય છે. આ બંને તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. અસ્વાસ્થ ખાવાનું ખાવાથી રોકે છે. જુવારા એક સર્વિંગમાં 12 ગ્રામથી વધારે ફાઈબર અને 22 ગ્રામ પ્રોટીન હોય છે. ઘઉં કે મેંદાના બદલે જુવારની રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે . તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
હાડકાને કરે છે મજબૂત
જુવારમાં મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં હોય છે જે શરીરમાં કેલ્શિયમને અબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે. મજબૂત હાડકાને માટે કેલ્શિયમ જરૂરી રહે છે.
ડાયાબિટિસના દર્દીને આપે છે રાહત
જુવારને ડાયાબિટિસના દર્દીને માટે લાભદાયી માનવામાં આવે છે. જુવારમાં ટેનિન નામનું એક તત્વ હોય છે. જે એવા એન્ઝાઈમ્સના પ્રોડક્શન પર લગામ લગાવે છે જે બોડીમાં સ્ટાર્ટને શોષી લે છે. આ સિવાય શરીરમાં ઈન્સ્યુલિન અને ગ્લૂકોઝનું સ્તર મેન્ટેન કરવામાં પણ મદદ કરે છે.
0 Response to "ડાયાબિટિસના દર્દીએ રોજ ખાવી જોઈએ આ લોટની રોટલી, વજન ઉતારવાની સાથે આપે છે અઢળક ફાયદા"
ટિપ્પણી પોસ્ટ કરો